• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Solar Eclipse 14 December 2020; Anshik Surya Grahan | Solar Eclipse 2021 Date And Time, Grahan Sutak Timings In India; All You Need To Know

કાલે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ:2021માં 2 સૂર્યગ્રહણ થશે, પરંતુ ભારતમાં જોવા ન મળવાથી તેનું ધાર્મિક મહત્ત્વ પણ રહેશે નહીં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવે 2 વર્ષ પછી 25 ઓક્ટોબર 2022ના રોજ ભારતમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે

14 ડિસેમ્બરના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થશે. જે ભારતમાં જોવા મળશે નહીં. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે હવે આવતાં વર્ષે 2 સૂર્યગ્રહણ થશે. પરંતુ તે બંને ગ્રહણ પણ દેખાશે નહીં. આ કારણે તેનું ધાર્મિક મહત્ત્વ નથી અને સૂતક પણ રહેશે નહીં. આ પહેલાં આ વર્ષે 23 જૂનના રોજ સૂર્યગ્રહણ ભારતમાં દેખાયું હતું. પં. મિશ્રએ જણાવ્યું કે 2 વર્ષ પછી 25 ઓક્ટોબર 2022ના રોજ જે આંશિક સૂર્યગ્રહણ થશે તે ભારતમાં જોવા મળશે.

ભારતમાં રાતે સૂર્યગ્રહણ થવાના કારણે જોવા મળશે નહીંઃ-
જીવાજી વૈદ્યશાળા ઉજ્જૈનના ડો. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તે જણાવ્યું કે, 14 ડિસેમ્બરે ભારતમાં સૂર્યાસ્ત પછી સાંજે લગભગ 07.04 વાગ્યે સૂર્યગ્રહણ શરૂ થશે. જે રાતે 09.43 વાગ્યે મધ્ય સ્થિતિમાં રહેશે. આ ગ્રહણ રાતે 12.23 વાગે પૂર્ણ થઇ જશે. ભારતમાં રાતે થવાના કારણે આ ગ્રહણ જોવા મળશે નહીં. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, પશ્ચિમ-દક્ષિણ આફ્રિકા, પ્રશાંત મહાસાગરના દક્ષિણ ભાગ અને ગૈલાપગોસ આઇલેન્ડમાં જોવા મળશે. આ પહેલાં વર્ષના સૌથી લાંબા દિવસે 21 જૂનના રોજ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. હવે આંશિક સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર 2022ની સાંજે સૂર્યાસ્ત પહેલા જોવા મળશે.

જૂન અને ડિસેમ્બર 2021માં સૂર્યગ્રહણ થશેઃ-
10 જૂનઃ આ દિવસે આંશિક સૂર્યગ્રહણ થશે. જે ભારતમાં તો દેખાશે નહીં, પરંતુ યૂરોપની મોટાભાગની જગ્યાઓમાં જોઇ શકાશે. યૂરોપ સાથે જ તેની અસર ઉત્તર-પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, એન્ટાર્કટિકા અને આર્કટિક મહાસાગર પણ રહેશે.

4 ડિસેમ્બરઃ આ દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ થશે. તેના પૂર્ણ થતાં પહેલાં કંકણા કૃતિ પણ બનશે. તે પણ ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ દક્ષિણ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળી શકશે. આ જગ્યાઓ સાથે જ આ ગ્રહણની અસર પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર, અટલાન્ટિક અને એન્ટાર્કટિકા મહાસાગર પર રહેશે.

ધર્મગ્રંથઃ ગ્રહણ જોવા મળી શકશે નહીં જેથી તેનું મહત્ત્વ પણ રહેશે નહીંઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે જ્યોતિષ શાસ્ત્ર અને ધર્મગ્રંથો પ્રમાણે જે ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેનું આ દેશમાં કોઇ ધાર્મિક મહત્ત્વ રહેતું નથી. તેનું કોઇ સૂતક પણ લાગશે નહીં. એટલે આવતાં વર્ષે થનાર બંને સૂર્યગ્રહણની અસર ભારતમાં રહેશે નહીં. અહીં રહેતાં લોકો ઉપર પણ તેની અસર થશે નહીં.