તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા વર્ષના અવસરે અમૃતસિદ્ધિ, ગુરુપુષ્ય અને સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યા છે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ શુભ યોગમાં કરવામાં આવતાં કામ શુભફળ આપનાર રહે છે. એટલે આ શુભ યોગમાં નવા કામની શરૂઆત, દાન અને વૃક્ષ-છોડ વાવીને નવા વર્ષની શરૂઆત કરવી જોઇએ. 1 જાન્યુઆરીએ ગ્રહોની વિશેષ સ્થિતિ પણ બની રહી છે. જેમાં ચંદ્ર, મંગળ અને શનિ પોતાની જ રાશિમાં સ્થિત રહેશે. આ સિવાય સૂર્ય પોતાની મિત્ર રાશિમા મિત્ર ગ્રહ બુધ સાથે બુધાદિત્ય શુભ સંયોગ બનાવી રહ્યો છે. ગ્રહોની આવી સ્થિતિનો ફાયદો અનેક લોકોને મળશે.
મહિનાનું પહેલું શુભ મુહૂર્ત 1 જાન્યુઆરીના રોજ અને છેલ્લું 28 જાન્યુઆરીના રોજ રહેશેઃ-
પં. મિશ્ર જણાવે છે કે 1 જાન્યુઆરીએ મહિનાનું પહેલું શુભ મુહૂર્ત રહેશે. જે 2021નું પણ પહેલું શુભ મુહૂર્ત રહેશે. ત્યાં જ, આ મહિનાનું છેલ્લું શુભ મુહૂર્ત 28 જાન્યુઆરીના રોજ રહેશે. આ દિવસોમાં 5 જાન્યુઆરીના રોજ ત્રિપુષ્કર યોગ રહેશે. ત્યાં જ 6, 19, 21, 25 અને 28 જાન્યુઆરીના રોજ સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. તેમાં 25 જાન્યુઆરીએ અમૃતસિદ્ધિ યોગ પણ રહેશે. તેની સાથે જ 28 જાન્યુઆરીના રોજ અમૃતસિદ્ધિ સાથે ગુરુપુષ્ય યોગ પણ રહેશે. આ પ્રકારે કુલ 6 શુભ મુહૂર્ત આ મહિનામાં રહેશે.
ત્રણ મોટા સંયોગ બની રહ્યા છેઃ-
1 જાન્યુઆરી 2021ના રોજ માગશર મહિનાના વદ પક્ષની બીજ તિથિ રહેશે. નવા વર્ષની શરૂઆતમાં ચંદ્ર, મંગળ અને શનિ પોતાની જ રાશિમાં છે. જ્યારે સૂર્ય પોતાની મિત્ર રાશિમાં બુધાદિત્ય યોગ બનાવી રહ્યો છે. ગ્રહોની આ સ્થિતિ ખૂબ જ શુભ છે. આ શુભ સંયોગમાં કરવામાં આવેલ કાર્યોમાં સફળતા મળશે.
વર્ષના પહેલાં જ દિવસે પુષ્ય યોગ બની રહ્યો છે. પુષ્ય નક્ષત્ર 31 ડિસેમ્બર સાંજે 7 વાગીને 49 મિનિટથી 1 જાન્યુઆરી સૂર્યોદય સુધી રહેશે. આ કારણે વર્ષના છેલ્લાં દિવસે ગુરુપુષ્ય અને નવા વર્ષની શરૂઆતમાં શુક્રપુષ્ય યોગ બની રહ્યો છે. આ શુભ સંયોગમાં ખરીદદારી, લેવડ-દેવડ અને રોકાણથી ફાયદો મળે છે.
નવા વર્ષના પહેલાં જ દિવસે સૂર્યોદય સુધી અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. આ સિવાય 1 જાન્યુઆરીએ સાંજે ફરીથી સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. સર્વાર્થસિદ્ધિ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઇપણ કાર્ય કરવાથી તેના પરિણામ સારા મળે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.