શુક્ર ગ્રહ પોતાની રાશિ છોડીને વૃશ્ચિકમાં આવી ગયો છે. જેનાથી દેશ-દુનિયામાં મોટાં ફેરફાર થશે. આ ગ્રહની શુભ-અશુભ અસર લવ-લાઇફ, રૂપિયા, એશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણાં, કોસ્મેટિક સામાન વગેરે મામલાઓ ઉપર થાય છે. તેની શુભ અસરથી આ બધું જ સુખ મળે છે. ત્યાં જ, અશુભ અસરથી ફાલતૂ ખર્ચ થાય છે અને તેને લગતા સુખમાં ઘટાડો આવે છે. શુક્રના શુભ પ્રભાવના કારણે 12માંથી 5 રાશિના લોકોને ધનલાભ અને સ્ત્રી સુખ મળશે.
મકર સહિત 6 રાશિઓ માટે શુભ સમય
શુક્રની ગતિમાં ફેરફાર થવાથી કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે સારો સમય રહેશે. આ 6 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ફાયદો થઈ શકે છે. કામકાજના વખાણ થશે અને આગળ વધવાની તક મળી શકે છે. કિસ્મતનો સાથ મળશે. દુશ્મનો ઉપર વિજય મળશે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સુખ મળશે.
મેષ, ધન અને કન્યા રાશિના લોકો માટે મિશ્રિત અસર
શુક્રના રાશિ પરિવર્તન કરવાથી મેષ, ધન અને કન્યા રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે પરંતુ રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. રૂપિયા ખર્ચ થઈ શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. પાર્ટનરશિપને લગતા મામલે મુશ્કેલીઓ વધી શકે છે. બિઝનેસના જરૂરી નિર્ણય સમજી-વિચારીને લેવા પડશે.
વૃષભ, મિથુન અને કુંભ રાશિના લોકો માટે અશુભ
શુક્રના રાશિ બદલવાથી વૃષભ, મિથુન અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. રહસ્યની વાત ઉજાગર થઈ શકે છે. મહેનત વધશે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ અને દોડભાગ પણ વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.