તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shukra Vrash Rashi Parivartan (Venus Transit In Tarus) 2021; Rashifal (Astrological) Predictions For Aries, Gemini, Cancer, Scorpio, Capricorn, Aquarius, Sagittarius And Other Zodiac Signs

શુક્ર ગ્રહની ચાલમાં ફેરફાર:4 થી 28 મે સુધી શુક્ર વૃષભ રાશિમાં રહેશે, સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે શુભ સમય રહી શકે છે

2 મહિનો પહેલા
  • મિથુન અને તુલા રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, આ 24 દિવસોમાં ધનહાનિ કે ખર્ચ વધવાના યોગ છે

4 મેના રોજ શુક્ર વૃષભ રાશિમાં આવી જશે અને 28 મે સુધી આ રાશિમા જ રહેશે. વૃષભ રાશિનો સ્વામી પણ શુક્ર જ છે. એટલે પોતાની જ રાશિમાં આવી જવાથી આ ગ્રહનું શુભફળ વધી જશે. મોટાભાગે શુક્ર ગ્રહ એક રાશિમાં 23 દિવસ સુધી રહે છે. શુક્ર પોતાની જ રાશિમાં આવી જવાથી દેશ-દુનિયામા મોટા ફેરફાર થશે. આ ગ્રહની શુભ-અશુભ અસર લવ લાઇફ, રૂપિયા, એશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણા, કોસ્મેસ્ટિક સાધન વગેરે મામલાઓ ઉપર થાય છે. આ ગ્રહની શુભ અસરથી બધા જ સુખ મળે છે. ત્યાં જ અશુભ અસરથી ફાલતૂ ખર્ચ થાય છે અને તેને લગતા સુખમાં પણ ઘટાડો આવે છે. શુક્રના રાશિ બદલવાથી 12માંથી 3 રાશિના લોકોને ધનલાભ અને અનેક પ્રકારના સુખ મળશે.

સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે શુભ સમય શરૂઃ-
શુક્રની ચાલમાં ફેરફાર થવાથી સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે સારો સમય રહેશે. આ 3 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ફાયદો થઈ શકે છે. કામકાજના વખાણ થશે અને આગળ વધવાની તક મળી શકે છે. કિસ્મતનો સાથ મળશે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સુખ મળી શકે છે.

શુક્ર ગ્રહની શુભ-અશુભ અસર લવ લાઇફ, રૂપિયા, એશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણા, કોસ્મેસ્ટિક સાધન વગેરે મામલાઓ ઉપર થાય છે
શુક્ર ગ્રહની શુભ-અશુભ અસર લવ લાઇફ, રૂપિયા, એશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણા, કોસ્મેસ્ટિક સાધન વગેરે મામલાઓ ઉપર થાય છે

કુંભ અને મીન સહિત 7 રાશિના લોકો માટે મિશ્રિત સમય રહી શકે છેઃ-
તમારી જ રાશિમાં શુક્રના આવી જવાથી મેષ, વૃષભ, કર્ક, કન્યા, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવી શકે છે પરંતુ રોજિંદા કાર્યોમાં વિઘ્નો વધી શકે છે. રૂપિયા ખર્ચ થઈ શકે છે. લગ્નજીવનમાં સુખ ઘટી શકે છે. પાર્ટનરશિપના મામલે મુંજવણ વધી શકે છે. બિઝનેસના જરૂરી નિર્ણયો સમજી-વિચારીને લેવા પડશે.

શુક્ર ગ્રહની અશુભ અસરથી ફાલતૂ ખર્ચ થાય છે અને તેને લગતા સુખમાં પણ ઘટાડો આવે છે
શુક્ર ગ્રહની અશુભ અસરથી ફાલતૂ ખર્ચ થાય છે અને તેને લગતા સુખમાં પણ ઘટાડો આવે છે

મિથુન અને તુલા રાશિના લોકો માટે અશુભ સમયઃ-
શુક્રના રાશિ બદલવાથી મિથુન અને તુલા રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે. દાંપત્ય સુખમાં ઘટાડો આવી શકે છે. રહસ્યની વાત ઉજાગર થઈ શકે છે. મહેનત વધશે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ અને દોડભાગ પણ વધી શકે છે.