ષભ રાશિના લોકો કરે તલની સાથે ઊની કપડાનું દાન અને કુંભ રાશિના લોકો તલ-અનાજનું દાન કરે
14 જાન્યુઆરી એટલે શનિવારે રાત્રે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ઘટનાને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિ પર ધર્મ-કર્મ કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સૂર્ય પૂજા, પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. આ વર્ષે પંચાંગ ભેદને લીધે 14 અને 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવાવમાં આવશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા કહે છે કે આ પર્વ પર રાશિ પ્રમાણે અલગ-અલગ વસ્તુઓનું દાન કરવામાં આવે છે તેના લીધે કુંડળીના અનેક ગ્રહ દોષ શાંત થાય છે. જાણો બધી 12 રાશિ માટે દાન કરવા યોગ્ય શુભ વસ્તુઓ કંઈ-કંઈ છે.
મેષઃ- આ રાશિના લોકો સંક્રાંતિ પર મસૂરની દાળ અને તલનું દાન કરી શકે છે. શિવલિંગ પર લાલ ફૂલ ચઢાવો અને પૂજા કરો.
વૃષભઃ- આ લોકો સંક્રાંતિ પર ઊની કપડાંનું અને તલનું દાન કરી શકે છે. શિવલિંગ પર દૂધ ચઢાવીને મંત્ર જાપ કરો.
મિથુનઃ- મિથુન રાશિના લોકો કાળા કપડાંની સાથે લીલા મગનું દાન કરી શકે છે. ગણેશજીને દૂર્વા ચઢાવો અને લાડુનો ભોગ લગાવો.
કર્કઃ- જે લોકો વ્રત-ઉપવાસ કરી રહ્યાં છે, એ લોકોએ તલ, સાબુદાણા, દૂધ અને ઊનનું દાન કરવું જોઈએ. શિવલિંગ પર ચાંદીના લોટાથી દૂધ ચઢાવો.
સિંહઃ- સંક્રાંતિ પર તલ, કામળો, ગોળનું દાન કરી શકે છે. સૂર્યને જળ ચઢાવો અને ऊँ सूर्याय नम: મંત્રનો જાપ કરો.
કન્યાઃ- આ લોકોએ લીલા મગની સાથે તલ, કામળો, તેલનું દાન કરવું જોઈએ. કોઈ મંદિરમાં પૂજા સામગ્રી પણ ભેટ કરી શકે છે.
તુલાઃ- તેલ, રૂ, વસ્ત્ર, રાઈ, દૂધનું દાન કરી શકે છે. આ લોકોએ દૂધને શિવલિંગ પર અર્પિત કરવું.
વૃશ્ચિકઃ- કામળો, ગરમ વસ્ત્ર, લાલ કપડાં, મસૂરની દાળનું દાન કરી શકે છે. શિવલિંગ પર લાલ ગુલાબ અર્પિત કરવા અને મિઠાઈનો ભોગ લગાવવો.
ધનઃ- આ લોકોને તલ, ચણાની દાળનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓના દાનની સાથે જ શિવલિંગ પર પીળા ફૂળ ચઢાવવા જોઈએ.
મકરઃ- તેલ, તલ, કામળો, પુસ્તકનું દાન કરી શકે છે. આ લોકોએ શનિદેવને તેલ ચઢાવવું જોઈએ અને શિવજીની પૂજા કરવી જોઈએ.
કુંભઃ- કાળા તલ, સાબુ, કપડાં. જૂતા-ચપ્પલ, કાળા કામળાનું દાન કરી શકે છે. હનુમાનજીની સામે દીવો પ્રગટાીને હનુમાન ચાલીસાનો પાટ કરવો જોઈએ.
મીનઃ- તલ, ચણા દાળ, સાબુદાણા, કામળો, બેસનના લાડુનું દાન કરી શકે છે. શિવલિંગનો શણગાર કરીને પીળા ફૂલ ચઢાવવાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.