• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Taurus Libra Natives Offer Yellow Or White Gulal To Venus And Shivlinga, Leo Natives Offer Red, Yellow And Saffron Gulal To Shivalinga

8 માર્ચે ભગવાનને ગુલાલ ચઢાવીને દિવસની શરૂઆત કરો:હોળીમાં રાશિ સ્વામીને પ્રસન્ન કરો; વૃષભ-તુલા રાશિએ શિવલિંગ પર પીળો, શનિદેવને વાદળી રંગનો ગુલાલ ચઢાવવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે એટલે કે 7 માર્ચ અને કાલે એટલે કે 8 માર્ચના રોજ પંચાંગ ભેદને કારણે બે દિવસ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ધુળેટી રમતાં પહેલાં ભગવાનને ગુલાલ ચઢાવવાની પરંપરા છે. આ પરંપરા પૌરાણિક સમયથી ચાલી આવે છે. આ તહેવાર પૂજા અને ભક્તિની દૃષ્ટિએ પણ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે રાશિ પ્રમાણે કરવામાં આવતી પૂજાથી કુંડળીના દોષોને દૂર કરી શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનો રંગો સાથે ઊંડો સંબંધ છે. હોળી રમતાં પહેલાં તમારી રાશિના સ્વામીને રાશિ પ્રમાણે રંગ અર્પણ કરવો જોઈએ. જાણો તમામ 12 રાશિ માટે શુભ રંગ, જે ભગવાનને અર્પણ કરી શકાય છે.

મેષ-વૃશ્ચિક રાશિ

આ બંને રાશિના સ્વામી મંગળ ગ્રહ છે. મંગળનો રંગ લાલ હોય છે. આ માટે ધુળેટીની સવારે મંગળદેવની મૂર્તિની પૂજા કરો અને લાલ ગુલાલ, લાલ મસૂર, લાલ કપડું, લાલ ફૂલ ચઢાવવાં. જો મંગલદેવની મૂર્તિ ન હોય તો શિવલિંગ ઉપર પણ લાલ ગુલાલ ચઢાવી શકાય છે, કારણ કે આ ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે.

વૃષભ- તુલા રાશિ

આ બંને રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહ સૌથી તેજસ્વી ગ્રહ છે. હોળી પર શુક્ર ગ્રહને પીળો કે સફેદ ગુલાલ ચઢાવવાનું મહત્ત્વ છે. શિવલિંગ પર પીળા-સફેદ ગુલાલ પણ ચઢાવી શકાય છે.

મિથુન-કન્યા રાશિ

આ બંને રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. બુધનો રંગ લીલો છે. બુધની પૂજા કરો અને લીલો ગુલાલ ચઢાવવો. તો આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી બુધ ગ્રહના દોષોને પણ દૂર કરી શકાય છે. ભગવાન ગણેશની પૂજા કરો અને દુર્વા અર્પણ કરો.

કર્ક રાશિ :
આ રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહ છે. ચંદ્ર ગ્રહનો રંગ સફેદ હોય છે. શિવની પૂજા કરવાથી આ ગ્રહના દોષને દૂર કરી શકાય છે. આ દિવસે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવવું અને સફેદ ગુલાલ, અબીલ ચઢાવવાં.

સિંહ રાશિ :

આ રાશિ સૂર્ય ગ્રહની છે. દિવસની શરૂઆત સૂર્યદેવને જળ અર્પણ કરીને કરો. સૂર્યદેવને લાલ, પીળો અને કેસરી ગુલાલ ચઢાવવો. આ રંગોનો ગુલાલ પાણીમાં નાખીને તમે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી શકો છો.

ધન-મીન રાશિ

આ રાશિનો સ્વામી દેવ ગુરુ છે. આ રાશિના જાતકોએ શિવલિંગ પર પીળો રંગ ચઢાવવો જોઈએ. આ ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં પણ કરવામાં આવે છે.

મકર-કુંભ રાશિ :

આ રાશિઓના સ્વામી શનિદેવ છે. શનિદેવને વાદળી રંગ વિશેષ પ્રિય છે, એને નીલવર્ણ પણ કહેવામાં આવે છે, એટલા માટે શનિદેવને વાદળી રંગનો ગુલાલ ચઢાવવો અને તેલથી અભિષેક કરો.