જ્યોતિષીય ગ્રંથો અને વિદ્વાનો પ્રમાણે આ બંને ગ્રહ એકબીજાના દુશ્મન છે. આ ગ્રહ સ્થિતિના લીધે દેશમાં રાજનૈતિક અને આર્થિક ઉતાર-ચઢાવ તો આવશે જ, વાતાવરણમાં પણ ફેરફાર આવશે. આ બંને ગ્રહોની અસર બારેય રાશિ પર પણ પડી શકે છે.
દેશમાં સૂર્ય-શનિની અસર
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે, આવી ગ્રહ સ્થિતિ જ્યારે-જ્યારે બને છે ત્યારે ત્યારે દેશ-દુનિયામાં ઊથલપાથલ અને અનિચ્છનીય ફેરફારો પણ થાય છે. ગ્રહ-સ્થિતિને કારણે દેશના થોડા ભાગમાં વરસાદ થઈ શકે છે. આ ગ્રહોને લીધે દેશમાં અરાજકતાનું વાતાવરણ બની શકે છે.
સામાન્ય લોકોમાં વહીવટકર્તાઓ અને રાજકારણને લઈને અસંતોષનું વાતાવરણ રહેશે. વહીવટી નિર્ણયોના લીધે વિવાદ અને તણાવની સ્થિતિ પણ બનશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોના જીવનમાં અનિચ્છનીય ફેરફારો થાય એવી શક્યતા છે. નાના અને મોટા નેતાઓ વચ્ચે તાલમેલની ખોટ રહી શકે છે.
અવ્યવસ્થાને કારણે સરકારી નોકરિયાત લોકોના કામકાજમાં વિઘ્નો આવી શકે છે. આ ગ્રહ સ્થિતિના કારણે લોકોનાં દિલ-દિમાગમાં અનિશ્ચિતતા રહેશે. અનેક લોકો સાથે શું કરવું અને શું ન કરવું એવી સ્થિતિ બની શકે છે અને કિસ્મતનો સાથ પણ મળી શકશે નહીં.
સિંહ અને મીન રાશિના લોકો માટે શુભ
શનિ અને સૂર્યનું એક જ રાશિમાં હોવું સિંહ અને મીન રાશિના લોકો માટે શુભ રહી શકે છે. નોકરી અને બિઝનેસમાં મહેનત વધશે અને તેનો ફાયદો પણ આ જાતકોને મળશે. વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. અટવાયેલા રૂપિયા પાછા મળવાના યોગ બની રહ્યા છે. ભાઈ-બહેન, મિત્રો અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળી શકે છે. દુશ્મનો પર વિજય પ્રાપ્ત થઈ શકે છે.
મકર સહિત 4 રાશિ માટે અશુભ
શનિ અને સૂર્યનો અશુભ યોગ વૃષભ, મિથુન, કન્યા અને મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ રાશિના લોકો માનસિક તણાવથી પરેશાન રહેશે. ઓફિસ કે ફિલ્ડમાં કોઈ સાથે વિવાદ થવાની શક્યતા છે. કોઈને રૂપિયા ઉધાર આપવાથી બચવું પડશે. ધનહાનિ પણ થઈ શકે છે. લોન સાથે જોડાયેલા લોકોનાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. અધિકારીઓ કે મોટા લોકો સાથે વિવાદ થવાના યોગ બની રહ્યા છે. કામકાજ અને રહેવાની જગ્યામાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે.
6 રાશિના લોકો માટે મિશ્રિત સમયગાળો
સૂર્ય અને શનિના યોગથી મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકો પર મિશ્રિત અસર રહેશે. આ 6 રાશિના લોકોની મહેતન વધશે. કામકાજ સાથે જોડાયેલાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. તણાવ અને દોડભાગ પણ રહેશે. યાત્રાનો યોગ છે. પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલા મોટા નિર્ણયો લેવાઈ શકે છે. રહેવા કે કામ કરવાની જગ્યામાં ફેરફાર થવાની પણ શક્યતા બની રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.