• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Surya Ka Singh Rashi Parivartan (Planetary Positions) 2021 | Sun Transit In Leo Impact On Zodiac Signs Sagittarius, Aquarius Taurus, Virgo, Scorpio And Pisces

ગ્રહ-ગોચર:17 ઓગસ્ટના રોજ સૂર્ય રાશિ બદલશે, સૂર્ય-શનિનો અશુભ યોગ દૂર થશે, 16 સપ્ટેમ્બર સુધી 4 રાશિઓ માટે સમય સારો રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું, 5 રાશિઓ માટે સમય સામાન્ય રહેશે

17 ઓગસ્ટ, સોમવારે સૂર્ય પોતાની રાશિમાં એટલે સિંહ રાશિમાં આવી જશે. તેનાથી સૂર્યનો શુભ પ્રભાવ વધી જશે. આ રાશિમાં આ ગ્રહ આવતા મહિના 16 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન બધી રાશિઓ ઉપર સૂર્યની અસર પડશે. સૂર્યના સિંહ રાશિમાં આવી જવાથી તેને સિંહ સંક્રાંતિ કહેવામાં આવશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 16 જુલાઈથી સૂર્ય કર્ક રાશિમાં છે અને પોતાના દુશ્મન ગ્રહ એટલે શનિ સાથે દૃષ્ટિ સંબંધ બનાવી રહ્યો છે. આ અશુભ યોગના કારણે અનેક લોકો છેલ્લાં એક મહિનાથી પરેશાન ચાલી રહ્યા છે. પરંતુ 17 ઓગસ્ટના રોજ સૂર્યના રાશિ બદલવાથી અનેક લોકોને આ અશુભ યોગથી રાહત મળવા લાગશે.

12 રાશિઓ ઉપર સૂર્યનો પ્રભાવઃ-
સૂર્યના શુભ પ્રભાવથી મિથુન, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોના જીવનમાં સારા ફેરફાર થવાની શક્યતા છે. ત્યાં જ, વૃષભ, કન્યા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ સિવાય મેષ, કર્ક, સિંહ, ધન અને કુંભ રાશિના લોકો ઉપર સૂર્યની મિશ્રિત અસર રહેશે.

સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું, 5 રાશિઓ માટે સમય સામાન્ય રહેશે
સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું, 5 રાશિઓ માટે સમય સામાન્ય રહેશે

જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com)ના જણાવ્યા અનુસાર સૂર્ય, ચંદ્ર કદાપી વક્રી થતાં નથી. કિંમતી ધાતુઓ, સોનું ઇત્યદિ વધુ મોંઘી બને. જેમને બીપી કે હાર્ટ તકલીફ હોય તે લોકોએ પોતાની તબિયતની કાળજી વિશેષ લેવી. લાંબા સમયથી ચર્ચિત વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રશ્નો હલ થાય. વિદેશ નીતી દ્વારા વેપાર વ્યવસાયને વેગ મળે. શેરબજારમાં ઉછાળો વધે. વિદ્યાર્થી વર્ગે વધુ વિદ્યા પ્રાપ્તિ અર્થે વહેલી સવારે સૂર્યોદય સમયે શુદ્ધ જળના ભરેલા કળશમાં એક ચપટી કંકુ નાખીને સૂર્ય દેવતા અર્ઘ્ય આપવાથી ઉન્નતી જોવા મળશે. યાદશક્તિ વધશે. રોગ પ્રતિકારક શક્તિ વધશે

સૂર્યના રાશિ પરિવર્તનની 12 રાશિઓ ઉપર અસર (ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે)

4 રાશિઓ માટે શુભ સમયઃ-
મિથુનઃ
- સરકાર દ્વારા ફાયદો મળી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને સફળતા મળી શકે છે. મહેનત વધશે પરંતુ સફળતાના યોગ છે. લેખન કે મીડિયા સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે.

તુલાઃ- મિત્રો કે ભાઈઓ પાસેથી મદદ મળશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો માટે સમય સારો છે. અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. આગળ વધવાની તક મળી શકે છે. લગ્નજીવન માટે સમય સારો છે.

વૃશ્ચિકઃ- નોકરિયાત લોકોના કામથી અધિકારી પ્રસન્ન રહેશે. નવી જવાબદારી મળશે. કામકાજના વખાણ થશે. પ્રોપર્ટીમાં ફાયદો મળશે. અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. સુખ વધશે. બિઝનેસમાં ફાયદો વધી શકે છે.

મીનઃ- સ્વાસ્થ્ય માટે સારો સમય છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળી શક છે. માનસિક શાંતિ મળશે. દૂર સ્થાનોની યાત્રા થવાના યોગ બની રહ્યા છે. નોકરી કે બિઝનેસમાં ફેરફારમાં સફળતાના યોગ છે.

5 રાશિના જાતકો માટે સમય સામાન્યઃ-
મેષઃ
- સૂર્યના રાશિ બદલવાથી મેષ રાશિના લોકોની યોજનાઓ પૂર્ણ થશે. ફાયદો આપનાર સમય રહેશે. લવ લાઇફ માટે સમય સારો નથી. મનમુટાવના યોગ બની રહ્યા છે. ખોટા વાયદા કરવાથી બચવું. નોકરિયાત લોકોની યોજના પૂર્ણ થશે. દરેક કામ સાવધાની સાથે કરો. ઓફિસમાં થતી રાજનીતિથી પોતાને દૂર રાખો.

કર્કઃ- પારિવારિક જીવન માટે સમય શુભ રહેશે. આવક વધી શકે છે. લગ્નજીવન માટે સમય શુભ છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. બચત પૂર્ણ થઈ શકે છે. ગુપ્ત વાતો પણ ઉજાગર થવાની શક્યતા છે.

સિંહઃ- લીડરશીપ અને મેનેજમેન્ટ ક્વોલિટી વધશે. અધિકારી પાસેથી મદદ મળશે. પ્રમોશનના યોગ છે. રોજિંદા કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. લગ્નજીવનમાં તણાવ વધી શકે છે. આત્મવિશ્વાસ વધશે.

ધનઃ- કિસ્મતનો સાથ મળશે. મહેનતનો ફાયદો પણ મળી શકે છે. ભાઈઓ અને મિત્રો પાસેથી મદદ મળી શકે છે. મહેનત વધશે. નવા કામ શરૂ થશે અને પૂર્ણ પણ થઈ જશે. ભાઈઓ અને મિત્રો સાથે વિવાદ થઈ શકે છે.

કુંભઃ- લગ્નજીવન માટે સમય સારો નથી. પારિવારિક મામલે વિવાદ થઈ શકે છે. વૈચારિક મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર થવાના યોગ છે. રોજિંદા કામકાજ સમયે પૂર્ણ થશે.

3 રાશિઓ માટે અશુભઃ-
વૃષભઃ- સૂર્યના પ્રભાવથી સરકારી પ્રોપર્ટી સાથે જોડાયેલાં વિવાદ થવાની શક્યતા છે. માનસિક તણાવ અને ગુસ્સો વધી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોના કામકાજમાં વિઘ્ન આવવાના યોગ બની રહ્યા છે.

કન્યાઃ- કામકાજમાં પડકાર વધી શકે છે. ફાલતૂ ખર્ચ વધવાના યોગ છે. આંખને લગતી પરેશાની થઈ શકે છે. વાહન ચલાવતી સમયે સાવધાન રહેવું. ઈજા પહોંચવાની શક્યતા છે.

મકરઃ- દુશ્મનોના કારણે પરેશાન થઈ શકો છો. રહેવા કે કામકાજ કરવાની જગ્યાએ ફેરફાર થવાના યોગ છે. જીવનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.