વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પૂર્ણ:ભારતમાં સૌથી પહેલા અમૃતસરમાં જોવા મળ્યું, જમ્મુથી ભોપાલ સુધી દેખાયું

એક મહિનો પહેલા

ગાંધીનગરનું સૂર્યગ્રહણ

જામનગરનું સૂર્યગ્રહણ

અમદાવાદનું સૂર્યગ્રહણ

દિલ્હીનું સૂર્યગ્રહણ

તમિલનાડુનું સૂર્યગ્રહણ

બેંગ્લોરનું સૂર્યગ્રહણ

લખનૌનું સૂર્યગ્રહણ

ચંદીગઢ અને જમ્મુનું સૂર્યગ્રહણ

કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું

જમ્મૂમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું

હરિયાણામાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું

ગ્રહણ હવે ભારતના ઘણા ભાગોમાં જોવા મળી રહ્યું છે

સૂર્યગ્રહણ ભારતમાં શરૂ, લેહ, લદ્દાખમાં દેખાયો

ફ્રાન્સમાં લ્યોન્સ ઉપર આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું

લંડનમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું

ઇંગ્લેન્ડના નોટિંગહામશાયરમાં મેન્સફિલ્ડ ડિસ્ટ્રિક્ટના લોકો છેલ્લા સૂર્યગ્રહણના ફોટોઝ શેર કરે છે

નેધરલેન્ડના સૂર્યગ્રહણનો ફોટો

આજે સૂર્યગ્રહણ લાગશે. તેના પછીના દિવસે એટલે 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા થશે. આ વર્ષે ગ્રહણના કારણે દિવાળી અને ગોવર્ધન પૂજા વચ્ચે એક દિવસનો ખાડો છે. 2022 પછી દિવાળી અને સૂર્યગ્રહણનો યોગ 2032માં 3 નવેમ્બરના રોજ બનશે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ સૌથી પહેલાં અમૃતસરમાં 4.19 મિનિટે દેખાવાનું છે.

આ વખતે દિવાળીએ સૂર્યગ્રહણ અને બુધ, ગુરુ, શુક્ર, શનિનું સ્વરાશિમાં રહેવું, આ યોગ છેલ્લાં 1300 વર્ષોમાં બન્યો નથી. આ ગ્રહણ ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળશે અને તેનું સૂતક સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ ગયું છે. દિવાળી પૂજામાં સ્થાપિત કરેલાં લક્ષ્મીજીના બાજોઠને સૂર્યગ્રહણ પૂર્ણ થયાં પછી જ હટાવવો.

અમેરિકી સ્પેસ એજન્સી નાસાની વેબસાઇટ પ્રમાણે 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ યુરોપ, નોર્થ-ઇસ્ટ આફ્રિકા, મિડલ ઈસ્ટ, વેસ્ટ એશિયામાં જોવા મળશે. સૂર્યગ્રહણ પછી 8 નવેમ્બરે પૂર્ણ ચંદ્રગ્રહણ પણ થશે. જે એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકામાં જોવા મળશે. ભારતમાં પણ તેને જોઈ શકાશે અને તેનું સૂતક પણ લાગશે.

બિડલા તારામંડળ, કોલકાતાના ખગોળ વૈજ્ઞાનિક દેવીપ્રસાદ દુઆરીના જણાવ્યા પ્રમાણે આ ગ્રહણ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં સૌથી સારું જોવા મળશે. ત્યાં જ, દેશના પૂર્વ ભાગમાં ગ્રહણ જોવા મળશે નહીં. કેમ કે તે જગ્યાએ સૂર્યાસ્ત થઈ ગયો હશે. આ સિવાય યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાના થોડા ભાગમાં પણ આ ગ્રહણ જોવા મળશે.

દિવાળી જેવા મોટા તહેવારમાં સૂર્યગ્રહણ હોવાથી અનેક પ્રકારના કન્ફ્યૂઝન પેદા થઈ ગયા છે. જેમ કે, દિવાળીએ રાતે પૂજા પછી લક્ષ્મીજીનો બાજોઠ ક્યારે હટાવવો, ગ્રહણ સમયે ભોજનને કેવી રીતે સુરક્ષિત અને પવિત્ર રાખવું, સૂતકનો સમય શું રહેશે. ગ્રહણની અસર બધી જ રાશિઓ ઉપર કેવી થશે. ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. સૂર્યગ્રહણ સમયે આંખનું ધ્યાન કેવી રીતે રાખવું?

આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે અમે વિવિધ એક્સપર્ટ્સ સાથે વાત કરી છે. ધર્મ-જ્યોતિષ બાબતે ઉજ્જૈનના એસ્ટ્રોલોજર પં. મનીષ શર્મા, આયુર્વેદ બાબતે ડો. રામ અરોરા, મહિલાઓ માટે ટિપ્સ ઉજ્જૈનની મહિલા ડોક્ટર મોના ગુપ્તા અને આંખનું ધ્યાન રાખવા માટે ભોપાલના આઈ સ્પેશિયાલિસ્ટ ડો. પવન ચૌરસિયા જણાવી રહ્યાં છે.

સવાલ-જવાબમાં સૂર્યગ્રહણ સાથે જોડાયેલી ખાસ વાતો જાણો

સવાલ- શું આપણા દેશમાં 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણનું સૂતક રહેશે?
જવાબ
- હા, આ આંશિક સૂર્યગ્રહણ ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળશે. જેના કારણે સૂર્યગ્રહણનું સૂતક રહેશે અને સૂતક સાથે જોડાયેલી માન્યતાઓનું પાલન કરવામાં આવશે. દિવાળી (24 ઓક્ટોબર)એ રાતે લક્ષ્મીપૂજા પછી સવારે સૂતક શરૂ થતાં પહેલાં લક્ષ્મીજીના બાજોઠને પૂજા સ્થાનથી લઇ લેવાનો રહેશે. સૂતક સમયે બધાં મંદિરોનાં દ્વાર બંધ રહેશે અને ગ્રહણ પૂર્ણ થયાં પછી મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવશે, તે પછી મંદિરોમાં ભક્તો દર્શન કરી શકશે.

સવાલ- સૂર્યગ્રહણનો સમય શું રહેશે?

જવાબ- 25 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે. સાંજે 6.25 વાગે ગ્રહણ પૂર્ણ થશે. જે જગ્યાએ ગ્રહણ પૂર્ણ થયાં પહેલાં સૂર્યાસ્ત થઈ જશે, ત્યાં સૂર્યાસ્ત પછી જ ગ્રહણ પૂર્ણ થઈ જશે.

સવાલ- ગ્રહણનું સૂતક ક્યાં સુધી રહેશે?

જવાબ- સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. સૂર્યગ્રહણનું સૂતક 25 તારીખે સવારે 4 વાગે શરૂ થશે. જ્યારે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે ગ્રહણનું સૂતક પણ પૂર્ણ થઈ જશે.

સવાલ- ગ્રહણ સમયે ધર્મ-કર્મમાં શું કરવું જોઈએ?

જવાબ- જ્યારે ગ્રહણનું સૂતક રહે છે, ત્યારે પૂજા-પાઠ જેવાં શુભ કામ કરવામાં આવતાં નથી. આ કારણે બધાં મંદિર બંધ રહે છે. ગ્રહણ પૂર્ણ થયાં પછી જ પૂજાપાઠ કરવામાં આવે છે. ગ્રહણ કાળમાં અવાજ કર્યા વિના મંત્રજાપ કરી શકાય છે. આ સમયે દાન કરવું જોઈએ.

સવાલ- સૂર્યગ્રહણ કેમ થાય છે?

જવાબ- ધર્મ અને વિજ્ઞાનની દૃષ્ટિએ વિવિધ કારણ છે. વિજ્ઞાન પ્રમાણે પૃથ્વી ચંદ્ર સાથે સૂર્યની પરિક્રમા કરે છે અને ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે. જ્યારે ચંદ્ર પરિક્રમા કરીને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે અને આ ત્રણેય ગ્રહો એક સીધી લાઇનમાં રહે છે, ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર પડે છે. જ્યાં-જ્યાં ચંદ્રનો પડછાયો પડે છે, ત્યાં સૂર્ય દેખાતો નથી. આ સ્થિતિને જ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ધર્મની દૃષ્ટિએ ગ્રહણની કથા રાહુ અને કેતુ સાથે જોડાયેલી છે.

દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત બહાર આવ્યું. વિષ્ણુજી મોહિની અવતાર લઈને દેવતાઓને અમૃત પાન કરાવી રહ્યા હતા. એક અસુર રાહુ દેવતાઓનો વેષ બનાવીને દેવતાઓની વચ્ચે બેસી ગયો અને તેણે અમૃત પી લીધું હતું. સૂર્ય અને ચંદ્ર રાહુને ઓળખી ગયા અને તેમણે વિષ્ણુજીને આ વાત જણાવી દીધી. વિષ્ણુજીએ સુદર્શન ચક્રથી રાહુનું માથું ધડથી અલગ કરી દીધું પરંતુ રાહુએ અમૃત પી લીધું હતું. આ કારણે તે મૃત્યુ પામ્યો નહીં. રાહુના બે ભાગ થઈ ગયા. એક ભાગને રાહુ અને બીજાને કેતુ કહેવામાં આવે છે. રાહુની ફરિયાદ સૂર્ય અને ચંદ્રએ કરી હતી, આ કારણે તે બંનેને દુશ્મન માને છે અને સમયે-સમયે આ બંને ગ્રહોને ગ્રસિત કરે છે, જેને ગ્રહણ કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...