તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિ પરિવર્તન:સૂર્ય 16 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં રહેશે, મેષ અને વૃષભ રાશિના લોકોને સફળતા મળી શકે છે

5 મહિનો પહેલા
 • 15 ડિસેમ્બર સુધી સૂર્ય વૃશ્ચિકમાં જ રહેશે, સૂર્ય ગ્રહથી શુભ ફળ મેળવવા માટે રોજ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો

સોમવાર, 16 નવેમ્બરની સાંજે સૂર્ય તુલા રાશિથી વૃશ્ચિકમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્યાર બાદ સૂર્ય 15 ડિસેમ્બર સુધી આ રાશિમાં જ રહેશે. વૃશ્ચિક સૂર્યના મિત્ર મંગળની રાશિ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, થોડી રાશિઓ માટે સૂર્યના કારણે પરેશાનીઓ વધી શકે છે. સૂર્ય ગ્રહથી શુભ ફળ મેળવવા માટે રોજ સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ અને ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઇએ. અહીં જાણો બધી 12 રાશિ માટે સૂર્યનું રાશિ પરિવર્તન કેવું રહેશે.

મેષઃ- તમારા માટે સૂર્ય આઠમા ભાવનો થઇ જશે. કોઇ મોટા કામમાં સફળતા મળી શકે છે. ખર્ચમાં વધારો થશે. વેપારીઓ માટે સમય સારો રહેશે.

વૃષભઃ- આ રાશિ માટે સૂર્ય મંગળકારી સ્થિતિમાં રહેશે. કાર્યોમાં વિશેષ લાભ મળી શકે છે. કામ વધશે અને શાસકીય કાર્યોમાં સફળતા મળી શકે છે.

મિથુનઃ- મિથુનથી સૂર્ય છઠ્ઠી રાશિમાં રહેશે, જેને કારણે સફળતા તો મળશે, પરંતુ ચિંતા વધારનારા કોઇ સમાચાર મળી શકે છે. પરિવારમાં જવાબદારી વધશે.

કર્કઃ- પાંચમો સૂર્ય કાર્યોને ગતિ આપશે. અટવાયેલાં કાર્યો હવે પૂર્ણ થઇ શકે છે. નજીકના સંબંધીઓ પાસેથી લાભ મળવાના યોગ છે.

સિંહઃ- ચોથા ભાવનો સૂર્ય તમારું માન-સન્માન વધારશે. અનેક દિવસોથી જે સમસ્યા ચાલી રહી હતી એ ઉકેલાઈ શકે છે.

કન્યાઃ- આ રાશિ માટે સૂર્ય ત્રીજી રાશિમાં રહેશે. સૂર્ય લાભ આપવાની સ્થિતિમાં છે. સુખની પ્રાપ્તિ થશે. સન્માન વધશે.

તુલાઃ- તમારા માટે સૂર્ય બીજા ભાવનો રહેશે. આ ગ્રહના કારણે વિઘ્ન દૂર થઇ શકે છે. વેપારમાં લાભના યોગ બનશે.

વૃશ્ચિકઃ- હવે સૂર્ય આ રાશિમાં રહેશે, જેને કારણે તમારાં કાર્યોમાં સફળતા અને માન-સન્માન મળવાનાં અણસાર છે. ધનની પ્રાપ્તિ પણ થઇ શકે છે. કામનો વિસ્તાર થશે.

ધનઃ- તમારા માટે સૂર્ય બારમા ભાવનો રહેશે. થોડી પરેશાનીઓ વધવાના યોગ છે. આર્થિક સ્વરૂપે સાવધાન રહેવું. કોઇ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરશો નહીં. વાહન ચલાવતી સમયે બેદરકારી ન કરો.

મકરઃ- સૂર્ય અગિયારમા ભાવનો રહેશે. આત્મવિશ્વાસ વધશે. કામ યોગ્ય સમયે પૂર્ણ થવા લાગશે. સફળતા સાથે જ પરિવારમાં સુખ વધશે.

કુંભઃ- આ રાશિ માટે સૂર્ય દસમા ભાવનો રહેશે. મિત્રો સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. સંયમ રાખો. કામને લઇને બેદરકારી ન કરો.

મીનઃ- તમારા માટે સૂર્ય નવમા ભાવનો રહેશે. સૂર્ય તમારા કામમાં ફેરફાર કરી શકે છે. વિસ્તાર થશે. મિત્રો સાથે સંબંધ સુખદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો