18 જૂન, શનિવારે શુક્ર મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવી ગયો છે. શુક્રના આ રાશિ પરિવર્તનની અસર હજું 23 દિવસ સુધી રહેશે. તેનો પ્રભાવ દેશ-દુનિયા ઉપર પડશે. શુક્રની અસર વાતાવરણ અને દેશની અર્થવ્યવસ્થા ઉપર પડશે. આ ગ્રહ પોતાની જ રાશિ એટલે વૃષભમાં 13 જુલાઈ સુધી રહેશે. શુક્રના રાશિ પરિવર્તનની અસર થોડી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે. આ ગ્રહ એક જ રાશિમાં લગભગ 23 દિવસ સુધી રહે છે અને પછી રાશિ પરિવર્તન કરે છે.
ભૌતિક સુખ-સુવિધાઓ આપનાર ગ્રહ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખ, લગ્નસુખ, ભોગ-વિલાસ, ખ્યાતિ, કળા, પ્રતિભા, સૌંદર્ય, રોમાન્સ અને ફેશન-ડિઝાઇનિંગ વગેરેનો કારક માનવામાં આવે છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી હોય છે અને મીન તેની ઉચ્ચ રાશિ છે, જ્યારે કન્યા તેની નીચ રાશિ કહેવાય છે.
સોના-ચાંદીની કિંમતમાં ઉતાર-ચઢાવના યોગ
ડો. મિશ્ર જણાવે છે શુક્રના રાશિ પરિવર્તનથી સોના-ચાંદી અને અન્ય ધાતુઓની કિંમતમાં ઉતાર-ચઢાવ થવાના યોગ બની રહ્યા છે. આ ગ્રહના રાશિ બદલવાથી દેશના થોડા ભાગમાં ભારે વરસાદ અને થોડી જગ્યાએ બાફ અને ઓછો વરસાદ થશે. અનાજ, કપડા, ભૌતિક સુવિધાઓ અને ખાનપાનની વસ્તુઓની કિંમત પણ વધી શકે છે. સાથે જ, રાજનીતિમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.
સાત રાશિઓ માટે શુભ સમય
ડો. મિશ્રએ જણાવ્યું કે શુક્રના રાશિ પરિવર્તનથી મેષ, વૃષભ, કર્ક, કન્યા, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ સાત રાશિના લોકોના ધન અને વૈભવના રસ્તા ખુલશે. શુક્રનું ગોચર આ રાશિના લોકો માટે આર્થિક, પારિવારિક અને કરિયર લાઇફમાં સુખ લાવી શકે છે. ત્યાં જ, અન્ય લોકો ઉપર આ ગ્રહની મિશ્રિત અસર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.