તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shukra Tula Rashi Parivartan (Venus Transit In Libra) 2021; Rashifal (Astrological) Predictions For Capricorn, Aries, Aquarius, Sagittarius Gemini, Cancer, Scorpio And Other Zodiac Signs

શુક્ર ગ્રહની ચાલમાં ફેરફાર:6 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી શુક્ર તુલા રાશિમાં રહેશે, મેષ, વૃષભ અને મકર રાશિના લોકો માટે સમય સારો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, આ 25 દિવસોમાં ધનહાનિ કે ખર્ચ વધવાના યોગ છે

6 સપ્ટેમ્બરના રોજ શુક્ર તુલા રાશિમાં આવી જશે અને 1 ઓક્ટોબર સુધી આ રાશિમાં જ રહેશે. તુલા રાશિનો સ્વામી પણ શુક્ર જ હોય છે. એટલે પોતાની જ રાશિમાં આવવાથી આ ગ્રહનું શુભફળ વધી જશે. મોટાભાગે આ ગ્રહ એક રાશિમાં 23 દિવસ સુધી રહે છે. આ ગ્રહનું પોતાની જ રાશિમાં આવવાથી દેશ-દુનિયામાં મોટા ફેરફાર થશે. તેની શુભ-અશુભ અસર લવ લાઇફ, રૂપિયા, એશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણા, કોસ્મેટિક સામાન વગેરે મામલાઓ ઉપર થાય છે. તેની સારી અસરથી આ બધા જ સુખ મળે છે. ત્યાં જ, અશુભ અસરથી ફાલતૂ ખર્ચ થાય છે અને તેને લગતા સુખમાં ઘટાડો આવે છે. શુક્રના રાશિ બદલવાથી 12માંથી 3 રાશિઓને ધનલાભ અને અનેક પ્રકારનું સુખ મળશે.

મેષ, વૃષભ અને મકર રાશિ માટે શુભ-
શુક્રની ચાલમાં ફેરફાર થવાથી મેષ, વૃષભ અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ 3 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ફાયદો થઈ શકે છે. કામકાજના વખાણ થશે અને આગળ વધવાની તક મળી શકે છે. કિસ્મતનો સાથ મળશે. દુશ્મનો ઉપર જીત મળી શકે છે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સુખ મળી શકે છે.

વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, આ 25 દિવસોમાં ધનહાનિ કે ખર્ચ વધવાના યોગ છે
વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, આ 25 દિવસોમાં ધનહાનિ કે ખર્ચ વધવાના યોગ છે

મકર અને કુંભ સહિત 8 રાશિના લોકો માટે મિશ્રિત સમય-
તમારી જ રાશિમાં શુક્રના આવી જવાથી મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન, મકર, કુંભ રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવશે પરંતુ રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. રૂપિયા ખર્ચ થઈ શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. પાર્ટનરશિપના મામલે મુશ્કેલી આવી શકે છે. બિઝનેસ અંગે જરૂરી નિર્ણય સમજી-વિચારીને લેવા પડશે.

વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે અશુભ-
શુક્રના રાશિ બદલવાથી વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે. લગ્નજીવનના સુખમાં ઘટાડો આવી શકે છે. રહસ્યની વાત ઉજાગર થઈ શકે છે. મહેનત વધશે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ અને દોડભાગ પણ વધી શકે છે.