આ મહિને વૃશ્ચિક રાશિમાં પહેલાં બુધ, પછી શુક્ર અને તેના પછી સૂર્યએ પ્રવેશ કર્યો છે. હાલની સ્થિતિમાં આ ત્રણેય ગ્રહો એકસાથે મંગળની રાશિ અને શનિના અનુરાધા નક્ષત્રમાં છે. તેની સામે જ વૃષભ રાશિમાં મંગળ છે. જે પોતાના જ નક્ષત્ર મૃગશિરામાં છે. આ પ્રકારે આ ચાર ગ્રહોનો સંયોગ બની રહ્યો છે.
ચાર ગ્રહોની અસર
શનિના નક્ષત્રમાં આ ગ્રહોના હોવાથી દેશમાં અનેક જગ્યાએ અચાનક ઠંડી વધી શકે છે. જેના દ્વારા થોડું નુકસાન થવાની શક્યતા પણ છે. પહાડી વિસ્તારમાં બરફવર્ષા થવાથી હવામાં ઠંડક વધશે. લોખંડથી બનેલી સામગ્રીઓમાં તેજી આવી શકે છે. મંગળ સાથે દૃષ્ટિ સંબંધ બનવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધે તેવી શક્યતા છે. જેથી થોડાં દેશોમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે.
મંગળના કારણે આપત્તિઓની શક્યતા
મંગળનું પોતાના જ નક્ષત્રોમાં હોવાથી સેના નાયક, રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે ઉન્નતિનો સમય રહી શકે છે. પ્રાકૃતિક પ્રકોપ અને થોડી બીમારીઓ પણ વધી શકે છે. સંક્રમણ વધવાની શક્યતા રહેશે. લાલ વસ્તુઓના ભાવ વધશે. હાલની ગ્રહ સ્થિતિમાં વાતાવરણમાં ઉતાર-ચઢાવ આવશે. લોકોએ પોતાના કામ પૂર્ણ કરવા માટે ભાગદોડ વધારે કરવી પડી શકે છે. રાજનીતિમાં વિવાદ વધી શકે છે. આરોપ-પ્રત્યારોપ પણ વધશે.
બુધાદિત્ય યોગના લીધે ઉન્નતિ મળશે
સૂર્ય અને બુધ એક જ રાશિમાં હોવાથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ બે ગ્રહોના પ્રભાવથી મોટી રાજનૈતિક યોજનાઓ બનશે. તેના ઉપર કામ થશે અને ફાયદો પણ મળશે. શેરબજાર સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહી શકે છે. અનેક રાશિના જાતકોને આ શુભયોગનો ફાયદો મળશે. જેથી જોબ અને બિઝનેસમાં ઉન્નતિના યોગ બનશે. નવી યોજનાઓ ઉપર કામ શરૂ થશે અને ધનલાભ થવાના પણ યોગ બનશે.
12 રાશિના જાતકો ઉપર અસર
આ ગ્રહ સ્થિતિની શુભ અસર કર્ક, મકર અને કુંભ રાશિના લોકો ઉપર પડશે. આ ત્રણ રાશિના લોકો માટે સમય સારો રહેશે. નોકરિયાત લોકોને ઉન્નતિ મળવાના યોગ છે. બિઝનેસમાં ફાયદો થશે. ધનલાભ થવાના યોગ બનશે. અટવાયેલાં જરૂરી કાર્યો પૂર્ણ થશે. સ્વાસ્થ્યમાં પણ સુધાર થવાની શક્યતાઓ છે. મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ રાશિના નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે.
સૂર્ય અને શુક્રની યુતિથી ‘યુતિ યોગ’ બન્યો
વૃશ્ચિક રાશિમાં શુક્રનો પ્રવેશ 11 નવેમ્બરના રોજ થયો હતો, તે પછી 13 નવેમ્બરના રોજ આ રાશિમાં બુધનું આગમન થયું અને પછી 16 નવેમ્બરે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર થઈ રહ્યું છે. સૂર્ય અને શુક્રની જ્યારે આ પ્રકારની યુતિ બને છે, ત્યારે તેને ‘યુતિ યોગ’ કહેવામાં આવે છે. આ યોગના બનવાથી સૌથી વધારે પ્રભાવ તમારા લગ્નજીવન, આર્થિક અને સામાજિક જીવન ઉપર પડે છે. સાથે જ, શુક્ર ગ્રહને લગતા રોગનો સામનો કરવો પડી શકે છે.
‘યુતિ યોગ’નો અશુભ પ્રભાવ
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્ય અને શુક્ર ગ્રહ જ્યારે સાથે હોય છે ત્યારે શુભફળ આપતાં નથી. તેના પ્રભાવથી વ્યક્તિએ અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ યુતિથી જાતકોને લગ્નજીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવે છે અને પોતાની આસપાસના બધા સંબંધોને મજબૂત જાળવી રાખવા માટે આકરી મહેનત કરવી પડે છે. સાથે જ, વ્યક્તિની સમજણ શક્તિ પણ ઘટી જાય છે, જેથી તેના નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. ‘યુતિ યોગ’થી વ્યક્તિની અંદર અહંકારની ભાવના પણ વધવા લાગે છે, જેના દ્વારા જીવનના અલગ-અલગ ક્ષેત્રોમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. આ દરમિયાન વ્યક્તિને કોઈપણ જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.
સૂર્ય અને શુક્રની યુતિના અશુભ પ્રભાવને દૂર કરવાના ઉપાય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.