તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shukra Mangal Rashi Parivartan (Venus And Mars Transit) 2021; Rashifal Of Astrological Predictions For Virgo Libra, Kumbh, Sagittarius Scorpio, Cancer, Capricorn, Gemini And Other Zodiac Signs

એક દિવસમાં બે ગ્રહોનું રાશિ પરિવર્તન:6 સપ્ટેમ્બરના રોજ મંગળ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર તુલા રાશિમાં આવશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્ર અને મંગળના રાશિ પરિવર્તનથી દેશની જનતા અસંતુષ્ટ રહેશે, મોંઘવારી સાથે લોકોના ખર્ચ પણ વધશે

6 સપ્ટેમ્બરના રોજ મંગળ અને શુક્રનું રાશિ પરિવર્તન થશે. આ બંને ગ્રહોનું એક જ દિવસે રાશિ પરિવર્તન કરવું ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. આ દિવસે મંગળ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં જ, શુક્ર કન્યા રાશિમાંથી પોતાથી જ રાશિ તુલામાં આવી જશે. આ બંને ગ્રહોની ચાલમાં ફેરફારની આખા દેશ ઉપર અસર થશે. જેથી મોંઘવારી સાથે લોકોના રોકાણ અને ખર્ચ પણ વધશે. વિવાદ અને હિંસા વધી શકે છે. જનતા અસંતુષ્ટ રહેશે અને દેશમાં થોડી જગ્યાએ આંદોલન પણ થઈ શકે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ગ્રહોના રાશિ પરિવર્તનનું ફળ-

શુક્ર અને મંગળના રાશિ પરિવર્તનથી દેશની જનતા અસંતુષ્ટ રહેશે, મોંઘવારી સાથે લોકોના ખર્ચ પણ વધશે
શુક્ર અને મંગળના રાશિ પરિવર્તનથી દેશની જનતા અસંતુષ્ટ રહેશે, મોંઘવારી સાથે લોકોના ખર્ચ પણ વધશે

મંગળઃ આ ગ્રહ 6 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ સાડા ચાર વાગે કન્યા રાશિમાં આવી જશે. જે બુધ ગ્રહની રાશિ છે. આ રાશિમાં મંગળનું શુભ ફળ ઓછું રહેશે અને અશુભ અસર વધી જશે. મંગળ આ રાશિમાં 21 ઓક્ટોબર સુધી રહેશે. મંગળ ઉપર રાહુની દૃષ્ટિ રહેશે. જેથી કાયદાકીય ગડબડ પણ રહેશે. આ કારણે જનતામાં આક્રોશની સ્થિતિ બની શકે છે.

મંગળના રાશિ બદલવાથી મેષ, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો માટે સમય સારો રહેશે. નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના યોગ બનશે. ધનલાભ અને સફળતા પણ મળશે. ત્યાં જ, વૃષભ, ધન અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ સિવાય મિથુન, સિંહ, કન્યા, તુલા, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. વિવાદ અને તણાવનો સમય રહેશે. કામકાજમાં વિઘ્ન પણ આવી શકે છે.

તુલા રાશિમાં શુક્રના આવી જવાથી મેષ, વૃષભ અને મકર રાશિના લોકોને ધનલાભ થઈ શકે છે
તુલા રાશિમાં શુક્રના આવી જવાથી મેષ, વૃષભ અને મકર રાશિના લોકોને ધનલાભ થઈ શકે છે

શુક્રઃ આ ગ્રહ 6 સપ્ટેમ્બરની રાતે 1 વાગે પોતાની જ રાશિ તુલામાં આવી જશે. તેનાથી શુક્રની શુભ અસર વધી જશે. સાથે જ તેના ઉપર મિત્ર ગ્રહ એટલે શનિની દૃષ્ટિ પણ પડશે. જેથી આ ગ્રહ વધારે પ્રભાવશાળી થઈ જશે. શુક્રનું પોતાની જ રાશિમાં આવવું શુભ માનવામાં આવે છે. તેના પ્રભાવથી બજારોમાં ખરીદદારી વધશે. લેવડ-દેવડ અને લોકોની આવક પણ વધશે. શુક્રના કારણે દેશમાં મહિલાઓનો પ્રભાવ પણ વધશે.

તુલા રાશિમાં શુક્રના આવી જવાથી મેષ, વૃષભ અને મકર રાશિના લોકોને ધનલાભ થઈ શકે છે. સુખ-સુવિધાઓ અને સમૃદ્ધિ પણ વધશે. અપોઝિટ જેન્ડરના લોકો પાસેથી મદદ અને કામકાજમાં સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. આ સિવાય મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર આ ગ્રહની મિશ્રિત અસર પડશે. જેના દ્વારા આવક તો થશે સાથે જ ખર્ચ પણ વધશે. ત્યાં જ, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. નુકસાન થઈ શકે છે. પરેશાનીઓ પણ વધી શકે છે. કમરથી નીચેના ભાગમાં બીમારી થવાની પણ શક્યતા છે.