રાશિફળ:15 જૂને સૂર્યનું રાશિ પરિવર્તન; વૃષભ અને કુંભ રાશિના લોકો લાભમાં રહેશે, મીન રાશિના લોકોએ સાવધાન રહેવું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 15 જૂનના રોજ સૂર્ય રાશિ બદલી રહ્યો છે. આ ગ્રહ વૃષભથી મિથુન રાશિમાં આવી જશે. સૂર્ય મિથુન રાશિમાં 17 જુલાઈ સુધી રહેશે. તે પછી 17મીએ સવારે કર્ક રાશિમાં આવી જશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૂર્યની અશુભ અસરથી બચવા માટે રોજ સવારે વહેલા જાગવું અને સૂર્યને અર્ઘ્ય આપીને દિવસની શરૂઆત કરવી. અહીં જાણો બધી જ 12 રાશિઓ માટે સૂર્યનું રાશિફળ કેવું રહેશે.....

અમદાવાદ એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જ્યોતિષ આચાર્ય મહોદય શ્રીઆશિષ રાવલ(ashishrawal13677@gmail.com) તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા પ્રમાણેતા.15મીએ સવારે 6.૦1 જન્મભૂમિ પંચાગ અનુસાર સૂર્ય મિથુન સંક્રાંતિમાં પ્રવેશ કરી સતત 31 દિવસ સુધી પરિભ્રમણ કરશે. મિથુન રાશિમાં સૂર્યનું પરિભ્રમણ પૂર્વ આચાર્યોના મતે શુભ માનવામાં આવે છે કારણ કે સૂર્ય પોતે પુરુષ ગ્રહ અને મિથુન રાશિ પણ પુરુષ રાશિ ગણવામાં આવે છે. નૈસર્ગિક કુંડળી પ્રમાણે ત્રીજા ભાવની રાશિ, દ્વિસ્વભાવ રાશિ તરીકે ગણવામાં આવે છે. આ પરિભ્રમણ દરમિયાન સરકારી કામકાજો માટે શુભ સમય. નવા-નવા કરારો, લખાણો કે દસ્તાવેજો સરળતાપૂર્વક થઈ શકશે. દેવમંદિરમાં દર્શનાર્થીઓ માટે વધુ સારી સગવડો કોરોના જેવી વૈશ્વિકબીમારીના રક્ષણ માટે વધુ નક્કર પગલાં લેવાય. વરસાદ થવાને કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત અનુભવાશે. ધરતી ભીની થશે જેને કારણે પાક-વાવણી સારી થશે અને આગામી સમયમાં પાણીની ખેંચ લાંબા સમય સુધી દુર થશે. જ્યારે રાજકીય મહાનુભવો સતાના આટાપાટા બને! રાજકીય ખટપટો, વાદ-વિવાદ અને ઝધડાઓનો વધુ સામનો કરવો પડે તેમજ દરેક પક્ષોમાં આંતરિક વિખવાદો વધી શકે! મોટા-મોટા ધનાઢ્ય વ્યક્તિઓ કે ઉદ્યોગપતિઓ પાસે નાણાભીડ વધુ વરતાય. માર્કેટમાં વધુ મંદીનો સામનો કરવો પડે.

મિથુન રાશિમાં સૂર્યનું પરિભ્રમણ પૂર્વ આચાર્યોના મતે શુભ માનવામાં આવે છે કારણ કે સૂર્ય પોતે પુરુષ ગ્રહ અને મિથુન રાશિ પણ પુરુષ રાશિ ગણવામાં આવે છે
મિથુન રાશિમાં સૂર્યનું પરિભ્રમણ પૂર્વ આચાર્યોના મતે શુભ માનવામાં આવે છે કારણ કે સૂર્ય પોતે પુરુષ ગ્રહ અને મિથુન રાશિ પણ પુરુષ રાશિ ગણવામાં આવે છે

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૂર્યની બારેય રાશિ ઉપર શુભાશુભ અસરઃ-

મેષઃ- ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. પરિવારમાં અને સમાજમાં માન-સન્માન મળશે. ધનલાભ મળવાના યોગ છે. મહેનત સફળ થઈ શકે છે.

વૃષભઃ- આ રાશિથી સૂર્ય બહાર આવી જશે, જેના કારણે ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. સંતાનનો સહયોગ મળી શકે છે. પરિવારમાં બધું જ ઠીક રહેશે.

મિથુનઃ- આ રાશિમાં સૂર્ય આવી રહ્યો છે. સરકારી કાર્યોમાં લાભ થઈ શકે છે. દુશ્મન પરાજિત થઈ શકે છે. રોજગારના મામલે સમય યોગ્ય રહેશે.

કર્કઃ- જમીન-જાયદાદને લગતા કાર્યોમાં લાભ મળી શકે છે. વાદ-વિવાદથી બવું, નહીંતર ચિંતા વધી શકે છે, પરંતુ થોડા સમય પછી લાભ મળી શકશે.

સિંહઃ- તમારા માટે સમય સામાન્ય રહેશે. મહેનત પ્રમાણે લાભ પ્રાપ્ત કરી શકશો. સમજી-વિચારીને આગળ વધશો તો લાભ મળી શકે છે.

કન્યાઃ- તમારું પર્ફોમેન્સ સારું રહેશે. સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. દુશ્મન પરાજિત થશે. ધનલાભ મળી શકે છે.

તુલાઃ- સંયમપૂર્વક સમય વિતાવવો. ઉતાવળ ન કરો. નહીંતર બનતું કામ ખરાબ થઈ શકે છે. ધૈર્યથી કામ લેવું.

વૃશ્ચિકઃ- સાવધાન રહેવાની જરૂરિયાત છે. અતિઉત્સાહમાં કોઈ કામ ન કરો. રોકાણ સમજી-વિચારીને કરો. નિષ્ણાત વ્યક્તિની સલાહ લઇને જ આગળ વધો.

ધનઃ- આ રાશિ માટે બિનજરૂરી ચિંતા બની રહેશે, પરંતુ શાસકીય કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. ચિંતાથી બચવું, ભવિષ્યમાં સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષનો થઈ જશે.

મકરઃ- બગડેલા કાર્યોમાં સુધાર આવશે. નવી યોજનાઓ ઉપર કામ કરી શકશો. કોઈ મોટી સફળતા મળી શકે છે. સમય પક્ષનો રહેશે.

કુંભઃ- નવા વાહન મળવાના યોગ છે. લેવડ-દેવડમાં સાવધાની જાળવવી. સમજી-વિચારીને કામ કરો, ફાયદામા રહેશો, નહીંતર નુકસાન થઈ શકે છે. યોજનાઓ સફળ રહેશે.

મીનઃ- કામ સમયે કરી શકશો નહીં. ચિંતા રહેશે. ભય રહેશે. કામ ખરાબ થઈ શકે છે, ધૈર્ય રાખવું.