શુક્રવારે જ શુક્ર ગ્રહ પોતાની રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં આવી જશે, જેની અસર 23 દિવસ સુધી રહેશે. શુક્ર ગ્રહનો પ્રભાવ દેશ-દુનિયા પર પડશે. શુક્રની અસર વાતાવરણ અને દેશની અર્થવ્યવસ્થા પર પડશે. 5 ડિસેમ્બર સુધી શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિમાં જ રહેશે. શુક્રની ગતિમાં ફેરફરાની અસર થોડી રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. શુક્ર પોતે સ્ત્રી ગ્રહ ગણાય છે, જ્યારે વૃશ્ચિક રાશિ પણ સ્ત્રી રાશિ હોવાથી આ પરિભ્રમણ વધારે સુખમય ગણાશે. વૃશ્ચિક રાશિ જલતત્ત્વની રાશિ હોવાથી આ ભ્રમણ યુવાવર્ગ, મહિલા તેમજ સટોડિયાને વધારે લાભપ્રદ બની રહે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલા વર્ગ મોખરે રહે. નૈસર્ગિક કુંડળી મુજબ, આઠમે શુક્ર પસાર થવાથી પાણીજન્ય રોગોથી કાળજી રાખવી. યુવાવર્ગ પ્રેમ-પ્રસંગમાં સપડાય. વેપારીવર્ગને જૂની ઉઘરાણી પરત આવે. મહિલા માટે ખરીદી માટે યોગ્ય સમય ગણાવી શકાય. આ પરિભ્રમણ તમારી ચંદ્ર રાશિથી કેવું રહેશે એ અંગે જ્યોતિષી આશિષ રાવલ જણાવે છે...
ખરીદી વધશે અને અર્થવ્યવસ્થામાં સુધારાના યોગ
શુક્રના રાશિ પરિવર્તનથી સોના-ચાંદી અને અન્ય ધાતુઓની કિંમતમાં ઉતાર-ચઢાવ આવે એવા યોગ બની રહ્યા છે. આ ગ્રહના રાશિ બદલવાથી દેશના થોડા ભાગમાં ભારે વરસાદ અને અન્ય જગ્યાએ બાફ અને ઓછો વરસાદ થશે. અનાજ, કઠોળ, કપડાં, ભૌતિક સુવિધાઓ અને ખાનપાનની સામગ્રીની કિંમતો પણ વધી શકે છે,. સાથે જ રાજનીતિમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
ભૌતિક સુખ-સુવિધા આપનારો ગ્રહ
જ્યોતિષમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખ, લગ્નજીવન, ભોગ-વિલાસ, કળા, પ્રતિભા, સૌંદર્ય, રોમાન્સ અને ફેશન-ડિઝાઈનિંગ વગેરેનો કારક માનવામાં આવે છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે અને મીન એની ઉચ્ચ રાશિ છે, જ્યારે કન્યા તેની નીચ રાશિ કહેવાય છે.
બારેય રાશિના જાતકો માટે શુભ સમય
શુક્રના રાશિપરિવર્તનથી બારેય રાશિના લોકો માટે સમય સારો રહેશે. બારેય રાશિના લોકોના ધન અને વૈભવના રસ્તા ખૂલશે. શુક્રનું ગોચર બારેય રાશિના લોકોના આર્થિક, પારિવારિક અને કરિયરમાં સુખ લાવી શકે છે.
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.