10 જૂને સૂર્યગ્રહણ:દેશમાં ગ્રહણ નહીં દેખાય કે સૂતક પણ નહીં લાગે, આખો દિવસ શનિ જયંતી અને વટ સાવિત્રીની પૂજા કરી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નોર્થ અમેરિકા, નોર્થ કેનેડા, નોર્થ યુરોપ, રશિયા, ગ્રીનલેન્ડ અને નોર્થ એટલાન્ટિક મહાસાગર વિસ્તારમાં પૂર્ણ રૂપે દેખાશે
  • ભારતીય સમય પ્રમાણે, બપોરે 1 કલાક 43 મિનિટે શરુ થશે

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂને થશે. ગયા મહીને 26 મેના રોજ થયેલા ચંદ્રગ્રહણ પછીના 15 દિવસ પછી આ વર્ષનું બીજું ગ્રહણ હશે. 10 જૂનનું સૂર્ય ગ્રહણ ભારતીય પંચાંગ પ્રમાણે જેઠ મહિનાની અમાસે થશે, પરંતુ આપણા દેશમાં નહીં દેખાય. આથી સૂતક પણ નહીં રહે. ખાસ વાત તો એ છે કે આ દિવસે વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતી પણ છે. આ વલયાકાર સૂર્યગ્રહણ હશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રાનાં જણાવ્યા પ્રમાણે, સૂર્ય, ચંદ્ર અને ધરતી એક લાઈનમાં હોય છે કે ચંદ્ર રાહુ અને કેતુ બિંદુ પર નહીં પણ ઉપર-નીચે હોય, ત્યારે ખંડ ગ્રહણ થાય છે અને ચંદ્ર દૂર હોય છે, ત્યારે તેનો પડછાયો પૃથ્વી પર પડતો નથી. તેનાથી સૂર્યનો મધ્યનો ભાગ ઢંકાઈ જાય છે. તેનાથી ચારેતરફ વલયાકાર સૂર્ય પ્રકાશ પડે છે.

આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય
ભારતીય સમય પ્રમાણે, બપોરે 1 કલાક 43 મિનિટે શરુ થશે. બપોરે 3 કલાક 25 મિનિટે વલયાકાર આરંભ થઈને 4 કલાક 59 મિનિટ સુધી રહેશે. ગ્રહણનું મધ્ય 4 કલાક12 મિનિટે હશે. પૂરું સાંજે 6 કલાક 41 મિનિટે થશે. વલયાકાર મેક્સિમમ 3 મિનિટ 48 સેકન્ડ સુધી દેખાશે. નોર્થ અમેરિકા, નોર્થ કેનેડા, નોર્થ યુરોપ અને એશિયા, રશિયા, ગ્રીનલેન્ડ અને નોર્થ એટલાન્ટિક મહાસાગર વિસ્તારમાં પૂર્ણ રૂપે દેખાશે.

26 મેનું ચંદ્ર ગ્રહણ પણ દેશમાં ના દેખાયું
ગ્રહણ દેશભરમાં ના દેખાવાથી સૂતક કાળ પણ માન્ય નહીં રહે. જે જગ્યા પર ગ્રહણ દેખાય છે, ત્યાં જ માત્ર સૂતક લાગે છે. સૂર્યગ્રહણનાં 12 કલાક પહેલાં સૂતક કાળ શરુ થઈ જાય છે. તેમાં કોઈ શુભ કામ ના કરવું જોઈએ. મંદિરના કપાટ બંધ રહે છે. આની પહેલાંનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયું નહોતું, આથી ત્યારે પણ સૂતક લાગ્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...