તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shukra Makar Rashi Parivartan (Venus Transit In Aries) 2021; Rashifal (Astrological) Predictions For Aries, Gemini, Cancer, Scorpio, Capricorn, Aquarius, Sagittarius And Other Zodiac Signs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 એપ્રિલે શુક્ર રાશિ બદલશે:મેષ, સિંહ અને મકર સહિત 7 રાશિને નોકરી અને બિઝનેસમાં ફાયદો થશે, આવક પણ વધી શકે છે

10 દિવસ પહેલા
  • શુક્રની ચાલમાં ફેરફાર થવાથી કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિના લોકોને નુકસાન થઇ શકે છે, ખર્ચ પણ વધશે

10 એપ્રિલે શુક્ર મેષ રાશિમાં આવી જશે. આ ગ્રહ આ રાશિમાં 4 મે સુધી રહેશે. શુક્રના પ્રભાવથી મેષ, મિથુન, સિંહ, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકોને ફાયદો થશે. નોકરી અને બિઝનેસમાં ધનલાભના યોગ બનશે. સુખ વધશે અને શોખ પૂર્ણ થશે. આ સિવાય વૃષભ અને કન્યા રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 2 રાશિના લોકોને ધનલાભ થશે અને ખર્ચ પણ રહેશે. સુખ મળશે પરંતુ મહેનત વધારે કરવી પડશે. દોડભાગ અને યાત્રાઓના યોગ બનશે. ત્યાં જ, કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના લોકોનો ખર્ચ વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં સાવધાની જાળવવી. ધનહાનિ થવાના યોગ બની રહ્યા છે.

12 રાશિઓ ઉપર શુક્રના રાશિ પરિવર્તનની અસરઃ-

મેષઃ- લવ લાઇફ અને લગ્નજીવન માટે સમય સારો રહેશે. રોજિંદા કાર્યો સરળતાથી પૂર્ણ થશે અને તેમાં ફાયદો મળવાના યોગ છે. ધનલાભ પણ થશે. પ્રસિદ્ધિ મળશે. નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના પણ યોગ બનશે.

વૃષભઃ- આ સમય મિશ્રિત રહેશે. થોડી અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે. વિવાદથી બચીને રહેવું પડશે. ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. શુક્રના પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં કામ કરવાની રીતમાં ફેરફાર આવશે. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળશે. યાત્રાઓના પણ યોગ બની રહ્યા છે.

મિથુનઃ- નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. અટવાયેલાં રૂપિયા મળી શકે છે. આ દિવસોમાં કરવામાં આવતી મહેનતનો ફાયદો આવનાર દિવસોમાં મળશે. પ્રોપર્ટીને લગતા મામલાઓ પણ સામે આવશે.

કર્કઃ- નોકરી અને બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. અનિચ્છનીય પરિસ્થિતિ પણ બની શકે છે. મહેનત અને દોડભાગ પણ બની રહેશે. કોઇ ખાસ કામને લઇને તણાવ રહેશે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. આસપાસ અને સાથે કામ કરનાર લોકો સાથે વિવાદ થઇ શકે છે. સાવધાન રહો.

સિંહઃ- શુક્રની ચાલમાં ફેરફાર થવાથી સિંહ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે. આસપાસ અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળી શકે છે. મહેનતનો સંપૂર્ણ ફાયદો મળશે. ધાર્મિક યાત્રાઓનો યોગ બનશે. નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના યોગ બનશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ થવાની શક્યતા છે.

કન્યાઃ- શુક્રના કારણે કન્યા રાશિના લોકોનો ખર્ચ વધી શકે છે. કોઇ રહસ્યની વાત ઉજાગર થવાના યોગ બની રહ્યા છે. યાત્રાઓ ઉપર ખર્ચ થઇ શકે છે. નોકરી અને બિઝનેસમાં મહેનત વધારે કરવી પડશે. આ સમયે કરેલી મહેનતનો ફાયદો આવનાર દિવસોમાં થશે.

તુલાઃ- રોજિંદા કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવશે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલી ગુપ્ત વાતો ઉજાગર થઇ શકે છે. દેખાડાના કાર્યોમાં સમય ખરાબ થઇ શકે છે. યોજનાઓ અધૂરી રહી શકે છે.

વૃશ્ચિકઃ- શુક્રના કારણે તમારો ખર્ચ વધી શકે છે. દૂર સ્થાનો સાથે જોડાયેલાં લોકો પાસેથી મદદ મળી શકશે નહીં. દુશ્મનો પણ પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્યને લગતો ઉતાર-ચઢાવ જળવાયેલો રહેશે. લગ્નજીવનમાં પણ વિવાદ થઇ શકે છે. રોજિંદા કાર્યો સમયે પૂર્ણ થઇ શકશે નહીં.

ધનઃ- દુશ્મનો ઉપર વિજય મળી શકે છે. ફાયદો આપનાર સમય રહેશે. નોકરી અને બિઝનેસમાં અટવાયેલાં રૂપિયા મળી શકે છે. મામા પક્ષ પાસેથી મદદ મળી શકે છે. બાળકોને લગતી ચિંતા દૂર થશે. નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલી નવી યોજનાઓ બનશે અને તેના ઉપર કામ પણ શરૂ થશે. સ્વાસ્થ્યમાં પણ સુધાર આવી શકે છે.

મકરઃ- શુક્ર દ્વારા સુખ વધશે. નોકરિયાત લોકોને અધિકારીઓ પાસેથી મદદ મળશે. જૂની મહેનતનો ફાયદો આ સમયે મળી શકે છે. નોકરીમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં ફાયદો થઇ શકે છે. લેવડ-દેવડ અને રોકાણ માટે સમય સારો છે. ફાયદો થવાના યોગ બની રહ્યા છે. પ્રોપર્ટીને લગતા કાર્યો પણ પૂર્ણ થઇ શકે છે. વાહન ખરીદદારીના યોગ બની રહ્યા છે.

કુંભઃ- ભાઈ-બહેનો, મિત્રો અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળશે. મહેનત વધશે અને કિસ્મતનો સાથ પણ મળશે. યાત્રાઓના યોગ બની રહ્યા છે. માંગલિક કાર્યોની ખરીદદારી અને અન્ય શુભ કાર્યોમાં ખર્ચ વધશે. પ્રોપર્ટી અને વાહન ખરીદદારીના યોગ બનશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા દૂર થશે.

મીનઃ- બચત વધશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. નોકરી અને બિઝનેસમાં સારું બોલીને પોતાના કામ પૂર્ણ કરાવી શકો છો. આવક વધી શકે છે. શુક્રના પ્રભાવથી સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળશે. થોડી ગુપ્ત વાતો અને જાણકારીઓ જાણવા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો