તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shukra Makar Rashi Parivartan (Venus Transit In Capricorn) 2021; Rashifal (Astrological) Predictions For Aquarius, Sagittarius, Gemini, Cancer, Scorpio And Other Zodiac Signs

રાશિ પરિવર્તન:શુક્ર ગ્રહ મકર રાશિમાં આવી જવાથી ચતુર્ગ્રહી યોગ બનશે, દેશના રાજકારણ અને આર્થિક સ્થિતિમાં ફેરફાર થઇ શકે છે

8 મહિનો પહેલા
  • 20 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં શુક્ર રહેશે, તેનાથી મેષ, વૃષભ, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે

શુક્ર મકર રાશિમાં આવી ગયો છે. હવે 20 ફેબ્રુઆરી સુધી મકરમાં રહેશે, તે પછી કુંભમાં જતો રહેશે. આ પહેલાં આ ગ્રહ 3 જાન્યુઆરીથી ધન રાશિમાં હતો. મોટાભાગે શુક્ર ગ્રહ એક રાશિમાં 23 દિવસ સુધી રહે છે. શુક્ર પોતાની મિત્ર શનિની રાશિમાં આવી જવાથી દેશ-દુનિયામાં મોટા ફેરફાર થશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે શુક્ર ગ્રહની શુભ-અશુભ અસર લવ લાઇફ, પૈસા, ઐશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણાં, કોસ્મેટિક સામાન વગેરે મામલાઓ ઉપર થાય છે. તેની સારી અસરથી આ બધા સુખ મળે છે. ત્યાં જ અશુભ અસરથી ફાલતૂ ખર્ચ થાય છે અને તેને લગતા સુખમાં ઘટાડો આવે છે. તેમણે જણાવ્યું કે 12માંથી નવ રાશિઓને ધન લાભ અને સ્ત્રી સુખ મળે છે.

ચતુર્ગ્રહી યોગઃ-
શુક્રના રાશિ પરિવર્તનથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. હવે મકર રાશિમાં સૂર્ય, બૃહસ્પતિ, શુક્ર અને શનિ રહેશે. આ 4 ગ્રહો સાથે હોવાથી દેશ-દુનિયામાં મોટી ઘટનાઓ થવાના યોગ બની રહ્યા છે. આ ગ્રહોના કારણે લોકોનો ખર્ચ વધશે. વિવાદ અને તણાવભર્યો સમય રહેશે. થોડા લોકો સાથે નોકરી અને બિઝનેસમાં શું કરવું અને શું ન કરવું તેવી સ્થિતિ બની શકે છે.

દેશ-દુનિયા ઉપર અસરઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે શુક્ર ગ્રહનું રાશિ બદલવું દેશ માટે શુભ રહેશે. જેની અસર વાતાવરણ, દેશ-દુનિયા અને બધી જ રાશિઓ ઉપર પડશે. રાજકારણની દૃષ્ટિએ દક્ષિણ રાજ્યો માટે સમય સારો રહેશે. દેશની રાજનીતિમાં અનેક નવા ચહેરા સામે આવી શકે છે. મોંઘવારીમાં પણ ઘટાડો આવવાના યોગ બનશે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધાર આવી શકે છે. વિરોધી શક્તિઓ નબળી પડી શકે છે. દેશમાં શૈક્ષણિક અને ધાર્મિક ગતિવિધિઓ વધશે. પૂર્વી દેશ અને પૂર્વી રાજ્યોમાં ઠંડી વધી શકે છે. બરફવર્ષા પણ થવાની સંભાવના છે. દેશના અન્ય ભાગમાં પણ અચાનક વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે.

મેષ, વૃષભ, કુંભ અને માન રાશિ માટે સમય શુભ રહેશેઃ-
શુક્રની ચાલમાં ફેરફાર થવાથી મેષ, વૃષભ, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ 4 રાશિઓના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ફાયદો થઇ શકે છે. કામકાજને પ્રોત્સાહન મળી શકે છે અને આગળ વધવાની તક મળી શકે છે. કિસ્મતનો સાથ મળશે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સુખ મળશે.

કન્યા અને મિથુન રાશિના લોકો માટે મિશ્રિત સમયઃ-
મકર રાશિમાં શુક્રના આવી જવાથી કન્યા અને મિથુન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે પરંતુ રોજિંદા કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. રૂપિયા ખર્ચ થઇ શકે છે. લગ્નજીવનના સુખમાં ઘટાડો આવી શકે છે. પાર્ટનરશિપને લગતા મામલાઓ ગુંચવાઇ શકે છે. બિઝનેસમાં જરૂરી નિર્ણયો સમજી-વિચારીને લેવા પડશે.

તુલા અને મકર સહિત 6 રાશિના જાતકો માટે અશુભઃ-
શુક્રના રાશિ બદલવાથી કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે. લગ્નજીવનના સુખમાં ઘટાડો આવી શકે છે. રહસ્યની વાત ઉજાગર થઇ શકે છે. મહેનત વધશે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે સંબંધ ખરાબ થશે. વિવાદ અને દોડભાગ વધી શકે છે.