સિંહ સંક્રાંતિ:આજે સૂર્યને અર્ઘ્ય અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાથી ઉંમર વધે છે અને પાપ દૂર થાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેદો અને ઉપનિષદો પ્રમાણે પરબ્રહ્મ અને પ્રત્યેક્ષ દેવતા સૂર્ય છે, તે મુખ્ય પંચદેવોમાંથી પણ એક છે

આજે સૂર્યનું રાશિ પરિવર્તન એટલે સિંહ સંક્રાંતિ છે. આ પર્વમાં સૂર્ય પૂજા સાથે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાનની પણ પરંપરા છે. પરંતુ મહામારીના સંક્રમણથી બચવા માટે ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને પવિત્ર નદીઓ અને તીર્થોનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી તીર્થ સ્નાન સમાન પુણ્ય મળે છે. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને રૂપિયા અને અનાજનું દાન કરવું. સંક્રાંતિએ સૂર્ય પૂજાનું મહત્ત્વ વેદોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે.

વેદ અને ઉપનિષદમાં સૂર્યઃ-
અથર્વવેદ અને સૂર્યોપનિષદમાં જણાવ્યા પ્રમાણે સૂર્ય પરમબ્રહ્મ છે. ગ્રંથોમાં જણાવ્યું છે કે પોષ મહિનામાં ભગવાન ભાસ્કર અગિયાર હજાર કિરણોની સાથે તપીને ઠંડીથી રાહત આપે છે. તેનો વર્ણ રક્ત સમાન છે. શાસ્ત્રોમાં એશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યને જ ભગ કહેવામાં આવ્યો છે અને તેનાથી યુક્ત હોય તેને જ ભગવાન માનવામાં આવેલ છે. આ કારણ છે કે પૌષ મહિનામાં ભગ નામના સૂર્ય સાક્ષાત પરમબ્રહ્મનું જ સ્વરૂપ માનવામાં આવે છે. પોષ મહિનામાં સૂર્યને અર્ધ્ય આપવા તથા તેનું નિમિત્ત વ્રત કરવાનું પણ વિશેષ મહત્વ ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે.

વેદો અને ઉપનિષદો પ્રમાણે પરબ્રહ્મ અને પ્રત્યેક્ષ દેવતા સૂર્ય છે, તે મુખ્ય પંચદેવોમાંથી પણ એક છે
વેદો અને ઉપનિષદો પ્રમાણે પરબ્રહ્મ અને પ્રત્યેક્ષ દેવતા સૂર્ય છે, તે મુખ્ય પંચદેવોમાંથી પણ એક છે

ગ્રંથો પ્રમાણે શું કરવું જોઈએ-
આદિત્ય પુરાણ પ્રમાણે પોષ મહિનાના દર રવિવારે તાંબાના વાસણમાં શુદ્ધ જળ, લાલ ચંદન અને લાલ રંગના ફૂલ નાખીને સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ તથા विष्णवे नम: મંત્રનો જાપ કરવો જોઈએ.

તેની સાથે જ આખો દિવસ વ્રત રાખવું જોઈએ અને ભોજનમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. શક્ય હોય તો માત્ર ફળાહાર કરો.

સંક્રાંતિના દિવસે વ્રત રાખીને સૂર્યને તલ-ચોખાની ખિચડીનો ભોગ લગાવવાથી મનુષ્ય તેજસ્વી બને છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે પોષ મહિનામાં કરવામાં આવેલ તીર્થ અને દાનથી ઉંમર લાંબી થાય છે અને બીમારીઓ દૂર થઈ જાય છે.

પંચદેવોમાં સૂર્યઃ-
પુરાણોમાં ભગવાન સૂર્ય, શિવ, વિષ્ણુ, ગણેશ અને દેવી દુર્ગાને પંચદેવ કહેવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દેવી-દેવતાઓની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થઇ જાય છે. આ 5 દેવોને નિત્ય દેવતા અને મનોકામના પૂર્ણ કરનાર પણ કહેવામાં આવે છે. એટલે દરેક મહિનામાં જ્યારે સૂર્ય રાશિ બદલે છે ત્યારે તે દિવસ સંક્રાતિ પર્વ તરીકે ઊજવીને ભગવાન સૂર્યને વિશેષ પૂજા કરવામાં આવે છે.

પુરાણોમાં સૂર્યપૂજાઃ-
બ્રહ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યદેવ સર્વશ્રેષ્ઠ દેવતા છે. તેમની ઉપાસના કરનાર ભક્ત જે સામગ્રી તેમને ચઢાવે છે સૂર્યદેવ તેમને લાખ ગણું પાછું આપે છે. સ્કંદ પુરાણ પ્રમાણે સૂર્યદેવને જળ ચઢાવ્યા વિના ભોજન કરવું પાપ મનાય છે. સૂર્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સંક્રાંતિ પર્વમાં સૂર્યને અર્ઘ્ય આપવું અને દાન કરવાથી દરેક પ્રકારની શારીરિક પરશાનીઓ દૂર થઇ જાય છે અને ઉંમર વધે છે.