મેષ ACE OF WANDS
જૂની વાતોના વિચાર છોડીને નવી વાતો તરફ ધ્યાન આપવાનો પ્રયાસ કરજો. નવા લક્ષ્ય તરફ જવાનો ઉત્સાહ જાળવી રાખજો. લોકોની સાથે હળવા-મળવામાં સમય પસાર થશે. હાલના સમયમાં માનસિક અવસ્થાને સુધારવા લોકોની સાથે સંબંધોને ગાઢ બનાવવા પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો.
કરિયરઃ- કરિયરને લગતી તકો ઝડપથી તમને મળશે. પોતાની સ્કિલ્સને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન આપજો.
લવઃ- સંબંધોમાં જણાતી નારાજગી ઝડપથી દૂર થવા લાગશે.
હેલ્થઃ- સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ લાગે તો ડોક્ટરની સલાહ લેજો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 2
--------------------------------
વૃષભ THE CHARIOT
જીવનમાં આગળ વધવાની તકો તમને ઝડપથી મળશે. પરિવારને લગતી સમસ્યા દૂર થવાને લીધે મનમાં ચાલતી નારાજગી ઓછી થશે અને ભવિષ્ય તરફ ધ્યાન આપવાનો તમે પ્રયત્ન કરી શકો છો. માનસિક રીતે તમે શ્રેષ્ઠ બનતા જોવા મળશો જેને લીધે કઠિનાઈઓનો સામનો કરવો તમારી માટે સરળ રહેશે.
કરિયરઃ- કામની જગ્યાએ લોકોની સાથે વિવાદ પેદા થઈ શકે છે. તેમ છતાં એક સાથે હળી-મળીને કામ કરવાનો પ્રયત્ન કરશો.
લવઃ- અચાનક લગ્ન નક્કી થવાને લીધે જીવનમાં ઘણા ફેરફારો આવી શકે છે.
હેલ્થઃ- પેટને લગતું ઈન્ફેક્શન થવાની સંભાવના છે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 1
--------------------------------
મિથુન KNIGHT OF PENTACLES
રૂપિયાને લગતી ચિંતા વધી શકે છે. હાલના સમયમાં જીવનમાં માત્ર સ્થિરતા લાવવા પર ધ્યાન આપવાનો પ્રયાસ કરો. જે વાતોને લીધે પછતાવો થઈ રહ્યો છે, તેમાં ફેરફાર કરવો શક્ય બને. પરંતુ હાલના સમયમાં કોઈપણ પ્રકારનું કામ કે કોઈ નિર્ણય અમલમાં લાવવાનો પ્રયાસ ન કરો.
કરિયરઃ- આર્થિક સ્ત્રોત સ્થિર બનવાથી કામને ફેલાવવાની યોજના બનાવી શકો છો.
લવઃ- સંબંધોને લગતા દરેક પહેલૂ પર ધ્યાન આપીને નિર્ણય લો.
હેલ્થઃ- પગમાં દુઃખાવો કે સોજો વધી શકે છે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 4
--------------------------------
કર્ક THREE OF CUPS
મિત્રોની સાથે સમય વિતાવવાથી મનને પ્રસન્નતા પ્રાપ્ત થશે. ખર્ચ અચાનક વધવાની શક્યતા પેદા થઈ રહી છે, પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી. જે પ્રકારનો તમારો ખર્ચ રહેશે એ પ્રકારે રૂપિયાની આવક પણ ચાલતી રહેશે. મોટી માત્રામાં રોકાણ કરવાની યોજના બનાવવાનું હાલ શરૂ કરી શકો છો.
કરિયરઃ- કામને લગતી મોટી તકો મળવાને લીધે ટાર્ગેટને પૂરો કરવો સરળ બનશે.
લવઃ- પાર્ટનર કે સંબંધો કરતા તમારે વધુ પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે.
હેલ્થઃ- ખભો જકડાઈ જવાની સમસ્યા રહી શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 7
--------------------------------
સિંહ THE HIEROPHANT
પરિવારના લોકોની સાથે ચર્ચા કરવા માટે કરવામાં આવેલ નિર્ણયને લીધે અનેક કઠિનાઈઓ દૂર કરવી શક્ય બનશે. મનમાં પેદા થઈ રહેલી એકલતા ધીરે-ધીરે દૂર કરવી શક્ય બનશે. રૂપિયાને લગતી ચિંતા દૂર કરવા માટે કોઈ વ્યક્તિ દ્વારા અચાનક મદદ મળી શકે છે.
કરિયરઃ- કામને લગતી જે ભૂલો થઈ છે તેને સુધારવાનો તમને મોકો મળી શકે છે.
લવઃ- લગ્નના નિર્ણયો લેતા પહેલાં પરિવારના લોકોના વિચારો જાણવા જરૂરી છે.
હેલ્થઃ- પગનો દુઃખાવો અને તાવની તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 3
--------------------------------
કન્યા THE HIGH PRIESTESS
તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજનાની ચર્ચા કોઈપણ વ્યક્તિ સાથે ન કરશો. બીજા લોકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ કોઈ આઈડિયાની મદદથી આપો. હાલના સમયમાં બેકારની વાતોથી પોતાને દૂર રાખીને માત્ર લક્ષ્ય પર જ ધ્યાન આપવાની જરૂર છે.
કરિયરઃ- કામને લગતો ઉત્સાહ ઓછો થવા લાગશે પરંતુ મહત્વપૂર્ણ કામને પૂરા કરવાનો પ્રયાસ કરી શકો છો.
લવઃ- સંબંધો અંગેને કોઈપણ પ્રકારનો નિર્ણય ન લઈ શકવાથી બેચેની રહે.
હેલ્થઃ- લો-બીપી અને સુગરની તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ-5
--------------------------------
તુલા TEN OF CUPS
પરિવારના લોકોની નારાજગીને દૂર કરવાની તક તમને મળશે. પરિવારને લગતી દરેક વાત અને દરેક જવાબદારી પર ધ્યાન આપવાનો તમે પ્રયાસ કરશો. જૂનું દેવું ઓછું થતું જોવા મળશે પરંતુ જીવનશૈલીમાં લાવવામાં આવેલ ફેરફારને લીધે ખર્ચ એટલો જ વધી શકે છે. આર્થિક વાતોને ગંભીરતાથી લેવાની જરૂર છે.
કરિયરઃ- કરિયરને લગતા નિર્ણય લેતા પહેલાં અનુભવી લોકોની સલાહ લેજો.
લવઃ- તમારા સ્વભાવમાં આવી રહેલાં ફેરફારને લીધે પાર્ટનરની ચિંતા દૂર થશે.
હેલ્થઃ- બાળકોના સ્વાસ્થ્યની તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 6
--------------------------------
વૃશ્ચિક QUEEN OF PENTACLES
દરેક વાતના મૂળમાં જઈને સમસ્યાઓનો હલ શોધવાનો તમે પ્રયાસ કરશો. લોકોથી પોતાને થોડા દૂર રાખીને તમે પોતાના જીવન પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરજો. જ્યાં સુધી મોટા લક્ષ્યને લગતી સ્પષ્ટતા ન લાગે ત્યાં સુધી કામની શરૂઆત બિલકુલ ન કરશો. હાલના સમયમાં આર્થિક ફાયદો સરળતાથી મળી શકે છે.
કરિયરઃ- કામની જગ્યાએ પ્રમોશન મળી શકે છે. પરંતુ નવી જવાબદારી પણ નિભાવવા માટે પોતાની જાતને તૈયાર રાખો.
લવઃ- સંબંધોમાં તમારા વિચારોને લીધે નકારાત્મકતા ચાલતી રહેશે.
હેલ્થઃ- બીપીની તકલીફ જટિલ બની શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 1
--------------------------------
ધન KING OF WANDS
તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયને લીધે અનેક લોકોની નારાજગીનો સામનો કરવો પડશે. તેમ છતાં તમે પોતાના નિશ્ચય પર અડી રહીને કામ કરતાં રહેવાનો પ્રયાસ કરો. મોટી માત્રામાં રૂપિયા કમાવાની ઈચ્છા ઝડપથી પૂરી થઈ શકે છે. માત્ર રૂપિયાની લાલચને મનમાં રાખીને કામ કરવું યોગ્ય નથી હોતું.
કરિયરઃ- કામની જગ્યાના લોકોથી કામને લગતી કોઈ વાત છુપાવવાનો પ્રયાસ ન કરો.
લવઃ- પાર્ટનરના સ્વભાવમાં વધતી જીદ્દ તમારી માટે તકલીફનું કારણ બની શકે છે.
હેલ્થઃ- શારીરિક નબળાઈનો અનુભવ થતો રહેશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 8
--------------------------------
મકર JUDGEMENT
આધ્યાત્મિક બાબતો તરફ વધી રહેલાં ઝૂકાવને લીધે માનસિક તકલીફને દૂર કરી શકવી તમારી માટે શક્ય બનશે. એકાંતમાં સમય વિતાવવાનો પ્રયાસ કરો. ત્યારે જ પોતાના વિચારોને સમજીને ફેરફાર લાવવો તમારી માટે આસાન રહેશે. પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા થયેલી ભૂલ સુધારવા માટે માનસિક રીતે તમારે સાથ આપવાની જરૂર છે. હાલના સમયમાં બની શકે એટલી લોકોની મદદ કરો.
કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળે. પરંતુ આર્થિક પક્ષને મજબૂત કરવો પણ એટલો જ જરૂરી રહેશે.
લવઃ- જે સંબંધને તમે દિલથી ઈચ્છતા હતા તે તમને ઝડપથી મળી શકે છે.
હેલ્થઃ- મહિલાઓના સ્વાસ્થ્યને લગતી જાગરુકતા દેખાડવાની જરૂર રહેશે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 9
--------------------------------
કુંભ FOUR OF SWORDS
વારંવાર જૂની વાતોનો વિચાર કરીને તમે પોતાને ઉદાસ બનાવી શકો છો. ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવોને લીધે ભવિષ્યને લગતી વાતોમાં પણ તમને નકારાત્મકતા લાગી શકે છે. જે વાતોને લીધે તમને તણાવ લાગી રહ્યો છે એવી વાતોથી પોતાને દૂર રાખીને આરામ કરવા પર ધ્યાન આપો.
કરિયરઃ- રૂપિયાને લગતા કોઈપણ નિર્ણય લેતી વખતે જે વ્યક્તિની સાથે તમે કામ કરી રહ્યાં છો તેના વિચારોને જાણવા તમારી માટે જરૂરી છે.
લવઃ- જૂના સંબંધોમાં સુધારો આવી શકે છે.
હેલ્થઃ- સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ પેદા થઈ શકે છે, સચેત રહેવું.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 9
--------------------------------
મીન SIX OF CUPS
પરિવાર માટે કોઈ મોટી ખરીદી કરવી તમારી માટે શક્ય બનશે. કોઈ વ્યક્તિ દ્વારા સરપ્રાઈઝ મળી શકે છે. ઘરની સજાવટમાં લાવવામાં આવેલ ફેરફારને લીધે અપેક્ષાથી વધુ ખર્ચ થશે. તમારા દ્વારા કરવામાં આવેલ દરેક કાર્ય દ્વારા તમને માનસિક પ્રસન્નતા પ્રાપ્ત થશે.
કરિયરઃ- કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા લોકોને નવા કામ મળી શકે છે.
લવઃ- પાર્ટનર્સે એક-બીજા સાથે મળીને સંબંધોને ઠીક રાખવાનો પ્રયાસ કરવો.
હેલ્થઃ- સુગરને લગતી તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 4
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.