તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Surya Chandra Grahan Date 2021 Updated: Grahan Sutak Timings | Solar Eclipses June December Time Kab Ha, Lunar Eclipses May November

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2021માં 4 ગ્રહણ થશે:આ વર્ષે ભારતમાં કોઇ સૂર્યગ્રહણ થશે નહીં, પરંતુ બંને ચંદ્રગ્રહણ દેશના થોડા ભાગમાં જોવા મળશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26 મે અને 19 નવેમ્બરના રોજ થનાર ચંદ્ર ગ્રહણ પૂર્વ રાજ્યોના થોડા ભાગમાં જોવા મળશે

હિંદુ પંચાંગ પ્રમાણે આ વર્ષે બે સૂર્ય અને 2 ચંદ્રગ્રહણ થશે. જૂનમાં થનાર સૂર્યગ્રહણ વલયાકાર થશે. ત્યાં જ ડિસેમ્બરમાં પૂર્ણ સૂર્યગ્રહણ થશે. આ બંને જ ભારતમાં જોવા મળશે નહીં. એટલે તેનું ધાર્મિક મહત્ત્વ પણ રહેશે નહીં. આ સિવાય મેમાં પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને નવેમ્બરમાં થનારું ચંદ્રગ્રહણ આંશિક રહેશે. આ બંને ગ્રહણ ભારતના પૂર્વ રાજ્યોના થોડા ભાગમાં ખૂબ જ ઓછા સમય માટે જોવા મળશે. આ ગ્રહણ જે જગ્યાએ જોવા મળશે ત્યાં તેનું ધાર્મિક મહત્ત્વ અને સૂતક બંને જ રહેશે.

સૂર્યગ્રહણઃ-
10 જૂન 2021, ગુરુવારઃ
આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ ઉત્તર-પૂર્વ અમેરિકા, યૂરોપ, ઉત્તરી એશિયા અને ઉત્તરી અટલાન્ટિક મહાસાગરમાં આ ગ્રહણ જોવા મળી શકશે. એટલે આ જગ્યાએ આ ગ્રહણની અસર પણ રહેશે. ભારતીય સમય પ્રમાણે તે વલયાકાર સૂર્યગ્રહણ બપોરે લગભગ 1-42 વાગે શરૂ થઇને સાંજે 6-41 વાગે પૂર્ણ થશે. 5 કલાકના આ ગ્રહણમાં 3 મિનિટ 48 સેકેન્ડ સુધી વલયાકાર સ્થિતિ બનશે.

4 ડિસેમ્બર 2021, શનિવારઃ આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ અન્ટાર્કટિકા સાથે જ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અટલાન્ટિક મહાસાગર અને હિંદ મહાસાગરના દક્ષિણ ભાગમાં જોઇ શકાશે. એટલે આ જગ્યાએ આ ગ્રહણની અસર પણ રહેશે. ભારતીય સમય પ્રમાણે તે પૂર્ણ સૂર્યગ્રહણ સવારે 10-59 વાગે શરૂ થઇને બપોરે 3-07 પૂર્ણ થશે. લગભગ 4 કલાકના આ ગ્રહણમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે 1 મિનિટ 57 સેકેન્ડ સુધી ચંદ્ર રહેશે.

ચંદ્રગ્રહણઃ-
26 મે 2021, બુધવારઃ
આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે પરંતુ બપોરે શરૂ થવાથી ભારતના થોડા ભાગમાં આંશિક રૂપથી જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ બપોરે 02-16 વાગે શરૂ થઇને સાંજે 7-21 વાગે પૂર્ણ થશે. ત્યાં જ, ભારતના થોડા પૂર્વ રાજ્યોમાં ચંદ્રોદય સાંજે લગભગ 7 વાગે થશે એટલે થોડીવાર માટે જ ભારતના થોડા ભાગમાં આ ગ્રહણ જોવા મળશે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના થોડા ભાગ સહિત ઉત્તર-પૂર્વ ભારતમાં (સિક્કિમને છોડીને) થોડી જગ્યાએ આ ગ્રહણ ઓછા સમય માટે જોઇ શકાશે. ત્યાં જ, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા સાથે જ અન્ટાર્કટિકા, પ્રશાંત અને હિંદ મહાસાગરમાં આ ગ્રહણ જોવા મળશે.

19 નવેમ્બર 2021, શુક્રવારઃ આ આંશિક ચંદ્રગ્રહણ છે. જે ભારતીય સમય પ્રમાણે સવારે 11-30 થી શરૂ થઇને સાંજે 5-33 સુધી રહેશે. ભારતના પૂર્વ રાજ્યોમાં ચંદ્રોદય જલ્દી થઇ જવાથી અરૂણાચલ પ્રદેશ અને અસમના થોડા ભાગમાં આ ગ્રહણ ખૂબ જ ઓછા સમય માટે જોવા મળશે. આ સિવાય પશ્ચિમ આફ્રિકા, પશ્ચિમી યૂરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, અટલાન્ટિકા અને પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser