• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Surya Ka Vrash Rashi Parivartan (Planetary Positions) 15 June 2022 | Sun Transit In Gemini Impact On Zodiac Signs Sagittarius, Aquarius Taurus, Virgo, Scorpio, And

સૂર્યનું રાશિ પરિવર્તન:15 જુલાઈ સુધી મિથુન રાશિમાં સૂર્ય રહેશે, વૃશ્ચિક અને મીન સહિત ચાર રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે

3 મહિનો પહેલા
  • મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે

15 જૂનના રોજ સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયો છે. જેના કારણે એક મહિનાથી બની રહેલો બુધાદિત્ય યોગ પૂર્ણ થઈ જશે. પરંતુ સૂર્ય પોતાના મિત્ર બુધની રાશિમાં જ છે. જે અહીં 15 જુલાઈ સુધી રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનને કારણે વહીવટી અને વાતાવરણમાં ફેરફાર થશે. આ રાશિ પરિવર્તનની અસર દેશ-દુનિયા સાથે જ બધી રાશિઓ ઉપર પણ પડશે.

જ્યોતિર્વિજ્ઞાનમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યના શુભ પ્રભાવથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કામ પૂર્ણ થાય છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ સાથે મોટા લોકો અને અધિકારીઓ પાસેથી મદદ મળે છે. તેના અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં વિઘ્ન આવે છે. નુકસાન અને મોટા લોકો સાથે વિવાદ થાય છે. આંખને લગતી પરેશાની અને માથાનો દુખાવો રહે છે. કામકાજમાં વિવાદ અને તણાવની સ્થિતિ બને છે.

કન્યા અને મકર સહિત ચાર રાશિઓ માટે સારો સમય
મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. દુશ્મનો ઉપર વિજય મળવાના યોગ બની રહ્યા છે. અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. વિચારેલાં મોટા કામ પણ પૂર્ણ થઈ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો થવાનો સમય રહેશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્યના મામલે પણ સમય સારો રહેશે.

સૂર્યના શુભ પ્રભાવથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે
સૂર્યના શુભ પ્રભાવથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે

મિથુન, તુલા, ધન અને કુંભ જાતકો માટે સમય સામાન્ય રહેશે
સૂર્યના રાશિ બદલવાથી મિથુન, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 4 રાશિના લોકોના કામ તો પૂર્ણ થશે, પરંતુ મહેનત પણ વધારે રહેશે. ખર્ચ અને તણાવ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં વિવાદની પરિસ્થિતિ બની શકે છે. સાથે જ, ધનલાભ પણ થઈ શકે છે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે.

વૃશ્ચિક અને મીન સહિત ચાર રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે
સૂર્યનું રાશિ પરિવર્તન વૃષભ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોની જોબ અને બિઝનેઝમાં મુશ્કેલ સમય હોઈ શકે છે. સૂર્યના કારણે વિવાદ અને તણાવ વધી શકે છે. આ 5 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ થવાની શક્યતા છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેવું નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું
સૂર્યની અશુભ અસરથી માટે પીપળા અને મદારના ઝાડમાં પાણી નાખવું જોઈએ. શુભફળ વધારવા માટે સૂર્યોદય પહેલાં જાગીને સૂર્યને પ્રણામ કરો. તાંબાના વાસણથી સૂર્યને જળ ચઢાવવું. જે રાશિના લોકો ઉપર સૂર્યની મિશ્રિત અસર પડશે તે લોકોએ પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યને ચઢાવવું જોઈએ. સૂર્યને લાલ ફૂલ ચઢાવો. જાસૂદનું ફૂલ ચઢાવવાથી સૂર્યને લગતા દોષ દૂર થઈ જાય છે.