તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shani Vakri 2021 Jyotish Astrology Shani Horoscope Update | Shani Ki Sade Sati Rashifal For Sagittarius Capricorn Aquarius, Shani Ki Dhaiya Horoscope For Gemini Libra Effects And Impacts

જ્યોતિષ:23 મેના રોજ શનિ વક્રી થઈ રહ્યો છે, 10 ઓક્ટોબર સુધી વૃષભ અને કર્ક સહિત 9 રાશિના જાતકોએ સાવધાન રહેવું

4 મહિનો પહેલા
  • ઢૈય્યા અને સાડાસાતીના કારણે મિથુન, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે

23 મેના રોજ શનિ પોતાની જ રાશિ મકરમા વક્રી થઈ જશે. 10 ઓક્ટોબર સુધી શનિ આ જ સ્થિતિમા રહેશે. એટલે લગભગ 141 દિવસ સુધી 9 રાશિના લોકો ઉપર શનિની અશુભ અસર રહેશે અને 3 રાશિના લોકો માટે સમય શુભ રહેશે. વરાહમિહીરના બૃહત્સંહિતા ગ્રંથમાં શનિ માટે કહેવામાં આવ્યું છે કે પાપ ગ્રહ જો વક્રી થઈ જાય છે તો અશુભ ફળ આપે છે. એટલે 4 મહિના 17 દિવસ સુધી અનેક લોકો અસુરક્ષિત, અસંતોષ અને અશાંતિ અનુભવ કરશે. આત્મવિશ્વાસમા ઘટાડો આવી શકે છે. મિત્રો અને આસપાસના લોકો સાથે દુશ્મની અને મનમુટાવ થઇ શકે છે.

ઢૈય્યા અને સાડાસાતી ધરાવતા જાતકો સાવધાન રહેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે મિથુન અને તુલા રાશિના લોકો ઉપર શનિની ઢૈય્યા ચાલી રહી છે. એટલે આ રાશિના લોકોએ મહેનત વધારે કરવી પડી શકે છે. વિવાદ, માનસિક તણાવ અને દોડભાગનો સમય રહેશે. ધનહાનિ પણ થઇ શકે છે. ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતી ચાલી રહી છે. આ કારણે આ રાશિના લોકોને ઈજા અને દુર્ઘટનાની શક્યતા છે. ગુપ્ત વાતો જાહેર થઈ શકે છે. ધનહાનિ અને કામકાજમાં વિઘ્ન આવી શકે છે. દેવુ વધવાની શક્યતાઓ છે.

ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતી ચાલી રહી છે. આ કારણે આ રાશિના લોકોને ઈજા અને દુર્ઘટનાની શક્યતા છે
ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતી ચાલી રહી છે. આ કારણે આ રાશિના લોકોને ઈજા અને દુર્ઘટનાની શક્યતા છે

જ્યોતિષાચાર્ય પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે 12 રાશિના લોકો ઉપર શનિનો શુભ-અશુભ પ્રભાવ રહેશે...

મેષઃ- નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને આ દિવસોમાં ફાયદો થઈ શકે છે. ખાસ અધિકાર મળી શકે છે. જૂના કાર્યોનો ફાયદો મળી શકે છે. તમારા કામકાજના વખાણ થઇ શકે છે. અનેક મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. વિચારેલા કાર્યો આ દિવસોમા પૂર્ણ થઈ શકે છે.

વૃષભઃ- શનિના વક્રી થવાના કારણે તમારે નોકરી અને બિઝનેસમાં વધારે મહેનત કરવી પડશે. અનેક મામલે કિસ્મતનો સાથ મળી શકશે નહીં. સાથે કામ કરનાર લોકો, મિત્રો અને ભાઈઓ પાસેથી મદદ મળવાના કારણે તમે દુઃખી થઈ શકો છો. કોઇના ઉપર તમારા વિચારો થોપશો નહીં. જૂના કામ સામે આવશે. આ દરમિયાન થોડા અટવાયેલાં કામ પૂર્ણ થવાની શક્યતાઓ છે.

મિથુનઃ- શનિના કારણે તમારી ગુપ્ત વાતો જાહેર થઈ શકે છે. ખોટા કાર્યોમાં ફસાઈ શકો છો. ગેરકાયદેસર કાર્યોથી બચવું. આ દરમિયાન કાયદીય મામલાઓમાં મુશ્કેલીઓ વધી શકે છે. પ્રોપર્ટીને લગતા મામલે વિધ્ન આવી શકે છે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. શનિના કારણે નોકરી, બિઝનેસ, સેવિંગ અને સંતાનના મામલે તમે પરેશાન રહી શકો છો. યોજનાઓ પણ અધૂરી રહી શકે છે.

કર્કઃ- પારિવારિક પરેશાનીઓ સામે આવી શકે છે. માતાનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. તમને પણ માથાનો દુખાવો રહી શકે છે. નોકરિયાત લોકોએ સાવધાન રહેવું. બિઝનેસમાં રૂપિયા ગુંચવાઈ શકે છે. મહેનત વધારે કરવી પડી શકે છે. લગ્નજીવનમાં તણાવ વધવાની શક્યતાઓ છે. ખર્ચ પણ વધારે થઇ શકે છે. આ દરમિયાન તમે કોઇના ઉપર વિશ્વાસ કરી શકશો નહીં.

સિંહઃ- સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે. દુશ્મન પરેશાન કરી શકે છે. લગ્નજીવનમાં તણાવ વધી શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય પરેશાન કરી શકે છે. પાર્ટનરશિપના કાર્યોમાં વિધ્ન આવી શકે છે. દૂર સ્થાનની યાત્રાઓ થશે પરંતુ આ દરમિયાન બીમારી થઈ શકે છે. કામકાજમાં દોડભાગ વધારે રહેશે.

કન્યાઃ- શનિના કારણે નજીકન લોકો સાથે મનમુટાવ થઇ શકે છે. સમજી-વિચારીને બોલવું. તમારી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. વાતોમાં કઠોરતા અને કડવાસ રહેશે. દાતને લગતી પરેશાની રહી શકે છે. લોકો પ્રત્યે ખરાબ વ્યવહાર તમારી છાપ ખરાબ કરી શકે છે. લગ્નજીવનમાં તણાવ વધી શકે છે.

તુલાઃ- શનિના વક્રી થવાના કારણે તમારા સુખમાં ઘટાડો આવી શકે છે. વર્તમાનમા તમારા ઉપર શનિની ઢૈય્યા ચાલી રહી છે, એટલે સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. તમારા સ્વભાવમાં પણ ફેરફાર થઇ શકે છે. જરૂરી કામકાજમાં વિઘ્ન અને મોડું થવાની શક્યતાઓ છે. ફાલતૂ ખર્ચ વધી શકે છે. પારિવારિક મામલે ચિંતા રહેશે. ક્લેશ પણ થઇ શકે છે. વાહન ઉપર ખર્ચ વધી શકે છે. બીમારીઓથી પરેશાની વધી શકે છે. ઉધાર વધી શકે છે. માનસિક તણાવનો સમય રહેશે.

વૃશ્ચિકઃ- શનિના પ્રભાવથી તમારું પરાક્રમ અને સુખ વધશે. સ્વાસ્થ્યના મામલે પણ સમય સારો રહેશે. જૂની પરેશાનીઓ દૂર થઇ શકે છે. પ્રોપર્ટી અને વાહન ખરીદી શકો છો. તેમા ફાયદો પણ મળી શકે છે. અનેક મામલે તમને કિસ્મતનો સાથ પણ મળી શકે છે. ભાઇઓ અને મિત્રો પાસેથી મદદ મળી શકે છે. બચત વધી શકે છે. ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે.

ધનઃ- શનિના પ્રભાવથી મહેનત વધારે રહેશે અને તેનો ફાયદો ઓછો જ મળી જશે. સાડાસાતીના કારણે જરૂરી કામકાજમાં મોડું થઇ શકે છે. કામકાજમાં વિઘ્ન આવવાની પણ શક્યતા છે. પ્રોપર્ટીને લગતા મામલે વિવાદ થઇ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. ગુપ્ત મામલાઓ ઉજાગર થઇ શકે છે. વાતચીતમાં સાવધાની જાળવો. સમજી-વિચારીને બોલો. કોઇપણ પ્રકારનો નાશ કરવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

મકરઃ- નોકરી અને બિઝનેસમાં તમારી મુશ્કેલીઓ વધી શકે છે. સાડાસાતીના કારણે વિચારેલા કાર્યો ખરાબ થઇ શકે છે. જરૂરી કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. લગ્નજીવન માટે સમય ઠીક નથી. રોજિંદા કાર્યોમાં મોડું થઇ શકે છે. ભાઇઓ અને મિત્રો પાસેથી મદદ મળી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો. ઈજા કે દુર્ઘટનાની શક્યતાઓ છે.

કુંભઃ- શનિની સાડાસાતીના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. યાત્રાઓનો યોગ બની રહ્યો છે. દુર્ઘટના પણ થઇ શકે છે. નકારાત્મક વિચારોના કારણે પરેશાની વધી શકે છે. દુશ્મન પરેશાન કરી શકે છે. લાંબી દૂરની યાત્રાનો યોગ બની રહ્યો છે. કોઇ જગ્યાએ ફરવા પણ જઇ શકો છો. કિસ્મતનો સાથ મળી શકે છે. ખર્ચ વધારે રહેશે. બચત ઘટી શકે છે.

મીનઃ- શનિના પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં મોટો ફાયદો થઇ શકે છે. પ્રોપર્ટીને લગતા મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. જીવનસાથી પાસેથી મદદ મળી શકે છે. શનિના કારણે વડીલો પાસેથી મદદ મળી શકે છે. આ દિવસોમાં કોઇ અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. તણાવ દૂર થઇ શકે છે. કોઇ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાની રાખવી પડશે.