શનિ મકર રાશિમાં:29 એપ્રિલ સુધી શનિ મકર રાશિમાં રહેશે; મીન જાતકો પર સાડાસાતી અને કર્ક, વૃશ્ચિક જાતકો પર ઢૈયાની અસર રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 એપ્રિલના રોજ શનિદેવ મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી જશે
  • નવા વર્ષમાં શનિદેવ સાથે જાડાયેલી 5 ખાસ બાબત ધ્યાનમાં રાખવી

વર્ષ 2022ના એપ્રિલ મહિનામાં શનિ રાશિ બદલી રહ્યો છે. આ ગ્રહ લગભગ અઢી વર્ષ એક જ રાશિમાં રહે છે. વક્રી અને માર્ગી હોવાને કારણે આ સમયગાળામાં પરિવર્તન આવી શકે છે. 29 એપ્રિલના રોજ શનિ મકર રાશિથી કુંભ રાશિમાં જશે. આ કારણે શનિની સાડાસાતી અને ઢૈયાની સ્થિતિ બદલાશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, નવા વર્ષમાં શનિ સાથે જોડાયેલી ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ

મીન રાશિ પર સાડાસાતીની અસર રહેશે
29 એપ્રિલના રોજ શનિના કુંભ રાશિમાં આવી જવાથી મીન રાશિ પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે અને ધન રાશિથી સાડાસાતી દૂર થઈ જશે. મીન રાશિના લોકો માટે સમસ્યાઓ વધી શકે છે અને ધન રાશિના લોકોને લાભ મળવાના યોગ બનશે.

29 એપ્રિલના રોજ શનિ કુંભ રાશિમાં આવી જશે, જેને કારણે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયા શરૂ થશે.
29 એપ્રિલના રોજ શનિ કુંભ રાશિમાં આવી જશે, જેને કારણે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયા શરૂ થશે.

કઈ રાશિના લોકો ઢૈયાની અસર હેઠળ રહેશે?
29 એપ્રિલ પહેલાં શનિ મકર રાશિમાં રહેશે. ત્યાં સુધી મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા રહેશે. 29 એપ્રિલના રોજ શનિ કુંભ રાશિમાં આવી જશે, જેને કારણે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયા શરૂ થશે. શનિની ઢૈયાના કારણે આ રાશિના જાતકોએ આકરી મહેનત કરવી પડશે, ત્યારે જ સફળતા મળી શકશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. ખરાબ કાર્યોથી બચવું.

કઈ રાશિના લોકો પર સાડાસાતીનો કયો તબક્કો રહેશે?
29 એપ્રિલ સુધી ધન રાશિ પર સાડાસાતીનો અંતિમ તબક્કો રહેશે. શનિના કુંભ રાશિમાં આવતાં જ ધન રાશિથી સાડાસાતી દૂર થઈ જશે. 29 એપ્રિલથી કુંભ રાશિ પર સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થઈ જશે. મકર રાશિ પર અંતિમ તબક્કો રહેશે અને મીન રાશિ પર સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થઈ જશે.

હનુમાનજીની પૂજા કરવાથી પણ શનિના દોષ ઘટી શકે છે. શનિના મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃનો જાપ દર શનિવારે કરવો જોઈએ.
હનુમાનજીની પૂજા કરવાથી પણ શનિના દોષ ઘટી શકે છે. શનિના મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃનો જાપ દર શનિવારે કરવો જોઈએ.

શનિદેવ માટે કેવા-કેવા શુભ કામ કરવા જોઈએ?
શનિની અશુભ અસરને ઘટાડવા માટે દર શનિવારે શનિદેવને તલ ચઢાવવાની પરંપરા છે. હનુમાનજીની પૂજા કરવાથી પણ શનિના દોષ ઘટી શકે છે. શનિના મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃનો જાપ દર શનિવારે કરવો જોઈએ. મંત્રજાપ ઓછામાં ઓછો 108 વાર કરો. દર શનિવારે તેલનું દાન કરવું. એના માટે એક વાટકીમાં તેલ લેવું અને એમાં પોતાનો ચહેરો જોઈને દાન કરવું. શનિવારે કાળા તલ, ધાબળો, કાળા અડદ, લોખંડનાં વાસણ અને બૂટ-ચંપલનું પણ દાન કરી શકાય છે.

શનિદેવ ન્યાયાધીશ છે
ધ્યાન રાખો નવ ગ્રહોમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે. આ ગ્રહ આપણને આપણાં કર્મોનું ફળ આપે છે, એટલે એવાં કાર્યોથી બચવું જોઈએ, જે ખરાબ હોય. ખરાબ કાર્યોથી અને ખરાબ સંગતથી દૂર રહેવું. કોઈનો અનાદર કરવો નહીં. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું અને મહેનત કરવી.