• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Sun Will Come In Capricorn Tomorrow: Till February 13, There Will Be A Beneficial Time For Jobs And Business Of Four Zodiac Signs Including Scorpio

14 જાન્યુઆરીએ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ:13 ફેબ્રુઆરી સુધી 4 રાશિને ભાગ્યનો સાથ મળશે, કુંભ સહિત 6 રાશિના લોકોએ ધનહાનિ ભોગવવી પડી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 જાન્યુઆરીએ સૂર્ય રાશિ બદલીને ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં પહેલેથી જ શુક્ર અને શનિ હાજર છે. હવે સૂર્યના આવવાથી આ ત્રણેય ગ્રહની યુતિ બનશે. જ્યોતિષ પ્રમાણે, આ સૂર્ય અને શનિ બંને એકબીજાને પોતાના દુશ્મન માને છે. આ ગ્રહોનું એકસાથે રહેવું દેશ-દુનિયા અને અનેક રાશિના લોકો માટે અશુભ રહેશે, પરંતુ મેષ, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ ચાર રાશિના લોકોને જોબ અને બિઝનેસ માટે સમય સારો રહેશે.

સૂર્ય-શનિનો અશુભ યોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, સૂર્ય, બુધ અને શનિની યુતિ સારો સંકેત નથી, સાથે જ સૂર્ય અને શુક્રની યુતિ પણ અશુભ માનવામાં આવે છે. આ ગ્રહોને કારણે અનેક લોકોને બિઝનેસ અને નોકરીમાં વિવાદ થવાની શક્યતા રહેશે. મહેનત વધારે રહેશે અને સફળતા પ્રાપ્ત કરવામાં મોડું થઈ શકે છે. આ અશુભ સ્થિતિને કારણે દેશમાં રાજનૈતિક અને પ્રશાસનિક વિવાદ થવાની શક્યતા રહેશે. બીમારીઓનું સંક્રમણ વધી શકે છે. પિતા-પુત્રના સંબંધ ખરાબ થઈ શકે છે.

સૂર્યના રાશિ બદલવાથી મિથુન, કર્ક, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકોને જોબ અને બિઝનેસ માટે મુશ્કેલ સમય રહી શકે છે.
સૂર્યના રાશિ બદલવાથી મિથુન, કર્ક, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકોને જોબ અને બિઝનેસ માટે મુશ્કેલ સમય રહી શકે છે.

12 રાશિના લોકો માટે કંઈક આવું રહેશે સૂર્યનું રાશિ પરિવર્તન

મેષ, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સમય શુભ
મેષ, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. દુશ્મનો પર વિજય મળવાના યોગ બનશે. અટવાયેલા રૂપિયા પાછા મળી શકે છે. વિચારેલાં મોટાં કામ પણ પૂર્ણ થઈ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો આપનારો સમય રહેશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ થઈ શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે.

વૃષભ અને કન્યા રાશિના લોકો માટે સામાન્ય સમય
સૂર્યના રાશિ બદલવાથી વૃષભ અને કન્યા રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોનાં કામ તો પૂર્ણ થશે, પરંતુ મહેનત પણ વધારે રહેશે. ખર્ચ અને તણાવ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં વિવાદની પરિસ્થિતિ બની શકે છે, સાથે જ ધનલાભ પણ થઈ શકે છે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે.

સૂર્યની અશુભ અસરથી બચવા માટે પીપળા અને મદારના છોડમાં પાણી નાખવું જોઈએ
સૂર્યની અશુભ અસરથી બચવા માટે પીપળા અને મદારના છોડમાં પાણી નાખવું જોઈએ

કુંભ સહિત 6 રાશિના લોકો માટે મુશ્કેલ સમય
સૂર્યના રાશિ બદલવાથી મિથુન, કર્ક, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકોને જોબ અને બિઝનેસ માટે મુશ્કેલ સમય રહી શકે છે. સૂર્યના કારણે વિવાદ અને તણાવ વધી શકે છે. આ 6 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ થવાની શક્યતા રહેશે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું પડશે. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું
સૂર્યની અશુભ અસરથી બચવા માટે પીપળા અને મદારના છોડમાં પાણી નાખવું જોઈએ. શુભફળ વધારવા માટે સૂર્યોદય પહેલાં જાગીને સૂર્યને પ્રણામ કરવું. તાંબાના વાસણમાં સૂર્યને જળ ચઢાવવું. જે રાશિના લોકો ઉપર સૂર્યની મિશ્રિત અસર પડશે તે લોકોએ પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યને ચઢાવવું જોઈએ. સૂર્યને લાલ ફૂલ ચઢાવવાં. જાસૂદનાં ફૂલ ચઢાવવાથી સૂર્યને લગતા દોષ દૂર થાય છે.

અન્ય સમાચારો પણ છે...