• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Taurus Natives Can Increase Their Purchases And New Investments Due To The Increase In Rupee Income, They Will Get Rid Of Life's Problems

શુક્રવારનું ટેરોકાર્ડ રાશિફળ:વૃષભ જાતકોને રૂપિયાની આવક વધવાથી ખરીદી અને નવું રોકાણ વધારી શકે છે, જીવનની તકલીફોથી છુટકારો મળશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ THREE OF PENTACLES

ભવિષ્યને લગતી બનાવવામાં આવેલી યોજના પર ફરીથી વિચાર કરીને કેટલાક બદલાવ કરવાની તમારી તૈયારી હશે. લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલ સલાહ પર ધ્યાન જરૂર આપો. જેના લીધે થનારા વધુ પડતા ખર્ચને ટાળવા કે રૂપિયાને લગતા થનારા નુકસાનને ટાળી શકાય છે. પરિવારમાં કોઈની મદદ મળવાથી કોઈ સમસ્યાનો હલ મળી જશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ દરેક બાબત પર ઝીણવટપૂર્વક ધ્યાન આપો.

લવઃ- રિલેશનશીપને લગતા નિર્ણય લેવા માટે હજી સમય લાગશે.

હેલ્થઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીથી છુટકારો મળી શકે. શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

-----------------------------

વૃષભ ACE OF PENTACLES

રૂપિયાની આવક વધતી જોવા મળે જેના કારણે મોટી ખરીદી વિશે વિચાર કરી શકો છો. ભવિષ્ય માટે રોકાણ કરી શકો છો. જીવનમાં કોઈ પ્રકારની શરૂઆત પણ કરી શકો છો. સંબંધોમાં ફેરફાર આવી શકે છે અને મોટાભાગની તકલીફવાળી બાબતોથી છુટકારો મળી શકે છે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ માટે કરવામાં આવેલ પ્રયાસમાં સફળતા મળશે.

લવઃ- લગ્ન સંબંધોમાં પ્રેમ વધતો રહેશે.

હેલ્થઃ- પેટ દર્દની સમસ્યા વધી શકે છે. શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

-----------------------------

મિથુન ACE OF WANDS

જે વિચારોને લીધે તમે પોતાની માટે અડચણરૂપ બની રહ્યાં હતાં, તે બદલવા લાગશે. પોતાની અંદર વિશ્વાસ અને હિંમત વધવાને લીધે કેટલીક બાબતોમાં રિસ્ક લઈને નિર્ણયને અમલમાં લાવવાનો તમે પ્રયાસ કરશો. હાલના સમયમાં લોકો પાસે અપેક્ષા રાખવી યોગ્ય નથી.

કરિયરઃ- કરિયરને શ્રેષ્ઠ બનાવવાની તક તમને મળશે.

લવઃ- રિલેશનશીપની નવી શરૂઆત થઈ શકે છે.

હેલ્થઃ- સ્વાસ્થ્યમાં સુધારો લાવવા પ્રયત્ન વધારાવાની જરૂર છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 2

-----------------------------

કર્ક QUEEN OF WANDS

જૂની વાતો વિશે વિચાર કરીને તમને માનસિક તકલીફ થઈ શકે છે. આજના દિવસે માનસિક અવસ્થાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખુલ્લી હવામાં સમય વિતાવવાનો પ્રયાસ કરો. મહત્વપૂર્ણ નિર્ણય આજે લેવાનું ટાળજો.

કરિયરઃ- પોતાના કામને શ્રેષ્ઠ બનાવવા માટે જે સ્કિલ્સની જરૂર છે તેમાં પારંગત બનો.

લવઃ- રિલેશનશીપમાં કોઈ ફેરફાર ન કરી શકવાને લીધે નિરાશ થઈ શકો છો.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવો તકલીફ આપશે. શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

-----------------------------

સિંહ SEVEN OF WANDS

દિવસની શરૂઆતમાં કેટલીક વાતો કઠિન લાગશે, પરંતુ તેનો માર્ગ તમને મળી જવાથી તમારે વધુ મહેનત કરવાની જરૂર રહેશે. લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોને કારણે તમારી અંદર ક્રોધ વધી શકે છે. નકારાત્મક વિચારોવાળા લોકોથી દૂર રહેજો.

કરિયરઃ- કરિયર સાથે જોડાયેલી કોઈ બાબતમાં ફેરફાર લાવતા પહેલાં લોકો સાથે ચર્ચા કરો.

લવઃ- રિલેશનશીપ ખરાબ રહેવાથી તમને આખો દિવસ ગુસ્સો રહેશે.

હેલ્થઃ- પેટદર્દ અને પેટને લગતું ઈન્ફેક્શન વધી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

-----------------------------

કન્યા SEVEN OF SWORDS

પોતાની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની જરૂર છે. લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલાં વિરોધને સમજીને સાચા-ખોટાનો નિર્ણય કરો. પરિવારનો સાથ મહત્વનો રહેશે. એટલે ભવિષ્ય સાથે જોડાયેલ કોઈપણ યોજના બનવતી વખતે તેમના વિચારોને પ્રાધાન્ય આપો.

કરિયરઃ- બીજા વ્યક્તિની મદદ કરતી વખતે પોતાના કામને અવોઈડ ન કરો.

લવઃ- રિલેશનશીપમાં ધીમે-ધીમે ચેન્જ આવશે.

હેલ્થઃ- ખોટી ખાણી-પીણીને લીધે સ્વાસ્થ્યને તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

-----------------------------

તુલા STRENGTH

તમારી ઈચ્છા શક્તિ વધી રહી છે જેના કારણે મોટી સમસ્યાઓનું સમાધાન પોતે જ પોતાના પ્રયત્નો દ્વારા કરી શકો છો. મનમાં પેદા થઈ રહેલ અહંકાર અને ગુસ્સાને કંટ્રોલમાં રાખવાની જરૂર છે. કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે તેમની લાગણીઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કામને લગતી મહત્વપૂર્ણ વ્યક્તિ દ્વારા મળેલી મદદથી પ્રગતિ થઈ શકે છે.

લવઃ- સંબંધોને મધુર બનાવવા પાર્ટનર સાથે સુમેળ રાખો.

હેલ્થઃ- વાળની સમસ્યાને લીધે તમને ચિંતા થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

-----------------------------

વૃશ્ચિક THE WORLD

કામની ગતિને વધારીને નવા લક્ષ્ય પ્રાપ્ત કરવા તમે પ્રયત્ન કરશો. યોગ્ય લોકોની સાથે જોડાઈ રહેવાને લીધે દરેક લક્ષ્ય પ્રત્યે સજાગ રહેશો. તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવવાની જરૂર છે. આળસથી પોતાની જાતને દૂર રાખીને મહેનત અને પ્રયાસોમાં સાતત્ય જાળવી રાખો.

કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલ કામોમાં તમને યશ મળી શકે છે.

લવઃ- લગ્નને લગતા નિર્ણય લેવાથી પરિવારમાં ખુશીઓ વધી શકે છે.

હેલ્થઃ- મહિલાઓને કોઈ ઈન્ફેક્શનની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 6

-----------------------------

ધન TWO OF CUPS

લોકોની સાથે સુધરતાં સંબંધોને લીધે તમારી માનસિક અવસ્થામાં સુધારો થશે. દરેક વ્યક્તિને જોવાનો અલગ દ્રષ્ટિકોણ દરેક વ્યક્તિ સાથે સંબંધને ગાઢ બનાવી શકે છે. જૂના લોકોની ભૂલોને માફ કરવાનો તમે પ્રયાસ કરજો.

કરિયરઃ- કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરનારાને નવું કામ મળે પણ તેનાથી ફાયદો કેટલો મળે છે તેનો વિચાર કરજો.

લવઃ- પાર્ટનર દ્રારા મળી રહેલાં કમિટમેન્ટને લીધે નકારાત્મકતા દૂર થશે.

હેલ્થઃ- શારીરિક નબળાઈને લીધે બેચેની રહી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

-----------------------------

મકર FIVE OF SWORDS

સમય પ્રમાણે કામને પૂરું કરી શકવું આજના દિવસે કઠિન લાગશે. અડચણો ન હોવા છતાં વારંવાર ધ્યાન કામથી હટી જવાથી કામની ગતિ ધીમી પડી શકે છે. દસ્તાવેજોને લગતી કોઈપણ ભૂલ તમારાથી ન થાય તેનું ધ્યાન આપજો. કિંમતી વસ્તુઓની દેખભાળ કરો.

કરિયરઃ- સરકારી નોકરી સાથે જોડાયેલ લોકોને કામની જગ્યાએ સતર્ક રહેજો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે બીજા લોકોને લીધે વિવાદ થઈ શકે છે.

હેલ્થઃ- પગમાં સોજો કે દુઃખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

-----------------------------

કુંભ THE SUN

જે વાતોને લીધે મનને પ્રસન્નતા મળે છે માત્ર એ વાતો પર જ ધ્યાન આપીને ઊર્જાને હકારાત્મક રાખવાનો પ્રયાસ કરજો. પરિવારના નાના સદસ્યોને લીધે મનમાં પેદા થઈ રહેલી નકારાત્મકતાને દૂર કરી શકાય છે. બાળકોને ટાઈમ આપવાનો પ્રયાસ કરો ત્યારે જ બાળકો સાથે સંબંધ મજબૂત રહી શકે છે.

કરિયરઃ- નવો વેપાર જેમને શરૂ કર્યો છે તેમને શરૂઆતથી જ સારો લાભ મળશે.

લવઃ- સંબંધોને મધુર રાખવા પાર્ટનર સાથે ચર્ચા કરો.

હેલ્થઃ- બાળકોને શરદી-ખાંસીની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

-----------------------------

મીન THE HANGEDMAN

જીવનમાં જે વાતોમાં સ્થિરતા પ્રાપ્ત થઈ રહી છે એમાં કોઈપણ પ્રકારનો ફેરફાર લાવવાની ભૂલ ન કરો. પરિવારના લોકોની નારાજગીને સમજીને તેને દૂર કરવાનો પ્રયાસ કરો. મનમાં પેદા થઈ રહેલી એકલતાને દૂર કરવા લોકોની સાથે સમય વિતાવો, પરંતુ લોકોની પરખ કરી લેજો.

કરિયરઃ- વૈદકીય ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને ઉચ્ચ શિક્ષણની તક મળશે.

લવઃ- પાર્ટનર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોથી તમારા વ્યક્તિગત જીવનમાં ફેરફાર આવશે.

હેલ્થઃ- શરીર પર લાગેલ ઘાવને રિકવર થવામાં સમય લાગી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 6