• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Taurus Will Be Able To Overcome Major Life Problems By Taking The Advice Of Family Elders, What Will Be The Fate Of Other 11 Zodiac Signs?

રવિવારનું ટેરો ભવિષ્ય:વૃષભ જાતકો પરિવારના વડીલની સલાહ માનવાથી જીવનની મોટી સમસ્યાઓ દૂર કરી શકશે, બીજા 11 રાશિ માટે કેવું રહેશે ભાગ્ય?

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ KING OF WANDS

એક જ લક્ષ્ય વિશે વિચાર કરીને તેના પર કામ કરવાનું શરૂ કરજો. બીજી બાબતોનો વિચાર કરી શકો પણ કામની શરૂઆત અત્યારે ન કરવી. મિત્રોની સાથે કોઈ મહત્વપૂર્ણ વાતની ચર્ચા થઈ શકે છે જેના કારણે માનસિક રીતે તકલીફ આપતા સવાલોનો જવાબ શોધવો શક્ય બનશે.

કરિયરઃ- કામને લગતી વાતો વિશે વિચાર કરવાની જરૂર છે. ખાસ કરીને જે વાતો તમારા મનમાં દુવિધાઓ પેદા કરી રહી છે.

લવઃ- પ્રયત્ન કરવા છતાં પણ રિલેશનશીપની બાબતો ઉકેલવી તમારી માટે તકલીફનું કારણ બની શકે છે.

હેલ્થઃ- શરીર પર સોજો લાગશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

------------------------------------

વૃષભ THE STAR

પરિવારની કોઈ વ્યક્તિ દ્વારા મળેલી સલાહ પર કામ કરવાને લીધે જીવનની મોટી સમસ્યાઓ દૂર થશે. પરિવારના કેટલાક લોકોની સાથે અંતર લાગી શકે પરંતુ એક-બીજા પ્રત્યે કડવાશ કે ગલતફેમી ન થાય તેનું ધ્ચાન રાખજો. તમારો સારો સમય શરૂ થયો છે.

કરિયરઃ- રૂપિયાને લગતા એકથી વધુ સોર્સ તમારી પાસે હોવાથી સ્થિરતા અનુભવશો.

લવઃ- પાર્ટનર અને તમારા વિચારો અલગ હોવાથી કોઈપણ નિર્ણય લેવો અઘરો રહેશે.

હેલ્થઃ- શરીરની ગરમી દૂર કરવા આયુર્વેદની મદદ લો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

------------------------------------

મિથુન THREE OF SWORDS

કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ વર્તનને લીધે તમને ઈમોશનલી તકલીફ થઈ શકે છે. સાથે જ એકલતા વધી શકે છે. જે વાતોની ચર્ચા કરવાથી પરેજી કરી રહ્યાં છો તેનાથી દૂર ન ભાગીને વાતચીત કરવાનો પ્રયાસ કરજો. પરિસ્થિતિ તમે સમજો છો એટલી નકારાત્મક નથી.

કરિયરઃ- કરિયરને લગતા મહત્વપૂર્ણ નિર્ણય માટે બીજા લોકો પર આધાર રાખવો પડશે.

લવઃ- રિલેશનશીપને સુધારવાનો પ્રયાસ તમે કરી શકો છો.

હેલ્થઃ- બીપીની સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ-3

------------------------------------

કર્ક THREE OF PENTACLES

પરિચિત વ્યક્તિની સાથે મળીને નવા કામની શરૂઆત કરશો. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોને લીધે સ્થિરતા વધી શકે છે. જે ઝડપથી તમે પ્રગતિ કરવા માગો છો એ પ્રકારે પરિસ્થિતિ ન બદલાવાના કારણે ઉદાસીનતા લાગશે.

કરિયરઃ- કામને નવી રીતે કરવાનો પ્રયાસ કરજો.

લવઃ- રિલેશનશીપને લગતી અનુભવાતી તકલીફ ઓછી થશે.

હેલ્થઃ- જીવનમાં વધતી ભાગદોડીને કારણે પગમાં દર્દ અને નબળાઈ લાગશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ-4

------------------------------------

સિંહ PAGE OF CUPS

કોઈ વ્યક્તિ તમારી સાથે વાતચીત કરવા પ્રયાસ કરી શકે છે. જૂના વિવાદોને સમાપ્ત કરવાનો પ્રયાસ થશે. પરિસ્થિતિની ગંભીરતાને ઉકેલીને પોતાના કામમાં ફેરફાર કરો. પરિસ્થિતિ તકલીફદાયક નથી તેમ છતાં સતર્કતા રાખજો.

કરિયરઃ- કલા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને મળતી દરેક તક પર કામ કરવાની જરૂર છે.

લવઃ- તમારી નારાજગીને પાર્ટનર દૂર કરી શકે છે.

હેલ્થઃ- યૂરિન ઈન્ફેક્શનની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ-ઓરેન્જ

શુભ અંકઃ-2

------------------------------------

કન્યા THE HERMIT

એકાંતમાં સમય વિતાવીને તમારા દ્વારા થયેલી ભૂલો સુધારવાનો તમે પ્રયાસ કરશો. આજના દિવસે આરામ કરવા પર ભાર આપજો. માનસિક રીતે તમે થાક લાગશે જેના કારણે કોઈપણ વાતને સારી રીતે સમજવી શક્ય નહીં બને. વધુ ધ્યાન તમે ચિંતા અને વિચારોમાં લગાવશો તેથી કાર્યક્ષમતામાં ઘટાડો થઈ શકે છે.

કરિયરઃ- કામને લગતું ડિસિપ્લિન વધવાથી નવા કામ માટે સમય કાઢી શકશો.

લવઃ- રિલેશનશીપને લગતા વિચાર અને ચિંતા કરવાનું અત્યારે છોડવું પડશે.

હેલ્થઃ- પરિવારની કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યની ચિંતા લાગશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ-7

------------------------------------

તુલા THE WORLD

લોકોની સાથે બદલાતા સંબંધોને લીધે માનસિક તણાવ લાગશે. સાથે જ તમારી અંદર એકલતા પણ વધી શકે છે. તમારા કયા વર્તનને કારણે લોકો તમારાથી દૂર જઈ રહ્યાં છે, એ વાતનું અવલોકન કરવાની જરૂર છે. રૂપિયાને લગતો કોઈ નિર્ણય ઊતાવળમાં ન લો.

કરિયરઃ- નોકરી કરનાર લોકોને નવી તક મળે અને નવી નોકરીને લીધે પ્રમોશન મળે.

લવઃ- પાર્ટનર સાથે પેદા થયેલ વિવાદને કારણે પરિવારમાં તણાવનું વાતાવરણ પેદા થાયં.

હેલ્થઃ- દાંતને લગતી તકલીફ વધી શકે છે. શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ-6

------------------------------------

વૃશ્ચિક KING OF SWORDS

નવા લોકો સાથે મેળ-મિલાપ વધી શકે. બીજા લોકો દ્વારા બોલવામાં આવેલ વાતોને લીધે વ્યક્તિગત જીવનમાં સુધારો લાવવાનો તમે પ્રયાસ કરશો. દરેક વ્યક્તિને ખુશ રાખવા હાલના સમયમાં મુશ્કેલ છે. તેમ છતાં નજીકના લોકોની સાથે સંબંધોને સુધારવા તમે પ્રયાસ કરી શકો છો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ જે વાતોમાં અત્યાર સુધી અપયશ મળ્યો હતો, તેમાં હકારાત્મક બદલાવ આવી શકે છે.

લવઃ- પરિચિત વ્યક્તિ દ્વારા લવ પ્રપોઝલ કે લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.

હેલ્થઃ- બીપીને લગતી સમસ્યાને અવોઈડ ન કરશો. શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 8

------------------------------------

ધન THREE OF CUPS

અત્યાર સુધી તમારા દ્વારા કરવામાં આવેલ પ્રગતિ અને વર્તમાન સાથે જોડાયેલ દરેક વાતનું સારી રીતે અવલોકન કરીને આગળની યોજના બનાવો. જે લોકોનું તમારા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે તેમની સાથે દરેક વાતને લગતી પારદર્શિતા રાખો. જો કોઈપણ રિલેશનશીપને લગતો તમને તણાવ લાગતો હોયતો તેમાં તરત સુધારો કરજો.

કરિયરઃ- કામને લગતો મોટો નિર્ણય લેતા પહેલાં અનુભવી લોકો સાથે ચર્ચા કરી લેજો.

લવઃ- આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે હળીમળીને પ્રયાસ કરવાની જરૂર છે.

હેલ્થઃ- ખભો જકડાઈ જવાની તકલીફ વધી શકે. શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 9

------------------------------------

મકર PAGE OF SWORDS

જીવનમાં અનુભવાતા દરેક ઊતાર-ચઢાવને કારણે આખો દિવસ ગમગીની લાગશે. આજના દિવસે કોઈપણ કામ પર ધ્યાન આપવું શક્ય નથી. એક વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહેલ સૂઝાવને લીધે તમે દુવિધા વધારી રહ્યાં છો. પસંદગીના લોકોની સાથે ચર્ચા કરીને પોતાની સમસ્યાઓનો હલ શોધવા પ્રયાસ કરજો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ સ્કિલ્સને સુધારવી તમારી માટે જૂરરી છે.

લવઃ- રિલેશનશીપ સાથે જોડાયેલ કોઈપણ નિર્ણય લેતી વખતે સાચા-ખોટાનો નિર્ણય કરવાની જરૂર રહેશે.

હેલ્થઃ- ગળાની ખારાશ અને ખાંસીની તકલીફ વધી શકે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 5

------------------------------------

કુંભ ACE OF PENTACLES

મનની વિરુદ્ધ કેટલાક નિર્ણય લેવાવાને લીધે તમને સારું ન લાગે પરંતુ આ નિર્ણય દ્વારા જ જીવનમાં હકારાત્મક બદલાવવ લાવવા શક્ય બનશે. પાછલી વાતોને ભૂલીને જીવનને આગળ વધારવાનો તમે પ્રયાસ કરશો. પરિવારના લોકોને તમારી મદદની જરૂર છે, તેમની જરૂરિયાતોને સમજો. કરિયરઃ- કામ કે રૂપિયાને લગતો રાખવામાં આવેલ ટાર્ગેટ પર ફોકસ વધારવાનો પ્રયાસ કરો.

લવઃ- તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ પ્રકારના વર્તનને લીધે પાર્ટનરને એકલતાનો અહેસાસ ન થાય તે જોજો.

હેલ્થઃ- બાળકોના સ્વાસ્થ્ય પર બદલાતા વાતાવરણની અસર જોવા મળશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

------------------------------------

મીન THE EMPEROR

તમારા દ્વારા કેટલાક કઠિન નિર્ણય લેવામાં આવે, પરંતુ આ નિર્ણયને લીધે જીવનમાં સુધારો આવશે તેનાથી તમને સંતોષ લાગશે. હાલના સમયમાં તમે મોટાભાગે એકાંતમાં રહેવાનો પ્રયાસ કરશો. જ્યાં સુધી તમે પોતે માનસિક રીતે સ્વસ્થ્ય નહીં અનુભવો ત્યાં સુધી નવા કામની શરૂઆત કરવી કે વધુ લોકો સાથે મળવાનું ટાળજો.

કરિયરઃ- કામની જગ્યાએ કોઈ નિર્ણયને લીધે અચાનક મોટો ફાયદો મળી શકે.

લવઃ- જે પ્રકારે તમે પોતાનામાં સુધારો લાવશો એ જ પ્રકારે રિલેશનશીપમાં પણ ફેરફાર જોવા મળશે. શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ-3