ગ્રહ ગોચર:મંગળ ગ્રહના ઉદય થવાથી રિયલ અસ્ટેટ અને ઉદ્યોગ જગતમાં તેજીના સંકેત, 3 રાશિના જાતકો માટે શુભ સમય

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળ ઉપર શનિની વક્રી દૃષ્ટિ પડવાથી ભૂકંપ, લેન્ડસ્લાઇડ અને દુર્ઘટનાઓની શક્યતા પણ રહેશે

મંગળ ગ્રહ 10 ઓગસ્ટથી અસ્ત હતો. જે 21 નવેમ્બરના રોજ ઉદય થયો છે. અસ્ત થતાં જ તે સિંહ અને કન્યા રાશિમાંથી હવે તુલા રાશિમાં આવી ગયો છે. અસ્ત થવાથી તેની શુભ-અશુભ અસરમાં ઘટાડો આવી ગયો હતો. હવે ઉદય થયા પછી મંગળનો પ્રભાવ વધી જશે. આ ગ્રહનો પ્રભાવ સેના, પોલીસ, પ્રોપર્ટીના કામ, આગ અને ઇલેક્ટ્રોનિક સામાન ઉપર રહે છે.

સોના અને ચાંદીની કિંમતમાં વધારો
મંગળનું ઉદય થવું રિયલ અસ્ટેટ અને ઉદ્યોગ જગતમાં તેજીનો સંકેત આપી રહ્યું છે. દેશની સુરક્ષા ઉપર રૂપિયા ખર્ચ થશે. પ્રોપર્ટી ખરીદી-વેચાણ વધશે. જમીનની કિંમતોમાં અચાનક ઉતાર-ચઢાવ પણ આવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નવા સમજોતા થઈ શકે છે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટ વધશે. સોના-ચાંદીની કિંમત વધી શકે છે. કપાસ, કપડાની કિંમત પણ વધવાના યોગ છે. અગ્નિ તત્વ સાથે જોડાયેલી વસ્તુઓ એટલે પેટ્રોલ, ડીઝલની કિંમતોને લઈને મોટા નિર્ણયો લેવાઈ શકે છે.

ગુરુ, મંગળનો નવમ પંચમ રાજયોગ લોકોના ખરાબ કામ સુધારશે. આ શુભ યોગના પ્રભાવથી દેશમાં તણાવ અને આંદોલન શાંત રહેશે. બીમારીઓના ઉપદ્રવમાં ઘટાડો આવશે. મંગળ ઉપર શનિની વક્રી દૃષ્ટિ રહેવાથી ભૂકંપ, લેન્ડસ્લાઇડ અને દુર્ઘટનાઓ વધવાની શક્યતા પણ રહેશે.

વૃષભ, સિંહ અને ધન રાશિના લોકોને જોબ અને બિઝનેસ માટે સમય સારો રહેશે
વૃષભ, સિંહ અને ધન રાશિના લોકોને જોબ અને બિઝનેસ માટે સમય સારો રહેશે

વૃષભ, સિંહ અને ધન રાશિના લોકો માટે શુભ સમય
મંગળના રાશિ પરિવર્તનનો શુભ પ્રભાવ વૃષભ, સિંહ અને ધન રાશિના લોકો ઉપર પડશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસ માટે સમય સારો રહેશે. ત્યાં જ, મેષ, મિથુન, તુલા, મકર અને કુંભ રાશિના લોકો ઉપર મંગળની મિશ્રિત અસર જોવા મળશે. એટલે સફળતા તો મળશે પરંતુ ખર્ચ, મહેનત અને ભાગદોડ પણ રહેશે.

કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો ઉપર મંગળની અશુભ અસર રહેશે. આ રાશિના લોકોને સ્વાસ્થ્યને લગતી પરેશાની થઈ શકે છે. નાની-મોટી ઈજા અને આગ કે સડક દુર્ઘટનાઓ થવાની પણ શક્યતા છે.

મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાનજીના મંદિરમાં દાન કરવું જોઈએ
મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાનજીના મંદિરમાં દાન કરવું જોઈએ

હનુમાનજીની પૂજા કરવાથી અશુભ અસર ઘટશે
મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મધ ખાઈને ઘરેથી બહાર જવું. લાલ ચંદનનું તિલક લગાવો. લાલ ફૂલથી હનુમાનજીની પૂજા કરો. સિંદૂર લગાવો. મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાનજીના મંદિરમાં દાન કરવું જોઈએ. માટીના વાસણમાં ભોજન કરો. મસૂરની દાળનું દાન કરો. પાણીમાં થોડું ચંદન મિક્સ કરીને સ્નાન કરો. આ ઉપાયોની મદદથી મંગળની અશુભ અસર ઘટી શકે છે.