• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shriram Means The Essence Of Work, Character And Modesty, The Beginning And End Of Life Is Realized In The Word Ram, Ram Navmi 2021, Dr. Pankaj Nagar

ભાગ્યના ભેદ:શ્રીરામ એટલે કામ, ચારિત્ર્ય અને શીલનો મર્મ, રામ શબ્દમાં જ જીવનની શરૂઆત અને અંતનો એહસાસ છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 21 એપ્રિલે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમના દિવસે શ્રીરામ નવમી ઊજવવામાં આવશે
  • શ્રીરામનો જન્મ રામચરિત માનસ અને તુલસીદાસજીના મતાનુસાર ચૈત્ર સુદ નોમના દિવસે મધ્યાહને 12 વાગ્યે દશરથ રાજાના મહેલમાં થયેલો

યશ્ચ રામમ ન પશ્યેત્તું યં ચ રામો ન પશ્યતિ Iનિન્દિત: સર્વ લોકેષુ સ્વાત્માપ્યેનમ વિગર્હ તે II

અર્થાત રામની દૃષ્ટિ જેના પર ગઈ ના હોય અને રામને જેણે જોયા ન હોય તે માનવ કમભાગી છે કારણ કે રામનો સ્નેહ એ જ સંસાર છે. શ્રીરામ મર્યાદાનોમર્મ અને વિવેકનો અર્ક છે. શ્રીરામ એટલે જ કામ(કર્મ) શ્રીરામ એટલે ચારિત્ર્ય અને શીલનો મર્મ. જે મર્યાદા પુરુષોત્તમ છે, જે પત્નીવ્રતા છે જે ત્યાગી અને યોગી છે તેવા ભગવાન શ્રીરામનો જન્મ રામચરિત માનસ અને તુલસીદાસજીના મતાનુસાર ચૈત્ર સુદ નોમના દિવસે મધ્યાહને 12 વાગ્યે દશરથ રાજાના મહેલમાં થયેલો. આ વર્ષે 21 એપ્રિલના રોજ ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમના દિવસે શ્રીરામ નવમી ઊજવવામાં આવશે. નવના અંકમાં નવરાત્રી, નવકાર, નવગ્રહ જેવા પવિત્ર શબ્દોનો અદમ્ય શક્તિ સંચાર છે તેવો જ શક્તિઓનો સ્ત્રોત અને સંચાર નવમીએ જન્મેલાંશ્રીરામના પાત્રમાં છે. રામ શબ્દમાં જીવનની શરૂઆત અને અંતનો એહસાસ છે કારણ કે રામ શબ્દના ઉચ્ચારણ સમયે તમે જયારે "રા" બોલો તો મુખ ખુલે છેઅને "મ" બોલો ત્યારે મુખ બંધ થાય છે. શ્રીરામના નામમાં આ એક અલૌકિક જાદુ છે.

ભગવાન શ્રીરામનો જન્મ તિથિ અને સમય અનુસાર કર્ક લગ્નમાં થયેલો. કેન્દ્રમાં ઉચ્ચે ગ્રહા નૃપઃ ગુણમ સંપન્ન્મ અર્થાત જેની જન્મકુંડળીમાં 1-4-7-10 સ્થાનમાંઉચ્ચના ગ્રહો આવેલા હોય તેવો જાતક રાજા સમાન બને છે. શ્રીરામની કુંડળીમાં પાંચ મહાપુરુષ યોગનું પણ સર્જન થયેલું છે. આ પંચ મહાપુરુષ યોગ એટલે શશ યોગ, માલવ્ય યોગ, રૂચક યોગ, હંસ યોગ અને ભદ્ર યોગ.

(પ્રભુ શ્રીરામ વિષય પર લખનારા લેખક ડો. પંકજ નાગર કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય દ્વારા PhDની પદવીથી સન્માનિત છે અને 1984થી આ ક્ષેત્રે કાર્યરત છે )

શ્રીરામની કુંડળીમાં લગ્ને ઉચ્ચનો ગુરુ અને સ્વગૃહી ચંદ્રની યુતિના કારણે તેઓ આકર્ષક, આજ્ઞાકારી, કલ્યાણકારી, પિતૃભક્ત, પવિત્ર, શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યામાં નિપૂર્ણ વિદ્વાન અને પ્રજામાં લોકપ્રિય બન્યા
શ્રીરામની કુંડળીમાં લગ્ને ઉચ્ચનો ગુરુ અને સ્વગૃહી ચંદ્રની યુતિના કારણે તેઓ આકર્ષક, આજ્ઞાકારી, કલ્યાણકારી, પિતૃભક્ત, પવિત્ર, શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યામાં નિપૂર્ણ વિદ્વાન અને પ્રજામાં લોકપ્રિય બન્યા

શ્રીરામની કુંડળીમાં દેહસ્થાને ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ છે આથી જ તેઓ શીલ અને ચારિત્ર્યના પર્યાય સમાન છે. આ યોગથી તેમનો દેહ દૈદીપ્યમાનવિષ્ણુ તેજ ધરાવે છે. ગજકેસરી યોગના કારણે તેમનું મુખારવિંદ સૌમ્ય, સંયમનું પ્રતિક અને અદ્દભુત સંસ્કારના દર્શન કરાવે છે. તેમની જન્મકુંડળીમાં લગ્ને ગજકેસરી યોગ, સુખ સ્થાને ઉચ્ચનો શનિ, સાતમે ઉચ્ચનો મંગળ અને દસમે ઉચ્ચના સૂર્ય એ ભગવાન શ્રીરામને ભાગ્યવાન બનાવ્યા અને રાજયોગનું સર્જન કરી વનવાસ પછી ચક્રવર્તી રાજા બનાવી અયોધ્યા ઉપર અગિયાર હજાર વર્ષ શાસન કરાવ્યું. ભગવાન શ્રીરામની કુંડળીમાં લગ્ને ઉચ્ચનો ગુરુ અને સ્વગૃહી ચંદ્રની યુતિના કારણે તેઓ આકર્ષક, આજ્ઞાકારી, કલ્યાણકારી, પિતૃભક્ત, પવિત્ર, શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યામાં નિપૂર્ણ વિદ્વાન અને પ્રજામાં લોકપ્રિય બન્યા.

શ્રીરામનો ચંદ્ર સ્વગૃહી બની ઉચ્ચના ગુરુ સાથે હતો એટલે મનથી તેઓ નિર્મળ, નિષ્કપટ અને શુદ્ધ રહ્યા
શ્રીરામનો ચંદ્ર સ્વગૃહી બની ઉચ્ચના ગુરુ સાથે હતો એટલે મનથી તેઓ નિર્મળ, નિષ્કપટ અને શુદ્ધ રહ્યા

ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં સાતમે મંગળ દોષના કારણે દાંપત્યસુખની ઉણપ આપી. પરંતુ આ ઉચ્ચના મંગળે ભગવાનને દરેક યુદ્ધમાં વિજયી પણ બનાવ્યા કારણ કે મંગળ કુંડળીમાં સેનાપતિનું કામ કરે છે. જન્મકુંડળીમાં ચંદ્ર ગ્રહ તમારી મનોસ્થિતિનું વર્ણન કરે છે. શ્રીરામનો ચંદ્ર સ્વગૃહી બની ઉચ્ચના ગુરુ સાથે હતો એટલે મનથી તેઓ નિર્મળ, નિષ્કપટ અને શુદ્ધ રહ્યા જ્યારે એ જ યુગમાં જન્મેલા રાવણનો ચંદ્ર શનિ સાથે યુતિ કરી વિષયોગનું સર્જનકરતો હતો એટલે તેનું મન કલંકિત, કપટી અને પરસ્ત્રીમાં પરોવાયેલું હતું અને જન્મકુંડળીના આ ચંદ્ર ભેદના કારણે જ શ્રીરામે ભગવાનનું બિરુદ મેળવ્યું. શ્રીરામની કુંડળીમાં શનિ ઉચ્ચનો અને સુખ સ્થાનમાં હોઈ શ્રીહનુમાનજી જેવા સેવકનું સુખ પ્રાપ્ત થયું. સૂર્ય ઉચ્ચનો હોઈ મહાન પિતાના પનોતા પુત્ર બન્યા. સૂર્ય અને શનિની પ્રતિયુતિના કારણે તેમના પિતાને ભારે કષ્ટ અને પીડા મળ્યા ઉપરાંત પુત્ર વિયોગ પણ મળ્યો. ઉચ્ચના શુક્ર એ સીતા માતા જેવા સુશીલ અનેસુંદર ભાર્યા આપ્યા. ભગવાન શ્રીરામ માત્ર ઈશ્વર જ નહીં પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જેના દ્વારા અદનો માનવી પણ પોતાનુંજીવન સંયમ અને મર્યાદામાં જીવી શકે.

ભગવાન શ્રીરામ પૂર્વજન્મ અને વર્તમાન જન્મમાં નીતિ અને મર્યાદાને લઈ ઈશ્વર બન્યા
ભગવાન શ્રીરામ પૂર્વજન્મ અને વર્તમાન જન્મમાં નીતિ અને મર્યાદાને લઈ ઈશ્વર બન્યા

દશેરા નિમિત્તે ભગવાન(રામ)અને રામના હાથે મોક્ષ મેળવનાર ભાગ્યવાન(રાવણ)નો તુલનાત્મક અભ્યાસ કરીએ. શ્રીરામનો જન્મ કર્ક લગ્નમાં થયો છે અને ભગવાનના હાથે મોક્ષ પ્રાપ્તિ મેળવનાર ભાગ્યવાન રાવણનો જન્મ તુલા લગ્નમાં થયો છે. આમ બંનેની કુંડળીમાં ચર રાશિના લગ્ન છે. શ્રીરામની કુંડળીમાંમીનના શુક્ર સહિત પાંચ ગ્રહો ઉચ્ચના છે તો બીજી તરફ રાવણની કુંડળીમાં પણ શનિ તુલાનો, મંગળ મકર રાશિમાં, સૂર્ય મેષ રાશિમાં, ગુરુ કર્ક રાશિમાં અને શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો બની પંચમહા પુરુષ યોગની કૃપા બક્ષે છે. એક સમાન ગ્રહો પણ એક ભગવાન છે અને બીજો રાક્ષસ તરીકે પ્રજાનો રોષ વહોરે છે. અલબત્ત સમાન ગ્રહોના કારણે લોક માનસમાં બંને પાત્રો આજે પણ અમર છે. શ્રીરામની કુંડળીમાં લગ્ન સ્થાને ચંદ્ર-ગુરુના ગજ કેસરી યોગ અને પ્રબળ રાજયોગેતેમને વનવાસ બાદ પણ ચક્રવર્તી રાજા બનાવી અયોધ્યા પર 11 હજાર વર્ષ શાસન કરાવ્યુ. રાવણની કુંડળીના પ્રબળ રાજયોગના કારણે બ્રાહ્મણ કુળમાં તેનોજન્મ થયો અને સોનાની લંકા પર રાજ કરી અતિ વૈભવી જીવન જીવ્યો. પણ સંચિત કર્મની અવગતિ અને વર્તમાન જન્મના કુકર્મના કારણે તે અસુર તરીકે ઓળખાયો અને ભગવાન શ્રીરામ પૂર્વજન્મ અને વર્તમાન જન્મમાં નીતિ અને મર્યાદાને લઈ ઈશ્વર બન્યા.

મહાનગ્રંથો ચમત્કાર ચિંતામણી, સારાવલી, ભૃગુ સંહિતા, નારદ સંહિતા અને બ્રહ્મ પુરાણમાં બ્રહ્મા લખે છે "દ્વાદશે કેતવો મોક્ષ ફલમ પ્રદાની" અર્થાત બારમે કેતુહંમેશા મોક્ષ પ્રદાન કરે છે તે શાસ્ત્રોક્ત ઉક્તિ આધારે શ્રીરામની કુંડળીમાં પણ બારમે કેતુ હોઈ સર્યું નદી કિનારે મોક્ષ પ્રાપ્તિ કરી.

દ્વિ: શરમ નાભિસંઘતે દ્વિ : પીડ્યતિ નો કરમ I

દ્વિર્દદાતિ ન ચાર્થીભ્ય: રામો દ્વિર્ના ભીભાશતે II

અર્થાત શ્રીરામ એક જ નિશાન માટે બેવાર બાણ નથી ચઢાવતા. રામે બીજીવાર કરને પીડા આપી નથી. રામ બીજીવાર કોઈને આપતા નથી કારણ કે પ્રથમવારમાં જ પર્યાપ્ત આપી દે છે. રામ બીજીવાર બોલતા નથી કારણ કે એકવાર બોલ્યા તે જ તેમની વચનસિદ્ધિ હોય છે.

ભગવાન શ્રીરામની કુંડળી

(ભગવાન શ્રીરામની અહી આપેલી માહિતી ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર દ્વારા drpanckaj@gmail.com હેઠળ વાચકો માટે મૂકવામાં આવી છે.)