12 જુલાઈએ વક્રી શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે:પિતા સાથે દુશ્મનીનો ભાવ રાખે છે શનિદેવ, રાવણે આપેલી પીડા દૂર કરવા માટે તેમને તેલ ચઢાવાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 12 જુલાઈના રોજ નવ ગ્રહોમાંથી એક ગ્રહ શનિ રાશિ બદલીને કુંભમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ આ સમયે વક્રી છે અને તેના કારણે જ કુંભથી એક રાશિ પાછળ મકર રાશિમાં આવી રહ્યો છે. શનિ 23 ઓક્ટોબરના રોજ મકર રાશિમાં માર્ગી થશે. આ રાશિ પરિવર્તનના કારણે અનેક લોકોએ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. શનિની અશુભ અસરથી બચવા માટે શનિદેવને તલ ચઢાવવું જોઈએ અને શનિવારે તેલનું દાન કરવું જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શનિદેવ સૂર્યના પુત્ર છે, પરંતુ તેઓ પોતાના પિતા સૂર્ય સાથે દુશ્મનીનો ભાવ રાખે છે. આ અંગે માન્યતા છે કે સૂર્યના લગ્ન સંજ્ઞા નામની દેવ કન્યા સાથે થયા હતાં. સંજ્ઞા પ્રજાપતિ દક્ષની પુત્રી હતાં.

યમરાજ અને યમુના સંજ્ઞા અને સૂર્ય દેવના સંતાન છે. સંજ્ઞા સૂર્યનું તેજ સહન કરી શકતાં નહીં. ત્યારે તેમણે પોતાની છાયાને સૂર્યદેવની સેવામાં રાખી દીધી અને સૂર્યદેવને જણાવ્યા વિના કોઈ અન્ય અન્ય જગ્યાએ જતા રહ્યાં. તે પછી સૂર્ય અને છાયાના પુત્ર તરીકે શનિદેવનો જન્મ થયો. જ્યારે સૂર્યને છાયા અંગે જાણ થઈ ત્યારે તેમણે શનિદેવ સાથે સારો વ્યવહાર કર્યો નહીં. જેથી શનિ તેમને દુશ્મન માનવા લાગ્યા હતાં. શનિદેવે તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા અને ગ્રહ તરીકે ન્યાયાધીશનું પદ પ્રાપ્ત કર્યું હતું.

શનિદેવને તેલ કેમ ચઢાવવામાં આવે છે?
આ પરંપરા પાછળ અનેક કથાઓ પ્રચલિત છે. એક કથા પ્રમાણે રાવણે બધા ગ્રહોને પોતાના આધીન કરી લીધા હતાં. રાવણ શનિદેવને ખૂબ જ સજા આપતા હતાં. જેના કારણે શનિદેવને ખૂબ જ પીડા થતી હતી. જ્યારે હનુમાનજી લંકા પહોંચ્યા ત્યારે તેમણે શનિદેવના શરીર ઉપર લગાવવા માટે તેલ આપ્યું. આ તેલ લગાવવાથી શનિદેવની પીડા દૂર થઈ ગઈ હતી.

એક અન્ય કથા પ્રમાણે એકવાર શનિદેવને પોતાની શક્તિઓ ઉપર ઘમંડ થઈ ગયો ત્યારે તેઓ હનુમાનજી સાથે યુદ્ધ કરવા પહોંચી ગયાં. હનુમાનજીએ શનિને યુદ્ધમાં પરાજિત કરી દીધા. હનુમાનજીના પ્રહારોથી શનિને ખૂબ જ પીડા થઈ રહી હતી. તે હનુમાનજીએ શનિને શરીર ઉપર લગાવવા માટે તેલ આપ્યું હતું. તેલ લગાવ્યા પછી શનિદેવની પીડા શાંત થઈ ગઈ હતી. આવી જ માન્યતાઓના કારણે શનિને તેલ ચઢાવવાની પરંપરા પ્રચલિત છે.

અન્ય સમાચારો પણ છે...