• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The Coincidence Of Planets And Constellations Sun's Zodiac Change Is Auspicious, Now Two Days Shopping Muhurta In The Combination Of Pushya Nakshatra; Mars Will Also

ગ્રહ-નક્ષત્રનો સંયોગ:સૂર્યનું રાશિ પરિવર્તન શુભ; બે દિવસ પુષ્ય નક્ષત્રના સંયોગમાં ખરીદીનું મુહૂર્ત, હવે મંગળ પણ રાશિ બદલશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 13 ફેબ્રુઆરીએ સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી ગયો છે. આ રાશિ પરિવર્તન ઘણાં લોકો માટે શુભ રહેશે. હવે સૂર્ય 14 માર્ચ સુધી કુંભ રાશિમાં રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ ખાસ કરીને હવામાન, વહીવટી વ્યવસ્થા અને રાજકારણના મામલે મોટા ફેરફારો થઈ શકે છે. સાથે જ, સોમવાર એટલે આજે અને મંગળવારે પુષ્ય નક્ષત્ર રહેશે. બે દિવસ પુષ્ય નક્ષત્રનો સંયોગ બનવો શુભ રહેશે. જેમાં તમામ પ્રકારની ખરીદી અને નવા કામો શરૂ કરી શકાશે.

ગ્રહોની સ્થિતિની અસર
સૂર્યના રાશિ પરિવર્તનને કારણે સૂર્ય-શનિનો અશુભ યોગ પૂર્ણ થઈ ગયો છે. જેના કારણે ઘણાં લોકોને ધંધા અને નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થશે. વિવાદ અને તણાવથી પણ રાહત મળશે. કેટલાંક લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થવા લાગશે. ત્યાં જ, કુંભ રાશિમાં સૂર્ય અને ગુરુનો શુભ યોગ બનવાથી ઘણા લોકો માટે સારો સમય શરૂ થશે.

સોમવાર એટલે આજે અને મંગળવારે પુષ્ય નક્ષત્ર રહેશે. બે દિવસ પુષ્ય નક્ષત્રનો સંયોગ બનવો શુભ રહેશે
સોમવાર એટલે આજે અને મંગળવારે પુષ્ય નક્ષત્ર રહેશે. બે દિવસ પુષ્ય નક્ષત્રનો સંયોગ બનવો શુભ રહેશે

14 માર્ચ સુધી સૂર્ય-ગુરુનો શુભ યોગ છે
સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી ગયો છે. હવે તે 14 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. કુંભ રાશિ એ સૂર્યની દુશ્મન રાશિ છે. ગુરુ ગ્રહ પહેલાંથી જ કુંભ રાશિમાં છે. જેથી સૂર્ય અને ગુરુની યુતિ બની રહી છે. જે શુભ ફળ આપનારી રહેશે. આ શુભ યોગથી વહીવટી સેવાઓ અને રાજકીય ક્ષેત્રે સારા ફેરફારો થવાની શક્યતા છે.

શનિ-મંગળનો સંયોગ
26 ફેબ્રુઆરીએ મંગળ પણ તેનું સ્થાન બદલશે. આ ગ્રહ ધન રાશિમાંથી મકર રાશિમાં જશે. જેના કારણે મંગળ અને શનિનો સંયોગ થશે. અહીં મંગળ તેની ઉચ્ચ રાશિમાં હશે. આ ગ્રહોની સ્થિતિ પણ મોટા પરિવર્તનનો સંકેત આપી રહી છે. જેના કારણે આ ગ્રહોની અસર હવામાન, અર્થવ્યવસ્થા અને ખાદ્ય પદાર્થોની કિંમતો ઉપર પડશે. સાથે જ, બુદ્ધિજીવી વર્ગ પણ પ્રભાવિત થઈ શકે છે. આ સિવાય રાજકારણમાં પણ પરિવર્તન આવી શકે છે.

પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ અને અધિષ્ઠાતા દેવ ગુરુ છે. શનિના પ્રભાવમાં ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી રહે છે અને ગુરુના પ્રભાવથી તે સમૃદ્ધ બને છે
પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ અને અધિષ્ઠાતા દેવ ગુરુ છે. શનિના પ્રભાવમાં ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી રહે છે અને ગુરુના પ્રભાવથી તે સમૃદ્ધ બને છે

પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવી શુભ
સોમવારે બપોરે લગભગ 12 વાગ્યાથી પુષ્ય નક્ષત્રનો સંયોગ શરૂ થશે, જે મંગળવારે બપોરે લગભગ 1.45 વાગ્યા સુધી રહેશે. આ બે દિવસોમાં તમામ પ્રકારની ખરીદી અને નવા કામો શરૂ થઈ શકે છે. સોમવાર અને મંગળવારે પુષ્ય નક્ષત્રથી પ્રજાપતિ અને વર્ધમાન નામના શુભ યોગો રચાય છે. તેમાં કરેલા શુભ કાર્યોના ફળમાં વધારો થઈ શકે છે.

જ્યોતિષીઓ અનુસાર, પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ અને અધિષ્ઠાતા દેવ ગુરુ છે. શનિના પ્રભાવમાં ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી રહે છે અને ગુરુના પ્રભાવથી તે સમૃદ્ધ બને છે. તમામ નક્ષત્રોમાં પુષ્ય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલ શુભ કાર્ય જલ્દી જ લાભ આપે છે. કુલ 27 નક્ષત્રોમાં, પુષ્યને રાજાનો દરજ્જો મળેલો છે. જેનો સંબંધ ચંદ્ર સાથે છે.