તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીનો તહેવાર:ધનતેરસ પર ખરીદી કરવાથી સમૃદ્ધિમાં 13 ગણો વધારો થાય છે, સોનું, ચાંદી, જમીન, વાહન, વાસણ, સાવરણી ખરીદવી ખૂબ જ શુભ

અમદાવાદ5 મહિનો પહેલા

આ વખતે ધનતેરસ બે દિવસની ખરીદીનો ખાસ યોગ લાવ્યો છે. જે ગુરુવારથી શરૂ થશે અને શનિવાર સુધી ઉજવાશે. માન્યતા અનુસાર, ધનતેરસ પર ખરીદેલી વસ્તુ ઝડપથી બગડતી નથી. તેમાં 13ગણી વૃદ્ધિ થાય છે. તેથી લોકો ધનતેરસ પર સોના, ચાંદી, જમીન, વાહનો અને વાસણો વગેરેની ખરીદી કરે છે. અન્ય વસ્તુઓની જેમ, આ દિવસે સાવરણી ખરીદવાની એક અનોખી પરંપરા છે. ચાલો આપણે જાણીએ શા માટે આપણે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી જોઈએ. અને તેનું મહત્વ શું છે.

મત્સ્ય પુરાણ મુજબ
સાવરણીને લક્ષ્મી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે બૃહદ સંહિતામાં સાવરણી સુખ-શાંતિ અને દુષ્ટ શક્તિઓને નષ્ટ કરે છે. સાવરણી ઘરની ગરીબી દૂર કરે છે અને તેના ઉપયોગથી મનુષ્યની ગરીબી પણ દૂર થાય છે. વળી, આ દિવસે ઘરને નવી સાવરણીથી સાફ કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે.

સાવરણીના કારણે દ્રૌપદીના લગ્ન થયાં હતાં
ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન-દ્રૌપદીને મહાભારતમાં એક સાવરણી સાથે લગ્ન કરવાની, કમજોરી દ્વારા શક્તિ પ્રાપ્ત કરવા અને શ્રીમંત બનવાની કથા કહી હતી. પૌરાણિક કથા અનુસાર, દ્રૌપદીના અર્જુન સાથે લગ્ન થઈ રહ્યા ન હતા. ત્યારબાદ સાવરણી વડે કચરો સાફ કરવામાં આવ્યો હોવાનુ માનવામાં આવે છે. અને અંતે દ્રૌપદી અને અર્જુનના લગ્ન થયા. શરૂઆતથી જ ઘરમાં અને સાચી જગ્યાએ સાવરણી છુપાવવાની પરંપરા રહી છે. સાવરણી ક્યારેય ઉભી રાખવી ન જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે સાવરણીને ઉભી રાખવાથી શત્રુતા વધે છે. ઘરમાં સાવરણીને હંમેશા છૂપાવીને યોગ્ય સ્થાને રાખવાની પરંપરા છે. જેનાથી દુષ્ટ શક્તિ અને શત્રુઓની પરેશાની થતી નથી.

ધનતેરસ પર ભૂલથી પણ આ ચીજો ખરીદશો નહીં, દુર્ભાગ્ય આવી શકે
ધનતેરસનુ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. આ દિવસે દિવાળીના તહેવાર શરૂ થાય છે. અને ખાસ કરીને લોકો ખરીદી કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ દિવસે અમુક એવી ચીજો પણ છે. જે ખરીદવી અશુભ છે. જો તમે જાણતા ન હોવ તો આ લેખ અવશ્ય વાંચો. ધનતેરસ પર આ સામાનની ખરીદી દુર્ભાગ્યને આમંત્રણ આપી શકે છે.

 • ધનતેરસના દિવસે લોંખડની ચીજો ખરીદવી નહીં. જ્યોતિષ અનુસાર, લોખંડને શનિકારક ગણવામાં આવે છે. આથી આ દિવસે લોખંડની કોઈપણ ચીજો ખરીદવાની શનિના પ્રકોપનો ભોગ બની શકો છો.
 • લોખંડની જેમ, એલ્યુમિનિયમ પર પણ રાહુનો પ્રભાવ રહે છે. તેથી, ધનતેરસના દિવસે એલ્યુમિનિયમના વાસણો કે કોઈ સામાન ઘરે ન લાવવો જોઈએ નહીં.
 • સામાન્ય રીતે લોકો આ દિવસે સ્ટીલના વાસણો ખરીદે છે જે યોગ્ય નથી. સ્ટીલ પણ રાહુનું એક પરિબળ છે. તેથી, આ દિવસે ઘરે સ્ટીલના વાસણો લાવવા શુભ નથી. ધનતેરસના દિવસે માત્ર કુદરતી ધાતુઓ શુભ હોય છે, જ્યારે સ્ટીલ માનવસર્જિત છે.
 • કાચથી બનેલી સુંદર વસ્તુઓ જોઈને તમારું મન લલચાય છે, પરંતુ ધનતેરસના દિવસે તે ખરીદવાની ભૂલ કરશો નહીં. કાચ રાહુ સાથે સંબંધ ધરાવે છે.
 • આ દિવસે કાળા રંગની કોઈ પણ વસ્તુ ખરીદીને ઘરે ન લાવવી. હિન્દુ ધર્મમાં કાળો રંગ શુભ માનવામાં આવતો નથી. તેથી, ધનતેરસના શુભ દિવસે કોઈ પણ કાળી વસ્તુ ખરીદશો નહીં.
 • દિવાળીમાં ભેટ આપવાની અને લેવાની પરંપરા છે, પરંતુ ધનતેરસના દિવસે કોઈને પણ ભેટ ન આપો. કારણકે, તમે કોઈના માટે ભેટ ખરીદવા ખર્ચ કરો છો અને તે પણ ધનતેરસના દિવસે એટલે કે તમે તમારા ઘરની લક્ષ્મી કોઈ બીજાને આપી રહ્યા છો. જે ખૂબ અશુભ માનવામાં આવે છે. તો ક્યારેય ધનતેરસના દિવસે ભેટ ન ખરીદો. પહેલાં અથવા પછી ખરીદી કરો.

શું ખરીદવું શુભ?

 • સોના અને ચાંદીની ખરીદી શુભ છે. તેમાંય ખાસ કરીને ચાંદી શુભ માનવામાં આવે છે, કારણ કે તે ધનનાં દેવ કુબેરને પ્રિય છે.
 • આ દિવસે પાણી ભરવા માટે કોઈ વાસણ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે.
 • આ દિવસે તમે ગણેશ અને લક્ષ્મીની વિવિધ મૂર્તિઓ ખરીદી શકો છો, જેની દિવાળી પર પૂજા કરવામાં આવે છે.
 • આ દિવસે માટીના દીવા ખરીદો.
 • લક્ષ્મીજી શ્રી યંત્ર ખરીદવો પણ શુભ માનવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો