• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Surya Ka Rashi Parivartan (Planetary Positions) 2021 | Sun Transit In Aries Impact On Zodiac Signs Taurus, Virgo, Scorpio, Sagittarius, Aquarius And Pisces

ગ્રહ ગોચર:અક્ષય તૃતીયા સુધી પોતાની ઉચ્ચ રાશિમાં સૂર્ય રહેશે, કુંભ સહિત 4 રાશિના જાતકોને આર્થિક ફાયદો મળી શકે છે

2 વર્ષ પહેલા
  • સૂર્યના રાશિ બદલવાથી 14 મે સુધી જોબ અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે ઉન્નતિના યોગ બની રહ્યા છે

14 એપ્રિલથી 14 મે સુધી સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ એટલે મેષમાં રહેશે. અક્ષય તૃતીયા સુધી મંગળની રાશિમાં સૂર્યના રહેવાથી દેશમાં રાજનૈતિક અને પ્રશાસનિક ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. એની સાથે જ મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ રહેશે. ત્યાં જ વૃષભ, કન્યા, મકર અને મીન રાશિના લોકો માટે જોબ અને બિઝનેસમાં મુશ્કેલીનો સમય રહી શકે છે. આ સિવાય મેષ, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે સમય સામાન્ય રહી શકે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, જ્યોતિર્વિજ્ઞાનમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યની શુભ અસરથી સ્વાસ્થ્યને લગતી પરેશાની દૂર થઇ શકે છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કાર્યો પૂર્ણ થાય છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. મોટા લોકો અને અધિકારીઓ પાસેથી મદદ મળે છે અને સન્માન પણ વધે છે. ત્યાં જ સૂર્યના અશુભ અસરને કારણે નોકરી અને બિઝનેસમાં મુશ્કેલી આવે છે. નુકસાન પણ થાય છે. મોટા લોકો સાથે વિવાદ થઇ શકે છે. આંખને લગતી પરેશાની થાય છે. માથાનો દુખાવો પણ થાય છે. કામકાજમાં મુશ્કેલીઓ આવે છે. વિવાદ અને તણાવ પણ રહે છે.

સૂર્યની શુભ અસરથી સ્વાસ્થ્યને લગતી પરેશાની દૂર થઈ શકે છે. આત્મવિશ્વાસ વધે છે.
સૂર્યની શુભ અસરથી સ્વાસ્થ્યને લગતી પરેશાની દૂર થઈ શકે છે. આત્મવિશ્વાસ વધે છે.

મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિ માટે શુભ સમયઃ-
મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. દુશ્મનો પર વિજય પ્રાપ્ત થવાના યોગ બનશે. અટવાયેલા રૂપિયા પાછા મળી શકે છે. વિચારેલાં મોટાં કામ પણ થઇ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો આપનાર સમય રહેશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે.

મેષ, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે મિશ્રિત સમયઃ-
સૂર્યના રાશિ બદલવાથી મેષ, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 4 રાશિના લોકોનાં કામ તો પૂર્ણ થશે, પરંતુ મહેનત પણ વધારે રહેશે. ખર્ચ અને તણાવ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે, સાથે જ ધનલાભ પણ થઇ શકે છે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઇ શકે છે.

સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં મુશ્કેલી આવી શકે છે. વિવાદ થવાની શક્યતાઓ વધી શકે છે.
સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં મુશ્કેલી આવી શકે છે. વિવાદ થવાની શક્યતાઓ વધી શકે છે.

વૃષભ, કન્યા, મકર અને મીન રાશિના લોકો માટે મુશ્કેલ સમયઃ-
સૂર્યના રાશિ પરિવર્તન થવાથી વૃષભ, કન્યા, મકર અને મીન રાશિના લોકોની જોબ અને બિઝનેસમાં મુશ્કેલીનો સમય રહી શકે છે. સૂર્યને કારણે વિવાદ અને તણાવ વધી શકે છે. આ 5 રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં મુશ્કેલી આવી શકે છે. વિવાદ થવાની શક્યતાઓ વધી શકે છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઇ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું પડશે. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઇએ.

જે રાશિના લોકો પર સૂર્યની મિશ્રિત અસર પડશે તે લોકોએ પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યને ચઢાવવું જોઈએ.
જે રાશિના લોકો પર સૂર્યની મિશ્રિત અસર પડશે તે લોકોએ પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યને ચઢાવવું જોઈએ.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું જોઇએઃ-
સૂર્યના અશુભ પ્રભાવથી બચવા માટે પીપળા અને મદારના છોડને પાણી પિવડાવવું જોઇએ. શુભ ફળ વધારવા માટે સૂર્યોદય પહેલાં જાગીને સૂર્યને પ્રણામ કરો. તાંબાના વાસણથી સૂર્યને જળ ચઢાવવું. જે રાશિના લોકો પર સૂર્યની મિશ્રિત અસર પડશે તે લોકોએ પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યને ચઢાવવું જોઇએ. સૂર્યને લાલ ફૂલ ચઢાવો. જાસૂદનું ફૂલ ચઢાવવાથી સૂર્યને લગતા દોષ દૂર થાય છે.

અન્ય સમાચારો પણ છે...