તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શનિ તીર્થ:તમિલનાડુમાં શનિદેવનું 700 વર્ષ જૂનું મંદિર છે, અહીં પત્નીઓ સાથે તેમની પૂજા થાય છે

4 મહિનો પહેલા
  • માન્યતાઃ અહીં બીલીવૃક્ષની જડમાં પગ ફસાઇ જતાં શનિદેવ પડી ગયાં હતાં
  • અહીં ભગવાન શિવે શનિદેવને લગ્ન અને પગ ઠીક થઇ જવાના આશીર્વાદ આપ્યાં હતાં

ભારતમાં તમિલનાડુના પેરાવોરાની પાસે તંજાવૂરના વિલનકુલમમાં અક્ષયપુરીશ્વર મંદિર છે. આ મંદિર ભગવાન શનિના પગ તૂટી જવાની ઘટના સાથે જોડાયેલું છે. આ મંદિરમાં શારીરિક રૂપથી પરેશાન અને સાડાસાતીમાં જન્મેલાં લોકો શનિદેવની પૂજા કરવા માટે આવે છે. અહીંના પ્રમુખ ભગવાન શિવ અક્ષયપુરીશ્વર અને દેવી પાર્વતી અભિવૃદ્ધિ નાયકી સ્વરૂપમાં છે. તેમની સાથે જ, શનિદેવની પૂજા તેમની પત્નીઓ સાથે કરવામાં આવે છે.

પત્નીઓ સાથે શનિદેવની પૂજા કરવામાં આવે છેઃ-
અહીં શનિદેવની પૂજા તેમની બંને પત્નીઓ મંદા અને જયેષ્ઠા સાથે કરવામાં આવે છે. અહીં તેમને આદી બૃહત શનેશ્વર કહેવામાં આવે છે. અહીં સાડાસાતી, ઢૈય્યા અને શનિદોષથી પરેશાન લોકો પૂજા કરવા માટે આવે છે. આ સિવાય શારીરિક રૂપથી પરેશાન અને લગ્નજીવનમાં દુઃખી લોકો પૂજા અને અનુષ્ઠાન કરવા માટે આવે છે. શનિદેવ અંક 8 ના સ્વામી છે. એટલે અહીં 8વાર 8 વસ્તુઓ સાથે પૂજા કરીને ડાબીથી જમણી બાજુ પરિક્રમા કરવી જોઇએ.

શનિદેવને લગ્ન અને પગ ઠીક થવાના આશીર્વાદ મળ્યાં હતાં-
પૌરાણિક કથા પ્રમાણે અહીં પહેલાં અનેક બીલી વૃક્ષ હતાં. તમિળ શબ્દ વિલમનો અર્થ બીલી થાય છે અને કુલમનો અર્થ ઝૂંડ થાય છે. અહીં અનેક બીલી પૃક્ષ હોવાથી આ સ્થાનનું નામ વિલનકૂલમ પડ્યું. અહીં અનેક બીલીવૃક્ષ હોવાથી તેમની જડમાં શનિદેવનો પગ ફસાઇ ગયો અને તેઓ પડી ગયાં હતાં. જેથી તેમના પગમાં વાગ્યું અને તેઓ અપંગ થઇ ગયાં.

પોતાના આ રોગને દૂર કરવા માટે તેમણે અહીં ભગવાન શિવની પૂજા કરી. શિવજીએ પ્રકટ થઇને તેમને લગ્ન અને પગ ઠીક થઇ જવાના આશીર્વાદ આપ્યાં. ત્યારથી જ આ પરેશાનીઓ સાથે જોડાયેલાં લોકો અહીં વિશેષ પૂજા કરવાં આવે છે.

આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું છેઃ-
તમિલનાડુના વિલનકુલમમાં બનેલું અક્ષયપુરીશ્વર મંદિર તમિળ વાસ્તુકળા પ્રમાણે બનેલું છે. તેને ચોલ શાસક પરાક્ર પંડ્યાન દ્વારા બનાવવામાં આવ્યું છે. જે 1335 ઈ.સ થી 1365 ઈ.સ વચ્ચે બનેલું છે. લગભગ 700 વર્ષ જૂના આ મંદિરના પ્રમુખ દેવતા ભગવાન શિવ છે. તેમને શ્રી અક્ષયપુરીશ્વર કહેવામાં આવે છે. તેમની સાથે જ તેમની શક્તિ એટલે દેવી પાર્વતીની પૂજા શ્રી અભિવૃદ્ધિ નાયકી સ્વરૂપમાં કરવામાં આવે છે.

મંદિરની બનાવટઃ-
મંદિરનું પ્રાંગણ વિશાળ છે અને અહીં અનેક નાના મંડપ અને હોલ બનેલાં છે. મંદિરનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ અંદર રહેલો મંડપ છે જે દીવાલોથી ઘેરાયેલો છે. અહીં નાની ઓરડી જેવું સ્થાન છે જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી. આ દેવાલય વચ્ચે ગર્ભગૃહ બનેલું છે. જ્યાં ભગવાન શિવ અક્ષયપુરીશ્વર સ્વરૂપમાં વિરાજમાન છે. અહીં પત્થરનું એક મોટું શિવલિંગ છે. મંદિરના પૂજારી જ આ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો