15 મેના રોજ સૂર્ય રાશિ બદલીને વૃષભમાં આવી ગયો છે. અહીં આ ગ્રહ 14 જૂન સુધી રહેશે. આ રાશિમાં બુધ પહેલાંથી જ છે, જેથી હવે બુધાદિત્ય યોગ બનશે. આ શુભયોગનો ફાયદો દેશ-દુનિયા સહિત અનેક રાશિઓને મળશે. સૂર્ય પોતાના દુશ્મન શુક્રની રાશિમાં રહેશે, જેથી થોડા લોકોને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ વધી શકે છે. ત્યાં જ ચાર રાશિના લોકોની નોકરી અને બિઝનેસમાં ફેરફાર થવાની શક્યતા રહેશે.
મેષ, મિથુન, તુલા અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે સૂર્યના રાશિ બદલવાથી કર્ક, સિંહ, ધન અને મીન રાશિના લોકોનો સારો સમય શરૂ થઈ શકે છે. ધનલાભ અને ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ સિવાય વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. મેષ, મિથુન, તુલા અને કુંભ રાશિના લોકોએ એક મહિના સુધી સાવધાન રહેવું પડશે. આ લોકોને ધનહાનિ થઈ શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય ઠીક રહેશે નહીં.
12 રાશિના જાતક પર સૂર્યની શુભ-અશુભ અસર
મેષઃ- સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આંખ અને માથાનો દુખાવો થઈ શકે છે. તમારા વ્યવહારમાં નકારાત્મક ફેરફાર થઈ શકે છે. વાતચીતમાં ધ્યાન રાખવું પડશે. સમજી-વિચારીને બોલવું પડશે. ખર્ચ વધી શકે છે. બચત ઘટે એવી શક્યતા છે. લવ લાઇફ અને લગ્નજીવન માટે સમય ઠીક નથી. સંતાનને લગતી ચિંતા રહેશે. નવી યોજનાઓ પણ આ દિવસોમાં બની શકે છે.
વૃષભઃ- સંપત્તિ સાથે જોડાયેલા મામલે ફાયદો થવાની શક્યતા છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે, પરંતુ પરેશાની દૂર પણ થઇ જશે. રોજિંદા કામ સમયે પૂર્ણ કરવામાં સફળ રહેશો. ફાયદો પણ થશે, પરંતુ રોજિંદાનાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આ દિવસોમાં મોટા લોકો સાથે મુલાકાત અને વાતચીત થઈ શકે છે. અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. લગ્નજીવનમાં તણાવ વધી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે.
મિથુનઃ- સમય ઠીક રહેશે નહીં. ખર્ચ વધી શકે છે. દુશ્મન પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્યના મામલે પણ સમય ઠીક રહેશે નહીં. તાવ, માથાનો દુખાવો અને આંખ સાથે જોડાયેલી પરેશાની રહેશે. કોઈપણ ગેરકાયદે અને ખરાબ કામ કરવાથી બચવું, સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળી શકશે નહીં. એનાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તણાવભર્યો સમય રહેશે. લવ લાઇફ અને લગ્નજીવન સામાન્ય રહેશે.
કર્કઃ- સમય સારો રહેશે. ધનલાભ થઈ શકે છે. નવી યોજનાઓ બનશે. એના પર કામ થશે અને સફળતા મળી જશે. સંતાનને લગતા મામલે રાહત મળશે. સંતાન સાથે સારો સમય પસાર થશે. તમારી ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. નોકરી અને બિઝનેસમાં અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. તમારાં કામકાજ અને યોજનાઓનાં વખાણ થઈ શકે છે. લવ લાઇફમાં સાવધાન રહેવું પડશે. ફાયદાકારક રોકાણ પણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે.
સિંહઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. રોગ પ્રતિરોધક ક્ષમતા વધી શકે છે. પરેશાનીઓ દૂર થઈ શકે છે. પ્રોપર્ટીને લગતા મહત્ત્વપૂર્ણ મામલાઓ સામે આવશે. ફાયદો મળશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. બિઝનેસમાં ઉન્નતિ થવાની શક્યતા છે. મોટા લોકો સાથે સારો સંબંધ બનશે. તમને સન્માન મળી શકે છે. સુખ પણ વધશે. પરિવારમાં શાંતિ રહેશે.
કન્યાઃ- બીમારીઓ સામે લડવાની તાકાત મળશે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. ફાલતુ ખર્ચ પર કંટ્રોલ કરી લેશો. બચત વધશે. દૂર સ્થાને રહેનાર મહત્ત્વપૂર્ણ લોકો સાથે વાતચીત થઈ શકે છે. તેમની પાસેથી સહયોગ મળશે. તમારું સન્માન વધશે. મહેનત વધારે કરવી પડશે. એનાથી ફાયદો પણ મળી શકે છે. પોતાનાથી નીચલા સ્તરના લોકો પાસેથી મદદ મળી શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.
તુલાઃ- સાવધાન રહેવું પડશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. શરીરમાં ગરમી વધી શકે છે. સરકારી કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. પ્રશાસન પાસેથી મદદ મળી શકશે નહીં. ધનહાનિ થઈ શકે છે. મહેનત વધારે કરવી પડી શકે છે. પિતા અને અન્ય લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ થઈ શકે છે. સાવધાન રહેવું પડશે. નવું અને મહત્ત્વપૂર્ણ કામ સમજી-વિચારીને જ કરવું પડશે.
વૃશ્ચિકઃ- સમય મિશ્રિત રહેશે. ધનલાભ તો થશે, પરંતુ એનું સુખ મળી શકશે નહીં. નવાં અને મોટાં કાર્યોની જવાબદારી મળી શકે છે. લગ્નજીવન અસ્ત-વ્યસ્ત થઈ શકે છે. મહેનત વધારે કરવી પડશે, પરંતુ ફાયદો મળી શકશે નહીં. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો. માથાનો દુખાવો અને આંખને લગતી પરેશાની થઈ શકે છે. સ્વભાવમાં આક્રમકતા વધી શકે છે. લગ્નજીવનમાં તણાવ વધશે. સુખમાં ઘટાડો આવી શકે છે.
ધનઃ- સમય સારો રહેશે. ધનલાભ થઈ શકે છે. ઉધાર ચૂકતે થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અટવાયેલા રૂપિયા મળવાના યોગ છે. મહેનત વધારે થશે અને એનો ફાયદો પણ મળશે. દુશ્મનો પર વિજય મળી શકે છે. કામકાજમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગશે. અટવાયેલું કામ ફરીથી શરૂ થવા લાગશે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.
મકરઃ- સાવધાન રહેવું પડશે. સંતાનને લગતી પરેશાની થઈ શકે છે. સંતાનનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ગુપ્ત યોજનાઓ બનશે. એના પર કામ પણ થશે. અટવાયેલા રૂપિયા મળી શકે છે, પરંતુ સમજી-વિચારીને રોકાણ કરવું પડશે. લવ લાઇફમાં તણાવ વધી શકે છે. આ દિવસોમાં તમારી યોજનાઓ અધૂરી રહી શકે છે.
કુંભઃ- નોકરિયાત અને બિઝનેસ કરનારા લોકોએ સાવધાન રહેવું પડશે. માનસિક તણાવ વધશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. માતા સાથે મનદુઃખ થઈ શકે છે. પારિવારિક તણાવ વધી શકે છે. નોકરિયાત લોકો સાથે મતભેદ અને વિવાદ થવાની શક્યતા છે. રોજિંદા કાર્યોને લઇને પરેશાન રહેશો. સ્વાસ્થ્યના મામલે પણ સાવધાન રહેવું પડશે. પ્રોપર્ટીને લગતા મહત્ત્વપૂર્ણ મામલાઓ આ દિવસોમાં સામે આવી શકે છે.
મીનઃ- સમય સારો રહેશે. નોકરિયાત અને બિઝનેસ કરનારા લોકોએ મહેનત વધારે કરવી પડશે. કામમાં મન લાગશે. એનો ફાયદો પણ મળી શકે છે. અનેક મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. તમે તમારા પ્રભાવથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી શકો છો. યાત્રાઓ થવાના યોગ બનશે. સાવધાન રહેવું પડશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. તેમની પાસેથી તમને મદદ પણ મળી શકે છે. યોજનાઓ બનાવીને કામ કરશો તો સફળ થશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.