વૃષભ રાશિફળ 2023:નક્ષત્રોનો સાથ મળશે; ધનલાભના યોગ છે, રોકાણ, લોન કે પ્રોપર્ટી સાથે જોડાયેલાં કાર્યો માટે વર્ષ શુભ રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોઝિટિવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય શુભ રહેશે. જરૂરી કામ પૂર્ણ કરવામાં નક્ષત્રોનો સાથ મળી શકે છે. થોડાં ખાસ લોકો પાસેથી મદદ મળશે. સરળતાથી કામ પૂર્ણ થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થવાના યોગ છે. સારા સંબંધ બંધાશે. આવનાર દિવસોમાં ફાયદો પણ મળી શકે છે. ધનલાભના યોગ છે. મે મહિનાથી ઓગસ્ટ સુધી મિશ્રિત સમય રહેશે. પરેશાનીઓ આવશે પરંતુ કામ પણ પૂર્ણ થઈ શકે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી સુખદ સમય રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણ, લોન કે પ્રોપર્ટી સાથે જોડાયેલાં કાર્યો માટે સમય શુભ છે. યાત્રાનો યોગ છે. નવા રસ્તા પણ મળી શકે છે.

નેગેટિવઃ- મે મહિનાથી ઓગસ્ટ મહિના સુધી પરેશાની રહેશે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિચારેલાં કાર્યો અને નવી યોજનાઓને પૂર્ણ કરવામાં મોડું થઈ શકે છે. ઓગસ્ટ અને નવેમ્બરનો મહિનો ઠીક રહેશે નહીં. આ બંને મહિનામાં કન્ફ્યૂઝન અને પરેશાનીઓ વધી શકે છે. વિવાદ અને તણાવનો સમય રહેશે. કામમાં મન લાગશે નહીં. યોજનાઓ પૂર્ણ થવામાં મુશ્કેલીઓ આવશે.

વ્યવસાયઃ- બિઝનેસ અને નવી શરૂઆત માટે વર્ષના પહેલાં ચાર મહિના શુભ રહેશે. જરૂરિયાત પૂર્ણ થશે. લોકો મદદ કરશે. યાત્રાઓ થશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. નવી નોકરી બિઝનેસ શોધી રહ્યા છો તો વર્ષની શરૂઆતમાં જ સફળતા મળશે. મે મહિનાથી સપ્ટેમ્બર સુધીનો સમય સામાન્ય રહેશે. બિઝનેસમાં વિઘ્ન આવશે પરંતુ આગળ વધી શકશો. કામ પૂર્ણ થતાં રહેશે. મોટાભાગની યાત્રાઓ ફાયદો આપી શકે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ સારો રહેશે. અધિકારીઓ અને મિત્રો સાથે સંબંધ મજબૂત થશે. નવા લોકો સાથે જોડાઈ શકશો. જૂના મિત્રો પાસેથી મદદ મળી શકે છે. આર્થિક દૃષ્ટિએ સમય સારો રહેશે.

લવઃ- વર્ષની શરૂઆતના ચાર મહિના શુભ છે. અફેર ચાલી રહ્યું છે તો લગ્ન થવાના યોગ બનશે. લિવ ઇન કપલ માટે સમય સારો છે. સુખ વધશે. મે મહિનાથી સપ્ટેમ્બર સુધીનો સમય સામાન્ય રહી શકે છે. કોઈ મામલા કે વિવાદને વધારે લાંબો ખેંચશો નહીં. પ્રેમથી મામલાને ઉકેલવાની કોશિશ કરો. વાત કરતી સમયે તમારી વાત કરવાની રીત ઉપર ધ્યાન આપો.

વિદ્યાર્થીવર્ગઃ- હાઈ એજ્યુકેશનની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં આવતી પરીક્ષામાં સફળતા મળવાની આશા છે. વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છો છો તો સફળતા મળી શકે છે. આ સમયગાળામાં તમારા આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્ષની શરૂઆતના ચાર મહિના આદતો બદલવાની કોશિશ કરો. આ દિવસોમા યોગ અને એક્સરસાઇઝ શરૂ કરી શકો છો. ડાયટ પ્લાન કે રૂટીનમાં ફેરફાર કરવા માટે પણ સમય સારો છે. મે, ઓગસ્ટ અને ડિસેમ્બરમાં સાવધાન રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...