• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Sun's Zodiac Change: Budhaditya Yoga Will Be Formed From September 17; An Auspicious Time For The Four Zodiac Signs Including Sagittarius, The Economy Is Also

સૂર્યનું રાશિ પરિવર્તન:17 સપ્ટેમ્બરે બુધાદિત્ય યોગ બનશે; ધન સહિત ચાર રાશિના લોકો માટે શુભ સમય, અર્થવ્યવસ્થા મજબૂત થવાના યોગ

18 દિવસ પહેલા

17 સપ્ટેમ્બરથી સૂર્ય કન્યા રાશિમાં રહેશે. આ રાશિમાં બુધ હોવાથી બુધાદિત્ય શુભ યોગ પણ બનશે. સૂર્યની ગતિમાં ફેરફાર થવાની અસર બધી જ રાશિઓ પર પડશે. આ ગ્રહ સ્થિતિથી દેશ-દુનિયામાં મોટા ફેરફાર થવાના પણ સંકેત છે. સૂર્યની આ સ્થિતિ રાજનૈતિક, આર્થિક અને સામાજિક દૃષ્ટિએ બધાને પ્રભાવિત કરશે.

તમારા માટે શુભ કે અશુભ
સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી મેષ, કર્ક, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ ચાર રાશિના લોકોની ઉન્નતિ અને ફાયદાના યોગ બનશે. મિથુન, તુલા, કુંભ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ ત્રણેય રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. ત્યાં જ વૃષભ, સિંહ, કન્યા, મકર અને મીન રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે.

કન્યા રાશિમાં બુધ અને સૂર્યની યુતિ બુધાદિત્ય યોગ બનાવશે.
કન્યા રાશિમાં બુધ અને સૂર્યની યુતિ બુધાદિત્ય યોગ બનાવશે.

દેશ-દુનિયા પર અસર
કાશીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, કન્યા રાશિમાં સૂર્યના આવી જવાથી શેરબજારમાં મંદી સાથે જ બિઝનેસની ગતિ થોડી ધીમી થશે, પરંતુ બુધ સાથે સૂર્યની યુતિ બનવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારા સાથે શેરબજાર ફરીથી તેજીમાં આવે એવી શક્યતા રહેશે, જેના દ્વારા અર્થવ્યવસ્થા થોડી મજબૂત થવાના યોગ બનશે.

રાજનૈતિક ઊથલપાથલ તથા પ્રાકૃતિક આપત્તિઓ વધવાની શક્યતા છે. બુધાદિત્ય શુભ યોગના પ્રભાવથી શિક્ષાક્ષેત્રમાં વિકાસ તરફ સરકારનું ધ્યાન રહેશે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ મળશે. શિક્ષા પ્રણાલીમાં સુધારા થવાના પણ યોગ બનશે.

બુધ અને સૂર્યની યુતિ બનવાથી મિથુન, તુલા અને કુંભ જાતકોએ સાવધાન રહેવું પડશે.
બુધ અને સૂર્યની યુતિ બનવાથી મિથુન, તુલા અને કુંભ જાતકોએ સાવધાન રહેવું પડશે.

સૂર્યનું રાશિ બદલવું 4 રાશિના લોકો માટે શુભ
મેષ, કર્ક, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. કિસ્મતનો સાથ મળી શકે છે. પારિવારિક મામલે પણ સમય શુભ કહી શકાય છે.

3 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે
સૂર્યના કન્યા રાશિમાં આવી જવાથી મિથુન, તુલા અને કુંભ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ ત્રણેય રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ થવાની શક્યતા છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેવું નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.

અન્ય 5 રાશિના લોકો માટે મિશ્રિત સમય
સૂર્યના કન્યા રાશિમાં આવી જવાથી વૃષભ, સિંહ, કન્યા, મકર અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ પાંચ રાશિના લોકોને ધનલાભ તો થશે, પરંતુ ખર્ચ પણ થશે. થોડા મામલે નક્ષત્રોનો સાથ મળશે ત્યાં જ કામકાજમાં વિઘ્ન, તણાવ અને વિવાદ થવાની પણ શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...