• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shukra Surya Budh Rashi Parivartan (3 Planet Transit) 2022; Rashifal Of Astrological Predictions For Virgo, Libra, Kumbh, Sagittarius, Scorpio, Cancer, Capricorn, Gemini, And Other Zodiac

સપ્ટેમ્બરની ગ્રહ સ્થિતિ:આ મહિને સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન થશે; બુધની ગતિમાં ફેરફાર થશે, બુધાદિત્ય યોગ બનવાથી સરકાર મોટા નિર્ણયો લેશે

23 દિવસ પહેલા

સપ્ટેમ્બરમાં સૂર્ય અને શુક્રનું રાશિ પરિવર્તન થશે. ત્યાં જ, બુધ માત્ર ગતિ બદલશે. આ સિવાય મંગળ, ગુરુ, શનિ અને રાહુ-કેતુ રાશિ બદલશે નહીં. આ નક્ષત્રોના પ્રભાવથી દેશમાં રાજનૈતિક, આર્થિક અને સામાજિક ફેરફાર જોવા મળશે. સાથે જ, અનેક જગ્યાએ અચાનક વાતાવરણ બદલાશે. કોઈ જગ્યાએ ભારે વરસાદ તો કોઈ જગ્યાએ ગરમી વધશે. નક્ષત્રોના ફેરફારથી અનેક લોકોને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ થઈ શકે છે.

આ મહિનાના શરુઆતના 17 દિવસ સુધી સૂર્ય-શનિનો ષડાષ્ટક યોગ રહેશે. જેની અશુભ અસર દેશ-દુનિયા સહિત બધી જ રાશિઓ ઉપર જોવા મળશે. જેના દ્વારા લોકોમાં તણાવ અને વિવાદ વધશે. દુર્ઘટનાઓ અને બીમારીઓ વધી શકે છે. 17 સપ્ટેમ્બર પછી બુધ અને સૂર્ય બંને જ સિંહ રાશિમાં રહેશે. જેના દ્વારા બુધાદિત્ય યોગ બનશે. આ શુભ યોગના પ્રભાવથી પ્રશાસનિક વિવાદ દૂર થશે. સરકાર મોટા અને ફાયદાકારક નિર્ણય લેશે. અનેક લોકોની પરેશાનીઓ પણ દૂર થવા લાગશે.

બીમારીઓ વધવાની શક્યતા
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે સૂર્ય અને બુધ સ્થિતિ જોઈને બાફના કારણે અનેક જગ્યાએ બીમારીઓ વધી શકે છે. ગુરુ અને શનિ પોતાની જ રાશિમાં રહેશે. જેથી દેશમાં શિક્ષા અને ધર્મ સાથે જોડાયેલી વ્યવસ્થા મજબૂત થવા લાગશે. આ ક્ષેત્રો સાથે જોડાયેલાં સારા ફેરફાર થવાની શક્યતા પણ છે.

અનેક જગ્યાએ મોટા પ્રશાસનિક ફેરફાર થઈ શકે છે. બુધ અને શુક્રના પ્રભાવથી દેશની અર્થવ્યવસ્થામાં સુધાર આવી શકે છે. જોકે, મોંઘવારી વધશે અને જનતા અસંતુષ્ટ રહેશે. મંગળના રાશિ પરિવર્તનથી અનેક જગ્યાએ હિંસા અને આગની દુર્ઘટનાઓ વધી શકે છે. દેશની સૈન્ય શક્તિ પણ વધશે. થોડી જગ્યાએ ભૂકંપ આવવાની શક્યતા છે.

9 ગ્રહોની 12 રાશિઓ ઉપર અસર (ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે)

સૂર્ય- આ ગ્રહ 17 સપ્ટેમ્બરના રોજ સિંહ રાશિથી કન્યામાં પ્રવેશ કરી રહ્યો છે. તેના રાશિ પરિવર્તન કરવાથી મેષ, કર્ક, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે સારો સમય શરુ થશે. આ સિવાય વૃષભ, સિંહ, કન્યા, મકર, મિથુન, તુલા, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

મંગળ- આ ગ્રહની રાશિમાં પરિવર્તન થશે નહીં, આ વૃષભ રાશિમાં જ રહેશે. પોતાની દુશ્મન રાશિમાં રહેવાથી મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. ત્યાં જ, કર્ક, ધન અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે.

બુધઃ- આ ગ્રહ રાશિ પરિવર્તન કરશે નહીં. પરંતુ તેની ગતિ બદલાશે. આ ગ્રહ 8 તારીખે અસ્ત થશે, પછી 10 સપ્ટેમ્બરના રોજ વક્રી પણ થઈ જશે. આ ગ્રહ આ મહિને આ સ્થિતિમાં જ રહેશે. જેથી મેષ, સિંહ, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકો ઉપર શુભ અસર રહેશે. ત્યાં જ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

ગુરુઃ- આ મહિને દેવ ગુરુ બૃહસ્પતિ વક્રી ગતિ ચાલીને પોતાની જ રાશિમાં રહેશે. જેથી સૂર્ય, બુધ અને શુક્ર સાથે તેનો દૃષ્ટિ સંબંધ બનશે. તેની અસર અનેક રાશિઓ ઉપર પડશે. જેથી વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે સમય શુભ રહેશે. ત્યાં જ, મેષ, મિથુન, સિંહ, તુલા, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

શુક્રઃ- આ ગ્રહ 24 સપ્ટેમ્બર સુધી સિંહમાં અને પછી કન્યા રાશિમાં આવી જશે. શુક્ર ગ્રહનો પ્રભાવ આવક, ખર્ચ, શારીરિક સુખ-સુવિધાઓ, શોક અને ભોગ-વિલાસ ઉપર હોય છે. આ ફેરફાર મેષ, વૃષભ અને મકર રાશિના લોકો માટે શુભ રહેશે. આ સિવાય મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોને આ ગ્રહનું શુભ ફળ મળી શકશે નહીં.

શનિઃ- સપ્ટેમ્બરમાં શનિની ગતિમાં ફેરફાર થશે નહીં. આ ગ્રહ આ મહિને મકર રાશિમાં વક્રી રહેશે. આ પહેલાં જૂનના શરૂઆતના સપ્તાહમાં શનિ પોતાની જ રાશિમાં વક્રી થયો હતો. ત્યારથી જ વક્રી ચાલી રહ્યો છે. જેથી અનેક રાશિના લોકો પરેશાન રહેશે. શનિનું શુભફળ સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને મળશે.

રાહુ- રાહુ મેષ રાશિમાં છે અને સપ્ટેમ્બરમાં પણ રાહુની ગતિમાં ફેરફાર થશે નહીં. તેની સાથે પણ કોઈ ગ્રહ રહેશે નહીં. માત્ર ચંદ્ર રહેશે. જેના કારણે રાહુની અસર વધી જશે. તેના દ્વારા મિથુન, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે શુભ સમય રહેશે. ત્યાં જ, મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

કેતુઃ- કેતુ તુલા રાશિમાં છે અને સપ્ટેમ્બરમાં તેની ગતિ બદલાશે નહીં કે તેનું રાશિ પરિવર્તન થશે નહીં. તેની શુભ અસર મિથુન, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો ઉપર રહેશે. ત્યાં જ, મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.