14 જાન્યુઆરીએ સૂર્ય રાશિ બદલીને ધનમાંથી મકરમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં પહેલાંથી જ બુધ અને શનિ છે. હવે સૂર્યના આવવાથી આ ત્રણેય ગ્રહોની યુતિ બનશે. જ્યોતિષીઓ પ્રમાણે સૂર્ય અને શનિ એકબીજા સાથે દુશ્મનીનો ભાવ રાખે છે. આ બે ગ્રહોના એકસાથે રહેવાથી દેશ-દુનિયા અને અનેક રાશિઓ માટે અશુભ સ્થિતિ રહેશે.
સૂર્ય-શનિનો અશુભ યોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્ય, બુધ અને શનિની યુતિ સારો સંકેત નથી, જ્યારે માત્ર સૂર્ય અને બુધની યુતિ શુભ માનવામાં આવે છે. તેનાથી વેપાર અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય છે. સૂર્ય અને શનિની યુતિ એક અશુભ યોગ છે.
આ અશુભ ગ્રહ સ્થિતિના કારણે લોકોને સફળતા પ્રાપ્ત કરવામાં મોડું થાય છે. આ અશુભ સ્થિતિના કારણે દેશમાં રાજકીય અને વહીવટી વિવાદ થઈ શકે છે. દેશમાં બીમારીઓનું સંક્રમણ વધવાની પણ શક્યતા છે. પિતા-પુત્રના સંબંધ ખરાબ થઈ શકે છે. 13 ફેબ્રુઆરીએ સૂર્યના રાશિ બદલવાથી આ ત્રણેય ગ્રહો એકસાથે રહેશે. આ દિવસે સૂર્ય કુંભ રાશિમાં જતો રહેશે. ત્યાં જ, શનિ 28 એપ્રિલના રોજ કુંભમાં પ્રવેશ કરશે.
13 ફેબ્રુઆરી સુધી 12 રાશિઓ ઉપર સૂર્ય અને શનિની કઈંક આવી અસર જોવા મળશે
મેષ- મહેનત વધારે કરવી પડશે. અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે.
વૃષભ- પારિવારિક રીતે સમય ઉતાર-ચઢાવભર્યો રહેશે. સ્વાસ્થ્યને લઈને ખાસ સાવધાની રાખવી
મિથુન- આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. કરિયરની દૃષ્ટિએ સમય ઠીક નથી.
કર્ક- જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.
સિંહ- શિક્ષા ક્ષેત્રે જોડાયેલાં લોકોએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
કન્યા- આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
તુલા- સ્થાન પરિવર્તનના યોગ બનશે. અચાનક પરેશાની વધી શકે છે. સફળતાની નવી તક મળશે.
વૃશ્ચિક- માતા-પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પેટને લગતા રોગ પરેશાન કરી શકે છે.
ધન- આકરી મહેનત કરવાથી ધન લાભ થશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
મકર- પ્રેમ સંબંધોને લઈને થોડું સાવધાન રહો. નવા રિલેશન બનાવવાથી બચવું. ખર્ચ વધી શકે છે.
કુંભ- આર્થિક મામલે નુકસાન થવાના યોગ છે. દુશ્મનોથી પરેશાન રહેશો.
મીન- ખર્ચ વધી શકે છે. યોજનાઓ અસફળ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.