• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shani Vakri Rashi Parivartan Saturn Horoscopes 13th July 2022 To 17 January 2023 | Sade Sati And Dhaiya Rashifal For EVERY Zodiac Sign (Sagittarius Capricorn,

શનિની વક્રી ગતિ:13 જુલાઈએ શનિ મકરમાં પ્રવેશ કરશે, ધન રાશિના લોકો પર સાડાસાતી શરૂ થશે, મિથુન અને તુલા ઉપર રહેશે ઢૈયા

5 મહિનો પહેલા

13 જુલાઈના રોજ શનિ વક્રી રહીને એક રાશિ પાછળ આવી જશે. એટલે ફરીથી મકર રાશિમાં પ્રવેશ કરશે, જેથી અનેક લોકો પર સાડાસાતી અને ઢૈયા શરૂ થશે. ત્યાં જ થોડા લોકોને એનાથી રાહત મળશે. હવે આખું વર્ષ શનિ મકર રાશિમાં જ રહેશે. એ પછી 17 જાન્યુઆરી 2023ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

શનિની સાડાસાતી આ રાશિ પર રહેશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે મકર રાશિમાં શનિના આવવાથી ધન રાશિના લોકો પર ફરીથી સાડાસાતી શરૂ થઈ જશે અને મીન રાશિના લોકોને એનાથી રાહત મળશે. ધન રાશિના લોકો પર સાડાસાતીનો છેલ્લો તબક્કો છે, એટલે આખું વર્ષ શનિ ગ્રહનું શુભ ફળ મળશે. ત્યાં જ મકર અને કુંભ રાશિના લોકો પર પણ શનિની સાડાસાતી રહેશે. આ બંને રાશિના લોકોએ નોકરી, બિઝનેસ અને સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે.

શનિના મકર રાશિમાં આવતાં જ મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા શરૂ થઈ જશે.
શનિના મકર રાશિમાં આવતાં જ મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા શરૂ થઈ જશે.

શનિની ઢૈયા
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે, વર્તમાનમાં કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિના મકર રાશિમાં આવતાં જ મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા શરૂ થઈ જશે. એટલે મિથુન રાશિના લોકો માટે ગોચર કુંડળીમાં શનિ અષ્ઠમ ભાવમાં આવી જશે અને તુલા રાશિના લોકો પર શનિની વક્રી દૃષ્ટિ રહેશે. આ કારણે આ 2 રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.

શનિની દૃષ્ટિ કઈ રાશિ પર રહેશે
મકર રાશિમાં શનિના આવી જવાથી કર્ક રાશિના લોકો પર શનિની સીધી દૃષ્ટિ રહેશે. જોકે એનાથી કર્ક રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે, પરંતુ તુલા રાશિ પર શનિની વક્રી દૃષ્ટિ રહેવાથી આ રાશિના લોકોના કામકાજમાં વિઘ્ન આવી શકે છે. ધનહાનિ અને દોડભાગના પણ યોગ બનશે. મહેનત પણ વધારે રહેશે. ત્યાં જ મીન રાશિના લોકો પર શનિની ત્રીજી દૃષ્ટિ પણ રહેશે, પરંતુ એનો કોઈ ખાસ અશુભ પ્રભાવ પડશે નહીં.

તુલા રાશિ પર શનિની વક્રી દૃષ્ટિ રહેવાથી આ રાશિના લોકોના કામકાજમાં વિઘ્ન આવી શકે છે.
તુલા રાશિ પર શનિની વક્રી દૃષ્ટિ રહેવાથી આ રાશિના લોકોના કામકાજમાં વિઘ્ન આવી શકે છે.

7 રાશિના લોકો પ્રભાવિત થશે
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે, શનિના રાશિ બદલવાથી અનેક લોકો ગ્રહની શુભ-અશુભ અસરથી પ્રભાવિત થશે. શનિના રાશિ પરિવર્તનની અસર ખાસ કરીને ધન, મકર, કુંભ, મીન, મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો પર પડશે. શનિના કારણે આ 7 રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. આ સિવાય શનિદેવ અન્ય 5 રાશિ એટલે કે મેષ, વૃષભ, સિંહ, કન્યા અને વૃશ્ચિક જાતકોને પણ કોઈ ને કોઈ રીતે પ્રભાવિત કરશે. આ કારણે અશુભ અસરથી બચવા માટે શનિદેવ સાથે જોડાયેલા ઉપાય કરવા જોઈએ, જેમાં મંદિર જઇને તેલ ચઢાવવું, દીવો પ્રગટાવવો, શનિ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન અને મંત્રજાપ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...