તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રહ-ગોચર:સૂર્ય-શનિનો અશુભ યોગ 15 જુલાઈ સુધી રહેશે, બીમારીનું સંક્રમણ વધી શકે છે, આ 3 રાશિના જાતકોએ સાચવીને રહેવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં ઉત્તર અને દક્ષિણ ભાગમાં બીમારીઓ વધવાની સંભાવના છે
  • મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ માટે આ સમય શુભ છે

15 જૂન સૂર્ય વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં આવી ગયો છે. તે 15 જુલાઈ સુધી રહેશે. આ શનિની આઠમી રાશિમાં છે. આથી હવે સૂર્ય-શનિનો અશુભ ષડાષ્ટક યોગ રહેશે. તેની અસર દેશ-દુનિયાની સાથે બધી રાશિ પર થશે. આ રાશિમાં હવામાનમાં ફેરફાર પણ થાય છે. સૂર્ય મિથુન રાશિમાં આવ્યા પછી વરસાદની સીઝન શરુ થાય છે. મિથુન સંક્રાંતિ દરમિયાન બીમારીઓના સંક્રમણનું જોખમ વધી જાય છે આથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સૂર્ય-શનિનો ષડાષ્ટક યોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રએ જણાવ્યું કે, સૂર્ય મિથુન રાશિમાં આવવાને લીધે 15 જુલાઈ સુધી સૂર્ય-શનિ છઠ્ઠી અને આઠમી રાશિમાં રહેશે. તેને ષડાષ્ટક યોગ કહેવાય છે. સૂર્ય અને શનિ એકબીજાના દુશ્મન હોવાને લીધે આ અશુભ યોગથી જનતા અને સરકાર વચ્ચે વિશ્વાસ નહીં રહે. ઇન્ટરનેશનલ સ્તરે મોટા દેશો વચ્ચે સ્ટ્રેસ વધી શકે છે. પાડોશી દેશ સાથે વિવાદ થઈ શકે છે.

અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાવ આવશે. દેશમાં ઉત્તર અને દક્ષિણ ભાગમાં બીમારીઓ વધવાની સંભાવના છે. દેશમાં કોઈ ફેમસ વ્યક્તિના નિધનનો યોગ પણ છે. કુદરતી કહેર ભૂકંપ, ચક્રવાત કે આગ લાગી શકે છે. લોકોના સ્વાસ્થ્યને લઈને દેશ-વિદેશમાં નવી તકલીફો આવી શકે છે.

મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ માટે શુભ
સૂર્ય મિથુન રાશિમાં આવવાથી મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. આ 4 રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં આગળ વધવાનો મોકો મળશે. રોકાયેલા પૈસા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો અંત આવશે. અટવાયેલા કામ પૂરા થશે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો થશે. નસીબનો સાથ મળશે.

કર્ક, વૃશ્ચિક અને મીન રાશિને સાચવીને રહેવું પડશે
સૂર્ય મિથુન રાશિમાં આવવાથી આ ત્રણ રાશિના જાતકોની તકલીફ વધશે. તેમના કામમાં અડચણો આવી શકે છે. વિવાદની શક્યતા છે. સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ થઈ શકે છે. નવું કામ શરુ ના કરવું. કામમાં ઉતાવળ કે બેદરકારી ના કરવી.

કુંભ સહિત 5 રાશિઓ માટે આ સમય ઠીકઠાક રહેશે
વૃષભ, મિથુન, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે આ સમય ઠીક રહેશે. ધન લાભ પણ થશે અને ખર્ચ પણ થઈ જશે. અમુક કામમાં નસીબનો સાથ મળશે તો અમુકમાં અડચણો આવશે. સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ પણ થઈ શકે છે.