ટેરો રાશિફળ 2021:મેષથી મીન રાશિ સુધી; નવું વર્ષ તમારા કરિયર, પરિવાર અને સ્વાસ્થ્યના મામલે કેવું રહેશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેરો કાર્ડ્સ પ્રમાણે રાશિ પ્રમાણે કઇ વાતોનું ધ્યાન રાખવું, શું કરવું અને શું ન કરવું તે જાણો. ટેરો કાર્ડ્સ પ્રમાણે નવા વર્ષ 2021માં મેષ, મિથુન, વૃશ્ચિક, ધન, મીન રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું પડશે. નાની બેદરકારી પણ નુકસાનદાયક રહી શકે છે. અન્ય રાશિઓ માટે આ વર્ષ લાભદાયક રહેશે. ટેરો રીડર પ્રણિતા દેશમુખના જણાવ્યા પ્રમાણે બારેય રાશિ માટે નવું વર્ષ 2021 કેવું રહી શકે છે...

મેષઃ- WHEEL OF FORTUNE

આ વર્ષની શરૂઆતના થોડા દિવસો તમારા માટે થોડા મુશ્કેલ રહી શકે છે, પરંતુ બીજા મહિનાથી તમને તરત પ્રગતિ જોવા મળશે. પરિવાર સાથે તમારા સંબંધ સારા રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં વિવાદથી તમને છુટકારો મળી શકે છે. વ્યક્તિગત જીવનમાં સફળતા અને પ્રગતિ બંને સરળતાથી પ્રાપ્ત થશે. મિત્ર-પરિવાર સાતે સંબંધ વધારે ગાઢ થવા લાગશે. વર્ષના મધ્ય સુધી તમને નોકરીમાં પ્રગતિ પણ પ્રાપ્ત થશે. જે સ્થાને તમે પહોંચવા માંગો છો, ભલે તે તે સ્થાને પહોંચી શકો નહીં પરંતુ આર્થિક પ્રગતિ તમને જરૂર જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ જ લાભદાયક રહેશે. યુવાઓને નવી વાતો શીખવા મળી શકે છે. વડીલોને પરિવારને લગતાં અને બાળકોને લગતાં વિવાદ ઓછા થશે. કળા સાથે જોડાયેલાં વ્યક્તિઓને વિશેષ સન્માન વર્ષના અંત સુધી પ્રાપ્ત થઇ શકે છે.

કરિયરઃ- એન્જીનિયરિંગ કે ટેક્નિકલ કાર્યોમાં પ્રગતિ જોવા મળશે. અત્યાર સુધી જે આર્થિક અસ્થિરતા તમને નોકરીમાં જોવા મળી રહી હતી, તે દૂર થવા લાગશે. એપ્રિલ પછી નોકરીમાં પ્રમોશન કે મનગમતી નોકરી મળવાની સંભાવના છે.

વ્યવસાયઃ- વેપારને લગતી વાતોમાં તમારા કાગળિયાઓને યોગ્ય રીતે વાંચીને જ કામને આગળ વધારો. તમારી ભૂલના કારણે તમારું જ આર્થિક નુકસાન અને કાયદાને લગતી તકલીફ થઇ શકે છે.

પરિવારઃ- અત્યાર સુધી રહેલાં તણાવને પરિવારના બધા વ્યક્તિ મળીને દૂર કરવાની કોશિશ કરશે. પ્રોપર્ટીને લગતી વાતો કાયદાની મદદે દૂર થવા લાગશે. પરિવારના અંગત વ્યક્તિઓ સાથે સંબંધ સારા રહેશે અને જે લોકો તમારાથી થોડા દૂર રહે છે તેમની સાથે પણ સારા સંબંધ જળવાયેલાં રહેશે. તમારા થોડા નિર્ણયોના કારણે પરિવારની તમારા ઉપર નજર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી વાતો આ વર્ષે મિશ્ર ફળદાયી રહેશે. છતાંય તમારા શરીરમાં વધતી ગરમી અને પેટની તકલીફ તરફ ધ્યાન આપવાની જરૂરિયાત છે. સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ ઊભી થઇ શકે છે.

પ્રેમ અને લગ્નજીવનઃ- કુંવારા લોકોના વર્ષની શરૂઆતમાં લગ્ન નક્કી થઇ શકે છે. એટલે લગ્નને લગતી કોશિશને આગળ વધારો અને તમારા મિત્ર પરિવાર દ્વારા કોઇ સાથે થયેલો પરિચય રિલેશનશિપમાં કે લગ્નના નિર્ણયમાં ફેરવાઇ શકે છે.

ફાયનાન્સઃ- આ વર્ષ જેટલું વધારે ફાયદો આપશે તેટલો જ ખર્ચ પણ વધારી શકે છે. વધારે મોજ-મસ્તી ઉપર ધ્યાન ન આપીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની કોશિશ કરો. આ વર્ષે મોટું રોકાણ કરી શકવું તમારા માટે સરળ નથી.

ટિપ્સઃ- ઘરમાં પોઝિટિવ ઊર્જાનો પ્રભાવ જાળવી રાખવા માટે કપૂર અને લવિંગ પ્રગટાવો.

ઘરમાં પોતુ મારતી વખતે પાણીમાં મીઠું મિક્સ કરવું.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

-------------------------

વૃષભઃ- JUDGEMENT

ગયા વર્ષના અંતથી જ તમને અનેક બાબતે પ્રગતિ જોવા મળી રહી છે આ બાબત આ વર્ષે પણ આગળ પણ શરૂ રહેશે. વર્ષના મધ્ય સુધી પરિસ્થિતિ તમારા પૂર્ણ પક્ષમાં રહેશે. એટલે વધારે મહેનત કરીને જે તમે મેળવવા માંગો છો તેને મેળવવાની કોશિશ કરો. તમારા વિચારોમાં વિશેષ ફેરફાર દેખાવાના કારણે તમને તમારી પર્સનાલિટીમાં પણ પોઝિટિવ ફેરફાર જોવા મળશે. યુવા વ્યક્તિ જે રાજકારણમાં જવાનું ઇચ્છે છે તેમના માટે આ વર્ષ મહત્ત્વપૂર્ણ છે. મેડિકલને લગતાં ક્ષેત્રમાં પણ વિશેષ પ્રગતિ જોવા મળી શકે છે.

કરિયરઃ- મેડિકલ ક્ષેત્રના વ્યક્તિ પોતાની બધી મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સફળ રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવવાના કારણે તમને તમારા કામ અંગે પ્રગતિ સળતાથી પ્રાપ્ત થશે. વિદેશમાં રહેતાં વ્યક્તિઓ માટે આ વર્ષ લાભદાયી રહેશે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાયને નવું સ્વરૂપ આપવું આ વર્ષે સરળ રહેશે. જો તમે ફેશનને લગતો વ્યવસાય કરવા માગો છો તો તમારી ક્ષમતાથી વધારે રૂપિયાનું રોકાણ કરવું પડી શકે છે, પરંતુ તેનો ફાયદો પણ તમને તરત જોવા મળશે.

પરિવારઃ- પરિવારમાં નવા સભ્યના આવવાથી વાતાવરણ સુખમય રહેશે. બાળકો ઉપર ધ્યાન આપવાની કોશિશ કરો. માતા-પિતા અને બાળકોની વચ્ચેના સંબંધ સુધરવા લાગશે.

સ્વાસ્થ્યઃ- આ વર્ષ કફ અને શરદીને લગતી સમસ્યાઓ વધી શકે છે. વધારે ચિંતાના કારણે માનસિક તણાવનો સામનો પણ થશે. તમારા મનને સ્થિર જાળવી રાખવા માટે મેડિટેશન કરવું તમારા માટે જરૂરી રહેશે.

પ્રેમ અને લગ્નજીવનઃ- યુવાઓને પ્રેમ લગ્ન માટે પરિવારની મંજૂરી પ્રાપ્ત થશે. પતિ-પત્નીમાં સંબંધ સુધરવાના કારણે પરિવારમાં સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે. કુંવારા લોકોને મનગમતાં સાથીને મળવાની સંભાવના છે.

ફાયનાન્સઃ- આ વર્ષે તમારી આર્થિક પરિસ્થિતિ ઠીકઠાક રહેશે. તમારી ઉપર રહેલાં દેવાને ઉતારવું તમારા માટે સરળ રહેશે. કોઇ મોટું રોકાણ કરી શકવું તમારા માટે અસંભવ રહેશે.

ટિપ્સઃ-ચાંદીના લોટામાં પાણી લઇને શિવજીને ચઢાવો, તેનાથી તમારી તકલીફ દૂર થશે.

સ્વાસ્થ્યને ઠીક કરવા માટે અને કામમાં પ્રગતિ જોવા માટે સૂર્યની ઉપાસના કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

-------------------------

મિથુનઃ- THE TOWER

નવા વર્ષની શરૂઆતમાં તમારે અમુક માનસિક તકલીફનો સામનો થઇ શકે છે પણ તેની ઊંડી અસર તમારા પર નહીં થાય. પરંતુ બેચેનીને કારણે થતી ઘટનાનો આનંદ લેવો તમારા માટે કઠિન હોઈ શકે છે. વર્ષના મધ્ય બાદ તમને પ્રગતિ દેખાશે. આ વર્ષ તમને જીવન સંબંધિત ઘણો મોટો પાઠ ભણાવી શકે છે માટે નકારાત્મક વિચારથી દૂર રહીને સ્થિતિ તમને જે પણ શીખવી રહી છે તેને શીખીને આગળ વધો. નજીકના સંબંધોમાં ફેરફાર થવાને કારણે તમને થોડા દિવસ એકલું પણ લાગી શકે છે, પણ નવા લોકો સાથે સંબંધ બાંધવા પણ તમારા માટે સંભવ હશે.

કરિયર: તમારા કરિયરમાં પોઝિટિવ ફેરફાર થોડી કઠણાઈમાંથી પસાર થયા પછી જ દેખાશે. માટે કામ સંબંધિત જે પણ કઠણાઈ આવી રહી છે, તેનો સામનો કરો. તમારી ઈચ્છાશક્તિને વધુ પ્રબળ બનાવીને તમે લક્ષ્યની પ્રાપ્તિ કરી શકો છો. આ વર્ષે તમને દરેક વસ્તુ અથાગ પરિશ્રમ બાદ જ મળશે માટે મહેનત કરવાની તૈયારી રાખવી જરૂરી હશે.

વ્યવસાય: વ્યવસાય સંબંધિત અત્યાર સુધી થયેલા નુકસાનને દૂર કરવું જ તમારું એકમાત્ર ધ્યેય હોવું જોઈએ. વ્યવસાય સંબંધિત વાતોમાં વધારે જાણકારી અથવા તેના માર્કેટિંગ માટે નવા રસ્તા શોધવા તમારા માટે જરૂરી હશે. નવો બિઝનેસ શરૂ કરવા સમયે તેને ભાગીદારીમાં ન કરો. ભાગીદારીમાં બંને પક્ષ વચ્ચે પારદર્શકતા રાખવી ઘણી જરૂરી છે જેના દ્વારા એકબીજા પર ભરોસો કરવો સરળ થઇ શકે.

પરિવાર: પરિવારનું કોઈ વ્યક્તિ પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરશે જેને કારણે પરિવારમાં થોડા દિવસ અશાંતિ બની રહેશે પણ સંબંધો ફરી ઠીક થવા લાગશે. પરિવારના બધા વ્યક્તિઓએ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવાની જરૂર રહેશે. જૂન પછી પરિવાર સંબંધિત વાતોમાં પ્રગતિ જોવા મળશે અને સુખ શાંતિ વાળો માહોલ પણ બની રહેશે .

સ્વાસ્થ્ય: આ વર્ષે તમારે શારીરિક સ્વાસ્થ્યથી વધુ માનસિક સ્વાસ્થ્યને ઠીક કરવા માટે વધારે પ્રયત્ન કરવાના રહેશે. તમારી મરજી વિરુદ્ધ થઇ રહેલી ઘટનાઓ તમારા સ્વાસ્થ્ય પર નેગેટિવ રીતે પ્રભાવ પાડી શકે છે. માટે ખુદને ઇમોશનલી સ્ટ્રોંગ રાખવા પ્રયત્ન કરો. શરીરમાં થઇ રહેલા ઇન્ફેક્શનને દૂર રાખવા સાત્વિક આહાર અને યોગ્ય ડોક્ટરની મદદથી તમને બદલાવ દેખાશે. યોગના માધ્યમથી પણ તમને ઉચિત પરિણામ પ્રાપ્ત થશે.

પ્રેમ અને દાંપત્ય: પતિ પત્ની વધારે મેચ્યોરિટી સાથે રિલેશન સંબંધિત વાતને ઠીક કરવા પ્રયત્ન કરશે. પરિવારને જોડીને રાખવાની તમારી ટ્રાય સફળ રહેશે. અમુક લોકોને આર્થિક જવાબદારીને કારણે પરિવારથી વધુ સમય દૂર રહેવું પડી શકે છે.

ફાયનાન્સ: અત્યાર સુધી લીધેલી લોનને ભરપાઈ કરવી આ વર્ષે સંભવ થશે તેમ છતાં આર્થિક વાતોમાં વધુ અવેરનેસ રાખી અત્યારસુધીની બધી ભૂલોને સુધારવાની ટ્રાય કરતા રહો. જો તમે પૈસા પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરવા ઈચ્છો છો તો જમીન સંબંધિત થયેલા વ્યવહારમાં તમને આર્થિક લાભ થશે.

ટિપ્સ: લોકો દ્વારા મળતી નેગેટિવ એનર્જીને દૂર રાખવા માટે લવિંગને પીળા કપડામાં લપેટીને પોતાની પાસે રાખો. ઘરમાં સવાર સાંજ તેજપત્તા કપૂર સાથે સળગાવવાથી પોઝિટિવ એનર્જીનો પ્રભાવ બની રહેશે અને તકલીફોને દૂર કરવા માટે માર્ગ મળશે.

શુભ રંગ: પીળો

શુભ અંક: 4

-------------------------

કર્ક:- FOUR OF PENTACLES

કર્ક રાશિ માટે આ વર્ષ વધારે લાભકારક રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી હોવાને લીધે નવી પ્રોપર્ટી લેવું શક્ય બની શકે છે. રૂપિયા સંબંધિત તકલીફો દૂર થતા તમે અન્ય વાત પર સારી રીતે ધ્યાન આપી શકશો. આ વર્ષે તમારે અચાનક પ્રવાસ પણ થઈ શકે છે. વિદેશમાં નામ અને રૂપિયા બંને કમાવવા તમારા માટે સરળ બનશે. વર્ષની શરુઆતના 2 મહિના દરમિયાન યુવાનોને માનસિક તકલીફ થઇ શકે છે. એ પછીનો સફર સફળતાથી ભરેલો હશે.

કરિયર:વિદ્યાર્થીઓ તેમને મનગમતા ક્ષેત્ર સાથે જોડાયેલા રહેશે અને તે સંબધિત જવાબદારી અને તક મળશે. નોકરીની જગ્યાએ આર્થિક લાભ થઈ શકે છે અને કામ સંબંધિત અવોર્ડ પણ મળી શકે છે.

વ્યવસાય: વ્યક્તિગત જીવનના બિનજરૂરી ખર્ચ ના થવાને લીધે રૂપિયા નિવેશ કરી શકો છો. મિત્ર કે સંબંધી દ્વારા વેપારમાં મદદ થઈ શકે છે. ફ્રીલાન્સર પોતાનું કામ વિદેશમાં ફેલાવી શકે છે. વિદેશના ધંધામાં વધારે ફાયદો દેખાશે.

પરિવાર: કુટુંબમાં કઈ વ્યક્તિ પર કેટલો વિશ્વાસ મૂકવો તેની જાગૃકતા આવશે. નાના ભાઈ કે બહેનનો સપોર્ટ મળશે. માતા-પિતા સાથેના સંબંધ મધુર બનશે. પરિવારની નવી જવાબદારીઓ મળી શકે છે તેને લીધે લોકોનો તમારા પર વિશ્વાસ પણ વધશે.

સ્વાસ્થ્ય: પોતાના સૌંદર્ય અને શારીરિક સ્વાસ્થ્ય માટે વધારે ધ્યાન રાખવું પડશે. શારીરિક તકલીફો દૂર થતા રાહત મળશે. ખાણીપીણી અને જીવનશૈલીમાં સારો ચેન્જ આવી શકે છે. વજન ઓછું કરવા પર વધારે ધ્યાન આપવું પડશે.

પ્રેમ અને દાંપત્ય: પરણ્યા ના હોય તેવા લોકોના લગ્ન મે મહિના સુધી નક્કી થઈ શકે છે કે લગ્ન સંબંધિત કોઈ નિર્ણય આગળ વધી શકે છે. પતિ-પત્ની મળીને બાળકોની તકલીફનું નિવારણ લાવી શકશે. સંબંધીઓ સાથે થોડા દૂર રહેવું જ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારું રહેશે.

ફાયનાન્સ: તમને મળતા પૈસા ટકશે જેને લીધે મોટું રોકાણ કરવું શક્ય બનશે. જે લોકો પર લોન છે તેમણે રોકાણ અને લોન ભરવામાં સંતુલન રાખવું. આર્થિક પ્રગતિને લીધે આત્મવિશ્વાસ વધશે. જે તમને દરેક પ્રકારની તકલીફ દૂર કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

ટિપ્સ: તમારા લક્ષ્યને ધ્યાનમાં રાખીને દિવસની શરુઆત કરો.

સવારે સૂર્યપ્રકાશમાં 10-15 મિનિટ ચાલવાથી પોઝિટિવ ઊર્જા મળશે. સૂર્ય અને શિવ બંનેની ભક્તિ લાભકારક રહેશે.

શુભ રંગ: લાલ

શુભ નંબર: 5

-------------------------

સિંહ:- NINE OF PENTACLES

આ વર્ષે તમને વ્યક્તિગત જીવનમાં પ્રગતિ થવાની સાથે આધ્યાત્મિકમાં પણ પ્રગતિ દેખાશે. ભૌતિક સુખ પ્રાપ્ત કરવાની તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. જેને લીધે તમે આધ્યાત્મિક તરફ વધારે વળશો. પરિવારની મહિલાઓને બાળકોની ચિંતા થઈ શકે છે પરંતુ તમે એમને માર્ગદર્શન આપી શકો છો અને તેમને મદદ કરીને ધ્યાન રાખી શકો છો. આ વર્ષે દરેક કામમાં પ્રગતિની સાથે તમારે ઘણી પરીક્ષાઓ પણ આપવી પડશે. આથી કોઈ પણ નાની વાતથી હાર ના માનો.

કરિયર: ફાયનાન્સ સાતેહ જોડાયેલા લોકો માટે આ વર્ષે ખાસ રહેશે. બેકિંગ ક્ષેત્રે કામ કરતી મહિલાઓને ઉચ્ચ પદ મળશે. નોકરી કરતા લોકોને તેમના કામમાં રસ વધવાથી માનસિક અને આર્થિક શાંતિ મળશે.

વ્યવસાય: બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આગળનું વિચારીને કામ કરવું પડશે. ધંધામાં કોઈની પર પણ તરત વિશ્વાસ ના મૂકો. હાલ જે ધંધો ચાલુ હોય તેમાં ચેન્જ કરવાને બદલે સ્થિર કરવાની જરૂર છે.

પરિવાર: મહિલાઓ પર પરિવાર સંબંધિત જવાબદારીઓનો બોજ વધી શકે છે. કામની વ્યસ્તતાને લીધે પોતાના માટે ટાઈમ નહિ કાઢી શકો. પરિવાર સાથે સમય પસાર કરવાનો વધારે સમય મળશે.

પ્રેમ અને દાંપત્ય: તમારા પાર્ટનરને તમારી વધારે જરૂર પડશે અને તેમનો આત્મવિશ્વાસ અને પ્રેરણા તમે બનશો. પાર્ટનર સાથે વધારે વાતચીત કરવી જરૂરી છે. યુવાનોને તેમની કામની જગ્યાએ જીવનસાથી મળી શકે છે. બેબી પ્લાનિંગ વિચારતા હોવ તો આ વર્ષે તે શક્ય બની શકે છે.

ફાયનાન્સ: નોકરી કરનારા લોકોને બોનસ કે ધંધો કરતા લોકોને મોટો ફાયદો થતા આર્થિક આવક વધશે. આ પૈસાનું રોકાણ કરીને બીજી કોઈ તક શોધવાના પ્રયત્ન કરો. દરેક પ્રકારની આર્થિક સમસ્યાથી છૂટકારો મળશે.

ટિપ્સ: લેવેન્ડર ઓઈલના ઉપયોગથી તમને એન્કઝાયટી અને ઊંઘ સંબંધિત તકલીફમાંથી છૂટકારો મળી શકે છે.

દર ગુરુવારે પીળા રંગની કોઈ વસ્તુનું દાન કરવાથી લાભ થશે.

શુભ રંગ: મરુન

શુભ નંબર: 3

-------------------------

કન્યાઃ- THE EMPEROR

આ વર્ષ તમારા માટે ફળદાયી રહેશે. પરિવાર સંબંધિત કેટલીક જવાબદારી તમારા માથે લેવી પડે છે, જેને લીધે તમારે વધારે મહેનત કરવી પડશે. આ મહેનત દ્વારા તમને માનસિક સમાધાન મળશે. વર્ષની શરૂઆતમાં પૈસાની આવક વધશે. ઉધારીના પૈસા પરત મળી શકે છે. તમારા મહેનતી સ્વભાવને લીધે તમે નોકરી અને પરિવારમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકશો. વધતી ઉંમર સાથે તમારી પ્રતિભા પણ વધશે. પોતાના અનુભવોનો ઉપયોગ કરી તમે અન્ય લોકોના માર્ગદર્શક બની શકો છો, પરંતુ કારણ વગર કોઈને માર્ગદર્શન આપવું નહિ.

પરિવારઃ પરિવારના દરેક વ્યક્તિને ખુશ રાખવાની તમારી જીદ તમને દુ:ખ પહોંચાડી શકે છે. તમારે તમારા સ્વભાવમાં ફેરફાર લાવવાની જરૂર છે. વધારે અહંકાર અને ચીડિયાપણાને કારણે સંબંધો બગડી શકે છે. લગ્ન સંબંધિત ચિંતાઓ રહેશે.

કરિયર: કરિયર સંબંધિત વાતમાં તરત જ પ્રગતિ જોવી મુશ્કેલ બની શકે છે, પરંતુ પ્રયત્નો કરતાં રહેવાથી પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. પ્રોજેક્ટમાં ફેરફાર આવવાથી તમને નવું જ્ઞાન પ્રાપ્ત થશે. જે લોકો વિદેશમાં કામ કરી રહ્યા હતા તેમને ફરી વિદેશ જવાનો યોગ છે.

વ્યવસાય: વ્યવસાય કરનારા લોકોએ વધારે મહેનત કરવી પડશે. પોતાની મહેનતનું ફળ તરત નહિ મળે, તેથી પ્રયત્નો કરતા રહો. આર્થિક નુક્સાન ભૂલી કામને નવી ઊર્જા સાથે કરો. નાના વેપારી કોઈ મોટી સંસ્થા સાથે મળી નવા કામની શરૂઆત કરી શકે છે. તેનાથી આર્થિક પ્રગતિ થશે.

પરિવાર: કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો માટે પરિવાર સાથે તમારા વાદ-વિવાદ રહેશે. પરંતુ તેની અસર રિલેશનશિપ પર નહિ થાય. રિલેશનશિપમાં તમે મીઠાશ જાળવી શકશો. તમારા સ્વભાવ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે નહિ તો રિલેશનશિપ બગડી પણ શકે છે. પરિવારના કેટલાક સભ્યોથી તમે દૂર થઈ રહ્યા છો તેવો અનુભવ થઈ શકે છે. સમય જતાં તેની પણ ચિંતા નહિ રહે.

સ્વાસ્થ્ય: શ્વસન સંબંધિત તકલીફ દૂર કરવા માટે પ્રાણાયામનો પ્રયોગ કરો. યોગ દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત થશે. શરીરમાં બદલાતા હોર્મોન્સ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. શિયાળામાં ત્વચા સંબંધિત વિકાર તકલીફ આપી શકે છે.

પ્રેમ અને દાંપત્ય: અવિવાહિત લોકોના લગ્ન આ વર્ષે સંભવ છે. વર્ષની શરૂઆતમાં મનગમતા વ્યક્તિ સાથે લગ્ન ન થવાથી નારાજ થઈ શકો છો. પતિ પત્નીમાં કોઈ બાબતે વિવાદ ઉત્પન્ન થશે. પાર્ટનર્સ એક બીજા પ્રત્યે કઠોર વ્યવહાર ન રાખો.

ફાયનાન્સ: તમારા કરેલા રોકાણનો ફાયદો આ વર્ષે થઈ શકે છે. તેનાથી આર્થિક ચિંતાઓ દૂર થશે. આ વર્ષે સોનામાં રોકાણ કરવા માટે યોગ્ય સમય નથી. મ્યુચ્યુઅલ ફંડ અથવા FD દ્વારા લાભ લઈ શકો છો. જમીન સંબંધિત વ્યવહાર આ વર્ષે ન કરો.

ટિપ્સ: ઘરના મુખ્ય દરવાજે તજનું પાણી છાંટવાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ઓછો થશે.

ઘરમાં શાંતિ જાળવી રાખવા સવારે-સાંજે ઘીનો દીપ પ્રગટાવવો.

શુભ રંગ: લાલ

શુભ અક: 9

-------------------------

તુલાઃ- ACE OF WANDS

વર્ષની શરૂઆતમાં પ્રગતિના સમાચાર મળી શકે છે. શરૂઆતથી સકારાત્મક વાતાવરણ રહેવાથી આત્મવિશ્વાસ બની રહેશે. આ વર્ષે તમે તમારા કન્ફર્ટ ઝોનમાં રહી કામ કરવાનું પસંદ કરશો. દરેક પ્રકારની પરિસ્થિતિમાં તમામ રીતે આનંદ લઈ શકશો. પરિવાર કરતા મિત્રો જોડે વધારે નીકટ રહેશો. તમારી સમસ્યાનું સમાધાન કરવા માટે યોગ્ય વ્યક્તિ અથવા મિત્ર સાથે ચર્ચા કરવી તમારા માટે સારું રહેશે. મુશ્કેલીના સમયમાં તમે મદદ માગવાથી ગભરાશો પરંતુ લોકો તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. સામાજિક ક્ષેત્રથી જોડાયેલા કાર્યોમાં તમારો રસ વધશે. સામાજિક કાર્યોમાં ભલે પૈસા ન આપી શકો પરંતુ તમારો સમય આપો.

કરિયર: નવી નોકરી મળનારા લોકોને પોતાની ક્ષમતા અને જ્ઞાન દર્શાવવાના અવસર મળશે. તેને લીધે કાર્ય ક્ષેત્રે સારા સંબંધ જળવાઈ રહેશે. સરકારી નોકરી કરનારા લોકો માટે આ વર્ષ મહત્ત્વપૂર્ણ રહેશે. ફાયદાનું ધ્યાન રાખીને જ કોઈ કામને હાથમાં લો નહિ તો માનહાનિનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાય: વ્યવસાય સંબંધિત જેટલી પ્રગતિ તમને મળશે, તેમાં સમાધાન માની શકશો. આ વર્ષે તમને આર્થિક નુક્સાન નહિ થાય, પરંતુ મોટો આર્થિક ફાયદો પણ નહિ થાય. વ્યવસાય સંબંધિત પોતાની જવાબદારી ન વધારો. જૂના ક્લાયન્ટ દ્વારા તમને વ્યવસાય ડેવલપ કરવામાં મદદ મળી શકે છે. વર્ષના અંત સુધી વ્યવસાય સંબંધિત લક્ષ્યો પૂરા થશે.

પરિવાર: વર્ષની શરૂઆતમાં પરિવાર સાથે વાદ વિવાદ વધવાથી સંબંધ બગડી શકે છે, પરંતુ જેમ પરિસ્થિતિ બદલાશે તેમ સંબંધો પણ બદલાશે. પરિવારના તમામ લોકો મળી મોટો નિર્ણય લઈ શકે છે. જો તમે તમારા પરિવાર સાથે વિદેશમાં સેટલ થવા માગો છો તો તેના પ્રયાસો વધુ કરવા લાગો. તેના માટે આ વર્ષ લકી સાબિત થઈ શકે છે.

સ્વાસ્થ્ય: તમામ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે. જૂની બીમારીની સારવાર તમને ટ્રેડિશનલ થેરપી દ્વારા મળી શકે છે. તેથી એક્યુપ્રેશર, એક્યુપંક્ચર અથવા નેચરોપેથી જેવા ઉપચાર પર ધ્યાન રાખો. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. દાંત સંબંધિત સમસ્યા તકલીફ આપી શકે છે. ચાંદીના વાસણમાં રહેલા પાણીનો ઉપયોગ કરો.

પ્રેમ અને દાંપત્ય: પતી પત્નીમાં બાળકોની કોઈ વાતને લઈ વાદ વિવાદ વધી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એકમત મેળવવો મુશ્કેલ બનશે. નિર્ણય લેવાઈ ગયા બાદ પતિ પત્ની એકબીજાનો સાથ આપશે. યુવાનોને નવા રિલશેનશિપમાં ઉત્સાહ અને આનંદ મળશે. તમારા રિલેશનશિપની અસર તમારા કામ પર ન થવા દો.

ફાયનાન્સ: આ વર્ષે પ્રોપટી લેવા માટે પરિવારની મદદ મળશે. તેને લીધે તમને આર્થિક ફાયદો થશે. મંથલી રેન્ટના માધ્યમથી આર્થિક આવકનો નવો એક સ્ત્રોત ઉપલબ્ધ થઈ શકે છે.

ટિપ્સ: સાંજે સરસિયાના તેલનો દીવો કરો.

દરેક સોમવારે સફેદ વસ્તુનું દાન મંદિરમાં કરવાથી લાભ થશે.

શુભ રંગ: લીલો

શુભ અક: 2

-------------------------

વૃશ્ચિકઃ- SIX OF SWORDS

વર્ષની શરૂઆતમાં તમારી પાસે આગળ વધવાનો ઉત્સાહ રહેશે. પરંતુ નાની મુશ્કેલીઓ પછી તરત જ તમારો ઉત્સાહ ઓછો થઈ શકે છે. તેથી, તમારે માનસિક રીતે ગંભીર બનવાની જરૂર રહેશે અને તમારી ઇચ્છાશક્તિને વધારવાની જરૂર રહેશે. તમારું કુટુંબ તમારૂ પ્રેરણાનો મુખ્ય સ્રોત રહી શકે છે. તમારા કોઈપણ કાર્યમાં નજીકના લોકોનો સહયોગ મહત્ત્વપૂર્ણ રહેશે. તમને મુશ્કેલ પરિસ્થિતિમાં માર્ગદર્શન મળશે અને સમસ્યાનું સમાધાન પણ તુરંત મળી જશે. તમારે માત્ર તમારા વિચારો વધુ ખુલ્લા રાખવાની જરૂર રહેશે. તમારે લોકો પ્રત્યે આત્મવિશ્વાસ વધારવો પણ જરૂરી બની શકે છે. જૂના મિત્રો સાથેના સંબંધો ફરીથી સારા બનશે. સંબંધો સુધરવાને કારણે મનને આનંદ મળશે. તમારા માટે જૂના શોખને વ્યવસાયનું સ્વરૂપ આપવાનું પણ શક્ય બનશે.

કરિયર:- નોકરી કરનારા લોકોને વર્ષની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મનની વિરુદ્ધ કેટલીક વસ્તુઓ થવાને કારણે મન નોકરીમાંથી ઉતરી શકે છે. જો કે, નોકરી છોડવાનો નિર્ણય લેતી વખતે કાળજીપૂર્વક વિચાર કરો. જૂન પછી નોકરીમાં પરિવર્તન જોવા મળશે. કોઈ જૂના સાથી દ્વારા શ્રેષ્ઠ નોકરી મેળવવાના રસ્તા તમે શોધી શકો છો. નવી નોકરી શરૂ કરતી વખતે ઇચ્છિત પ્રોફાઇલ મેળવવી તમારા માટે મુશ્કેલ રહેશે. પરંતુ નાણાકીય લાભ ચોક્કસપણે જોશે.

વ્યવસાયઃ- વર્ષના પ્રારંભમાં તમારે ધંધા સંબંધિત થોડી ખોટનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તેની અસર તમારી જીવનવ્યવસ્થા પર નહીં થાય. વ્યવસાયને આગળ વધારવા માટે કોઈપણ પ્રકારની લોન લેવાનું ટાળો. તમારા માટે માર્કેટિંગ સંબંધિત દિશામાં વ્યવસાય કરવો જરૂરી રહેશે. આ સંબંધિત જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે.

પરિવાર: પારિવારિક સહયોગ પૂરો થતાં તમને ખુશી મળશે. આત્મવિશ્વાસ પણ વધશે. કૌટુંબિક સંબંધિત સમસ્યાઓ દૂર થવા માંડશે. જો પરિવારના સભ્યો સાથે મળીને કોઈ પ્રોપર્ટી લેવા માગતા હો તો ડોક્યૂમેન્ટ્સ યોગ્ય રીતે વાંચ્યા પછી જ આગળ નિર્ણય કરો અને પરિવારમાં કોઈના દ્વારા આર્થિક નુકસાન થવાની સંભાવના છે.

સ્વાસ્થ્ય:- બાળકોને વર્ષના પ્રારંભના થોડા દિવસોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે પરંતુ સારવારથી તાત્કાલિક રાહત પણ મળશે. આયુર્વેદની સારવારથી જટિલ સમસ્યા હલ થશે. ગરમ કે તળેલા ખોરાકનું સેવન ન કરો.

પ્રેમ અને દાંપત્ય: આ વર્ષે કામને લગતી મુસાફરીને કારણે પતિ-પત્ની એકબીજાને વધારે સમય આપી શકશે નહીં. તેમ છતાં બંને સંબંધોને સારા રાખવા માટે પ્રયત્ન કરશે. અપરિણિત લોકોએ પરિવારને તેમની ઇચ્છા મુજબની વ્યક્તિ સાથે લગ્ન કરવા મનાવવા પડશે.

ફાયનાન્સ: જો તમારે લોન લેવાની જરૂર પડી રહી હોય તો ગોલ્ડ અથવા પ્રોપર્ટી અગેન્સ્ટ લોન ન લો. તમને મિત્ર પરિવાર દ્વારા આર્થિક મદદ મળશે. વર્ષના મધ્ય સુધી તમને કોઈ મોટી વસ્તુ અથવા નવી પ્રોપર્ટી લેવાનું વિચારી શકો છો. પરંતુ તેને વાસ્તવિક બનાવવા અપેક્ષા કરતાં વધુ સમય લાગશે. સોનામાં રોકાણ વધુ નફો આપશે.

ટિપ્સ: ઘરે હળવા રંગોનો ઉપયોગ કરવાથી શાંતિ જાળવવામાં મદદ મળશે.

મહત્ત્વપૂર્ણ કાર્યો કરતી વખતે અથવા નિર્ણય લેતી વખતે કાળા રંગનો ઉપયોગ કરવાનું ટાળો.

શુભ રંગ: પીળો

શુભ અંક: 6

-------------------------

ધનઃ- THE WORLD

આ વર્ષ તમારા જીવનની દિશા બદલવા માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે. તેથી, તમારે યોગ્ય માર્ગ તરફ વધુ મહેનત કરવાની જરૂર રહેશે. લોકો દ્વારા કહેવામાં આવતી નકારાત્મક બાબતો પર ધ્યાન ન આપીને તમે તમારી મહેનત અને સમર્પણથી તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. તમારા દ્વારા લીધેલા નિર્ણય માટે અન્યની સંમતિ મેળવવાનો તમારો પ્રયાસ તમને નાખુશ કરી રહ્યો છે અને આ તમારા માર્ગમાં એક મોટી સમસ્યા બની રહી છે. તમારામાં વધતી નકારાત્મકતા અને ઇનસિક્યોરિટીને કારણે તમે લોકોને તમારાથી દૂર કરી રહ્યા છો. લોકો દ્વારા મળેલી ટીકા તમારા અહંકારને નુકસાન પહોંચાડી રહી છે. જેના કારણે તમે કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો. તેથી, આ વર્ષે તમારી લાગણી પ્રત્યે જાગૃત રહેવું તમારા માટે ખૂબ મહત્ત્વનું રહેશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વધુ સખત મહેનત કરવાની જરૂર રહેશે. નાણાં સંબંધિત ચિંતા શરૂઆતમાં સતત રહેશે. પરંતુ લાયક વ્યક્તિની મદદથી તમે શિષ્યવૃત્તિ મેળવી ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી શકો છો.

કરિયર: કરિયર સંબંધિત તમારું લક્ષ્ય તમારા માટે ક્લિયર ન હોવાને કારણે કઈ દિશામાં પ્રયત્ન કરવાનો છે તેમને શરૂઆતમાં નહીં સમજાય. પરંતુ માર્ચ પછી વિચારોમાં ક્લેરિટી પણ જોવા મળશે અને અને તમારે આ વર્ષે કયા લક્ષ્ય રાખવું જોઈએ અને કેવી રીતે તમે એ વિશે પણ જાણશો. નોકરી કરનારાઓને ઇચ્છિત આર્થિક સ્થિરતા મળશે. કામ સાથે સંબંધિત વિદેશ યાત્રા પણ થઈ શકે છે.

વ્યવસાયઃ વ્યવસાયની શરૂઆતમાં તમારે એકલા વ્યવસાય સાથે સંબંધિત બધી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. બીજા કોઈની મદદ લેવી મુશ્કેલ થઈ શકે છે. તમારા માટે કામ કરનારા લોકો પર વિશ્વાસ રાખવો તમારા માટે મુશ્કેલ રહેશે. તેથી તેમને મોટી જવાબદારીઓ આપવાનું ટાળો.

પરિવાર: પરિવારમાં ફક્ત તમારી માતા દ્વારા જ તમને ટેકો મળી શકે. જે લોકો તમારા નિર્ણયનો વિરોધ કરે છે તેમની સાથે વાત કરીને તેમની સાથે તમારા મંતવ્ય જણાવવાનો પ્રયાસ કરવો પડશે. પરિવારના સભ્યો સાથે કેવી રીતે સંબંધ રાખવો તે તમારા પર સંપૂર્ણ નિર્ભર કરે છે. તેથી, ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો.

સ્વાસ્થ્ય:- તમારી આજુબાજુમાં ઇચ્છિત પરિસ્થિતિ ઊભી કરવામાં વધુ સમય લાગશે. પરંતુ દરેક બાબતની વધુ ચિંતાને લીધે શરીરમાં થોડી સમસ્યા ઊભી થશે. તમારી જીવનશૈલી બદલવાથી તમને તમારું સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે. શરીરમાં વિટામિનનો અભાવ હશે. તેથી, ખોરાક પર વધુ ધ્યાન આપવું પડશે.

પ્રેમ અને દાંપત્ય: જો કોઈ મિત્ર દ્વારા અવિવાહિત લોકોને પ્રપોઝલ આવી રહ્યું હોય તો તમે તેના વિશે વિચાર કરી શકો છો. તમે કોઈ પરિચિત સાથે લગ્ન કરી શકો છો. અત્યાર સુધીના પ્રેમ માટે મળેલા અપયશને કારણે તમે જે સકારાત્મક સંબંધ ધરાવતા હશો તેને પણ બગાડી શકો છો. વિવાહિત લોકોનું જીવન સ્થિર રહેશે. પાર્ટનર એકબીજાને ભાવનાત્મક રીતે એકબીજાને સમજી શકશે.

ફાયનાન્સ: નાણાકીય બાબતોમાં ગયા વર્ષે થયેલી ભૂલો સુધારવાના તમારા પ્રયત્નો આ વર્ષે સફળ થશે. બિનજરૂરી ખર્ચોને ટાળવા માટે તમારે કોઈ આર્થિક યોજના બનાવીને આગળ વધવું પડશે, જેના પર તમારા માટે વળગી રહેવું શક્ય બની શકે. તમે પ્રાપ્ત થયેલા નાણાંને યોગ્ય રીતે રોકાણ કરવામાં સમર્થ હશો. જેના કારણે તમને વર્ષના અંત સુધીમાં પૈસા સાથે સંબંધિત પ્રગતિ જોવા મળશે.

ટિપ્સ: મનને શાંત કરવા અને સ્થિર કરવા યોગ્ય થેરપિસ્ટની મદદ લો.

સ્નાન કરતી વખતે પાણીમાં મીઠું નાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થશે.

શુભ રંગઃ વાદળી

શુભ અંકઃ 8

-------------------------

મકરઃ- TWO OF SWORDS

આ વર્ષ તમારા પર ચંદ્રનો પ્રભાવ વધારે રહેશે તેથી ચંદ્રની ઉપાસના તમારા માટે લાભકારક રહેશે. તમારે તમારી ભાવનાઓ પ્રત્યે વધારે જાગૃતા બતાવવાની જરૂરિયાત હશે. તમારા પર ભાવનાઓની વધારે અસર રહેવાને કારણે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા સમયે પ્રેક્ટિકલ થઈને વિચાર કરવો. કોઈપણ નિર્ણય લેતા સમયે તમારી મૂંઝવણ વધી શકે છે જેના કારણે બેચેની થશે, પરંતુ અંતમાં તમે પોતાના માટે યોગ્ય નિર્ણય લઈ શકશો. તમારી નિર્ણય ક્ષમતા અને યોગ્ય સમયે યોગ્ય વાત થશે તેના પર વિશ્વાસ રાખવો તમારા માટે જરૂરી છે. બીજાની ભાવનાઓને સારી રીતે સમજી શકવાથી આ વર્ષ તમારા માટે સરળ રહેશે જેના કારણે સંબંધો ગાઢ હોવાનો અનુભવ તમને થશે. બાળકો અને યુવાનોની સાથે તમારો સંબંધ સારો રહેશે.

કરિયરઃ- યુવાનોને કરિયર સંબંધિત નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે. પહેલા કોઈ નિર્ણય લઈને તમે પછી પોતાના નિર્ણયમાં ફેરફાર કરી શકશો પરંતુ અંતમાં તમારા મનગમતા કરિયરની પસંદગી કરવી તમારા માટે શક્ય બનશે. નોકરી કરતા લોકોની તેમના મનગમતા શહેરમાં બદલી અથવા નોકરીની તક પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માગે છે તે લોકોએ પૈસા સંબંધિત જોખમ ન લેવું, નાના નાનાં નિર્ણયો લઈને આગળ વધતા રહેવું. ફેબ્રુઆરી બાદ તમારા માટે સમય સારો રહેશે. વ્યવસાય સંબંધિત નવા પાસાઓની જાણ થવાને કારણે માર્ગમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરી શકશો.

પરિવારઃ- વ્યક્તિગત જવાબદારી અને કામ સંબંધિત જવાબદારીઓ વધવાને કારણે પરિવારને પૂરતો સમય આપવો તમારા માટે મુશ્કેલ થઈ શકે છે. પરિવાર સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે તમને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે પરંતુ નિર્ણય લેતા સમયે તમારી હાજરી ન હોવાથી તેમને દુઃખ પણ થઈ શકે છે. પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા તમને કોઈ વાતને લઈને વારંવાર જવાબદાર ઠેરવવું તમારા માટે દુઃખનું કારણ હશે.

સ્વાસ્થ્યઃ- આ વર્ષ તમને ઊંઘ સંબંધિત સમસ્યા તકલીફ આપી શકે છે જેના કારણે માથાનો દુખાવો અને આંખો સંબંધિત તકલીફ પણ થશે. વજન અચાનકથી વધવું અથવા અચાનકથી ઘટવાને કારણે પણ શરીરનું સંતુલન બગડી શકે છે.

પ્રેમ અને દાંપત્યઃ- વાત કામની હોય અથવા પરિવાર સંબંધિત તમારા દરેક નિર્ણયમાં તમારા પાર્ટનર દ્વારા તમને પૂરતો સહયોગ પ્રાપ્ત થશે. પતિ પત્ની એક બીજાને માનસિક રીતે સ્થિતિરતા આપવાનો પ્રયાસ કરશે. પાર્ટનર્સની વચ્ચે આકર્ષણ જળવાય રહેશે.

ફાયનાન્સઃ- આર્થિક ઉત્પન્નના બે સ્રોત ઉપબલ્ધ થવાને કારણે આર્થિક વાતોમાં પ્રગતિ પ્રાપ્ત થશે અને સ્થિરતા પણ. વર્ષની શરૂઆતમાં તમારા પર રહેલું દેવું દૂર તમે કરી શકશો. સ્ટોક માર્કેટમાં રોકાણ કરવામાં આવેલા પૈસાથી તમને મોટો ફાયદો થશે.

ટિપ્સઃ- મૂન સ્ટોન અથવા મોતીના ઉપયોગથી ભાવનિક સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે.

દર સોમવારે શિવલિંગ પર દૂધ અર્પણ કરવાથી પણ તકલીફ ઓછી થશે

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

----------------

કુંભઃ-THE FOOL

આ વર્ષ તમારી કરિયરની દિશા બદલી શકે છે. જે વિષયમાં તમે કરિયર બનાવવા માગો છો તેના સંબંધિત તક તમને પ્રાપ્ત થશે. પૂર્વ પરિચિત લોકોની સાથે ફરીથી સંબંધો સારા બનવા લાગશે. યુવાનો માટે આ વર્ષ વધારે મહત્ત્વપૂર્ણ અને લાભદાઈ રહેશે જે હજી સુધી વસ્તુઓની પ્રગતિ જોઈ શક્યા ન હતા. તમને તે બધી બાબતોમાં થોડી પ્રગતિ પ્રાપ્ત થશે અને યોગ્ય દિશા મળવાને કારણે તમે મહેનત કરવાથી પાછળ નહીં હટો. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાથી, તમે તમને વ્યક્તિમત્વ વિશે નવી વસ્તુઓ શોધી શકશો. પોતાની જાતને વધુ યોગ્ય બનાવવા માટે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નમાં સફળતા પ્રાપ્ત થશે. નવી કળા તમે શીખી શકશો.

કરિયરઃ- સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા લોકોની મનોકામના પૂરી થઈ શકે છે. જો તમે ડિફેન્સમાં તમારી કરિયર બનાવવા માગો છો તો તેના માટે પ્રયત્ન કરવાનું શરૂ કરો. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે તેમનું સ્થાન બનાવવું શક્ય બનશે. નોકરી અને અભ્યાસ સંબંધિત નિર્ણય લેવાને કારણે યુવાનોને પોતાના પરિવારથી દૂર રહેવું પડી શકે છે.

વ્યવસાયઃ- તમારા મિત્ર દ્વારા નવા કામની શરૂઆત કરવા માટે પ્રેરણા અને તક પણ પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાયને વધુ યોગ્ય બનાવવાના પ્રયત્ન સફળ રહેશે. વ્યવસાય સંબંધિત યોજનાઓ કોઈનીપણ સામે ખુલીને ન જણાવવી. તમારા પ્રતિયોગી તમારા વિચાર અને આઈડિયાને લઈને આગળ વધી શકે છે. તમારે વ્યવસાય સંબંધિત બાબતોમાં વ્યક્તિને પારખવાનું તમારે શીખવું પડશે. કેટલાક ખોટા વ્યક્તિઓને કારણે ધંધામાં નુકસાન થવાની સંભાવના પણ છે.

પરિવારઃ- વર્ષની શરૂઆતમાં તમને પરિવાર દ્વારા આર્થિક મદદ લેવાની જરૂર પડી શકે છે જેના માટે પરિવાર દ્વારા તમને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત પણ થશે. તમારી યોજનાઓ સંબંધિત પરિવારની સાથે ચર્ચા કરવી તમારા માટે યોગ્ય હોઈ શકે છે. જેના દ્વારા તમને યોગ્ય માર્ગદર્શન મળશે અને પારદર્શિતા રાખવાને કારણે પરિવાર સાથેના બધા સંબંધો પણ સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાવાપીવાની તરફ બેદરકારીના કારણે તમને અપચો અને ગેસ સંબંધિત તકલીફ થઈ શકે છે. જો તમે પાઈલ્સ સંબંધિત તકલીફ છે તો વર્ષના અંત સુધી ઓપરેશન દ્વારા આ તકલીફથી છૂટકારો મેળવી શકો છો.

પ્રેમ અને દાંપત્યઃ- તમારા પાર્ટનરના મનમોજી અને રમતિયાળ સ્વભાવને કારણે તમારી આસપાસ આનંદિત વાતાવરણ રહેશે. પાર્ટનર દ્વારા તમને પ્રેરણા મળવાને કારણે જીવનને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. વિવાહિત લોકો એકબીજાને વધુ સારા બનાવવાનો પ્રયાસ કરતા રહેશે.

ફાયનાન્સઃ- તમારી બેદરકારીને કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે પરંતુ આ નુકસાન તમારા માટે મોટી શીખ હશે. તમારી આર્થિક પરિસ્થિતિની ચર્ચા ખુલીને તમામ વ્યક્તિઓની સામે કરવાનું ટાળવું. જો તમે જમીન અથવા પ્રોપર્ટી ખરીદવા માગો છો તો દસ્તાવેજ બરાબર જોઈને આગળ વધવું.

ટિપ્સઃ- તિજોરીમાં લાલ કપડું રાખવાથી બિનજરૂરી ખર્ચ ટાળી શકાય છે.

દિવસની શરૂઆત માતા-પિતાના આશીવાર્દથી કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

------------------------------

મીનઃ- KING OF WANDS

આ વર્ષે તમે પોતાના કરિયર પ્રતિ અને આર્થિક સ્થિરતા મેળવવા માટે વધુ ગંભીર થઇ જશો, કોઈ એક લક્ષ્ય પર જ એકાગ્ર રહેવાને કારણે અન્ય વાતો તરફ શરૂઆતમાં દુર્લક્ષ થઇ શકો છો પણ ધીરે ધીરે બધી વાતોમાં સંતુલન બનાવી રાખવું તમારા માટે સંભવ હશે. નવા મિત્રો બનાવવાના કારણે તમારી આસપાસ સકારાત્મકતા બની રહેશે. જીવનને ગમતા રસ્તે લાવવું તમારા માટે સંભવ હશે. આ વર્ષે તમારી ઈચ્છા શક્તિ વધુ પ્રબળ હોવાને કારણે તમે દરેક વાતમાં કંઈકને કંઈક પ્રગતિ જોઈ શકશો અને જે વાત તમે નક્કી કરી લીધી તેને અચીવ કરવું તમારા માટે સરળ હોઈ શકે છે.

કરિયર: નોકરીની જગ્યાએ મોટા અધિકારીઓ સાથે તમારા સંબંધ સુધરવા લાગશે જેનો ફાયદો તમને આગળ વધવા માટે થઇ શકે છે. કામ સંબંધિત વાતમાં આવતી તકલીફને પોતાની દૂર દ્રષ્ટિથી દૂર કરવાની ટ્રાય કરો. નોકરી સંબંધિત વાતોમાં ક્ષમતાથી વધુ રિસ્ક કે જવાબદારી ન લો.

વ્યવસાય: વ્યવસાય સંબંધિત વાતોમાં આપેલા વચનને પૂરા ન કરવા તમારા માટે નુકસાનકારક બની શકે છે. કામની વધારે તકો તમને સરળતાથી પ્રાપ્ત થશે પણ દરેક તકને હા કહેવાને કારણે તમે કોઈપણ તક પર સરખું ધ્યાન નહીં આપી શકો જેના દ્વારા તમારું નુકસાન થઇ શકે છે.

પરિવાર: તમારા નાના ભાઈ કે બહેન સાથે સંબંધ સારા બનાવવા માટે પ્રયત્ન કરવા પડશે. અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમારા વર્તનને કારણે થઇ શકે છે. યોગ્ય રીતે વાતચીત કર્યા પછી અંતર પણ આવશે. પિતાનો સહયોગ તમને પૂરી રીતે મળશે. પરિવારના કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યની ચિંતા તમને સતત રહેશે પણ ડરવા જેવી કોઈ વાત નહીં હોય.

સ્વાસ્થ્ય: કમર અને પીઠ દર્દ તકલીફ આપી શકે છે જેને ફિઝિયોથેરાપી દ્વારા ઠીક કરવું તમારા માટે સંભવ હશે. શરીરને યોગ, પ્રાણાયમ અને સૂર્ય નમસ્કાર દ્વારા તંદુરસ્ત બનાવવાની ટ્રાય કરો. કિડની અને યુરિન સંબંધિત તકલીફોને દૂર કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી.

પ્રેમ અને દાંપત્ય: મેરિડ લોકોને વર્ષના શરૂઆતમાં રિલેશનમાં તકલીફો આવી શકે છે. કારણ વગરના વિવાદ અને રિલેશનમાં નેગેટિવિટી સમય સાથે ઓછી થશે માટે કોઈપણ વિષયે જરૂર કરતા વધુ ચર્ચા ન કરો. અનમેરિડ લોકો કોઈ પ્રત્યે આકર્ષિત થઇ શકે છે, પણ આ માત્ર આકર્ષણ છે કે તમે તમારા ફાયદા માટે તે વ્યક્તિ સાથે રહો છો એ જાણી લેવું જરૂરી હશે.

ફાયનાન્સ: આર્થિક સ્થિતિ ઠીક બની રહેશે. અચાનક ખર્ચ વધવાને કારણે થોડા દિવસ તકલીફનો સામનો થઇ શકે છે, પણ તેની અસર તમારી લાઇફસ્ટાઇલ ને કામ પર નહીં પડે. રોકાણ કરતા સમયે દૂરનું વિચારીને રાખો. મળેવા પૈસાને સેવ કરવાની આદત પાડો.

ટિપ્સ: ક્રિસ્ટલ થેરાપી દ્વારા શરીર સંબંધિત તકલીફ દૂર થઇ શકે છે. રોજ ક્વાર્ટઝના ઉપયોગથી રિલેશનમાં ફેરફાર દેખાઈ શકે છે.

શુભ રંગ: લીલો

શુભ અંક: 5