તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2021માં શનિની ચાલ:આ વર્ષે ધન, મકર, કુંભ રાશિ ઉપર સાડાસાતી રહેશે, કર્ક અને તુલા રાશિ ઉપર શનિની ઢૈય્યા રહેશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે શનિ 12 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે અને 23 મેથી 11 ઓક્ટોબર સુધી વક્રી રહેશે

2021માં શનિ મકર રાશિમાં જ રહેશે. આખું વર્ષ આ ગ્રહ રાશિ બદલશે નહીં. પરંતુ આ વર્ષે શનિ 33 દિવસ સુધી અસ્ત રહેશે. ત્યાં જ, 141 દિવસ સુધી વક્રી પણ રહેશે. શનિની સીધી અસર 7 રાશિઓ ઉપર રહેશે. જેમાં 3 ઉપર સાડાસાતી, 2 ઉપર ઢૈય્યા અને અન્ય 2 ઉપર શનિની દૃષ્ટિ બની રહેશે.

શનિનું અસ્ત થવું શુભ મનાય છેઃ-
આ વર્ષે 12 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શનિ મકર રાશિમાં અસ્ત રહેશે. આ 33 દિવસોમાં સૂર્ય અને શનિ એક જ રાશિમાં રહેશે. જ્યોતિષ ગ્રંથોમાં શનિનું અસ્ત થવું શુભ માનવામાં આવે છે. અસ્ત થઇ જવાથી શનિની અશુભ અસરમાં ઘટાડો આવી જશે. આ દિવસ સાડાસાતી ધરાવતાં લોકો માટે સારા કહેવામાં આવી શકે છે. એટલે ધન, મકર અને કુંભ રાશિઓના લોકો ઉપર શનિની અશુભ અસર ઓછી થઇ જશે. ત્યાં જ, ઢૈય્યાથી પીડિત કર્ક અને તુલા રાશિના લોકો માટે પણ રાહતનો સમય કહી શકાય છે.

શનિ વક્રી ચાલથી મુશ્કેલીઓ વધી શકે છેઃ-
23 મેથી 11 ઓક્ટોબર સુધી શનિ મકર રાશિમાં જ વક્રી રહેશે. વક્રી એટલે પૃથ્વીથી એવો જોવા મળશે જેમ કે, તે ખૂબ જ ધીમો કે પાછળ ચાલી રહ્યો હોય. 141 દિવસ સુધી શનિની આવી સ્થિતિની અસર પણ બધી રાશિઓ ઉપર પડશે. શનિના વક્રી થઇ જવાથી અનેક લોકોને નુકસાન થઇ શકે છે, પરંતુ સાડાસાતી અને ઢૈય્યાની રાશિઓ ઉપર ખાસ તેની અસર જોવા મળશે. આ રાશિઓના લોકોની પરેશાનીઓ વધી શકે છે. આ દિવસોમાં ઈજા, દુર્ઘટના અને ધનહાનિ પણ થવાના યોગ બનશે.

7 રાશિઓ ઉપર શનિદેવની સીધી અસર રહેશેઃ-

  • ધન રાશિ ઉપર સાડાસાતીના છેલ્લાં અઢી વર્ષ ચાલી રહ્યા છે. એટલે આ રાશિના લોકોને આ વર્ષે પ્રમોશન, પૈસા અને પ્રોપર્ટી મળવાના યોગ બની રહ્યા છે. શનિના શુભ પ્રભાવથી આ રાશિઓના લોકો માટે સમય સારો કહેવામાં આવી શકે છે.
  • મકર રાશિમાં જ શનિ હોવાથી આ રાશિઓના લોકો ઉપર સાડાસાતીના વચ્ચેના અઢી વર્ષ ચાલી રહ્યા છે. એટલે આ દિવસોમાં મકર રાશિના લોકોની મહેનત અને દોડભાગ વધશે. સાથે જ, માનસિક તણાવ સાથે સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ રહેશે.
  • કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતી શરૂ થઇ રહી છે. આ સાડાસાતીનું બીજું વર્ષ છે. એટલે સાવધાન રહેવું પડશે. શનિના કારણે ધનહાનિ, નોકરી અને બિઝનેસમાં નુકસાન સાથે ન ગમતા ફેરફાર થઇ શકે છે. વિવાદ અને હાડકાને ઈજા પહોંચવાની સંભાવના પણ છે. આ રાશિના લોકો દેવાથી પણ પરેશાન રહી શકે છે.
  • આ વર્ષે કર્ક અને તુલા રાશિ ઉપર શનિની ઢૈય્યા રહેશે. એટલે આ રાશિના લોકોએ પણ સાવધાન રહેવું પડશે. શનિના કારણે ધનહાનિ, નોકરી અને બિઝનેસમાં ફેરફાર, વિવાદ અને બીમારીઓથી પરેશાની થઇ શકે છે. આ કારણે આ રાશિઓના લોકોએ પણ સાવધાન રહેવું પડશે.
  • મેષ, કર્ક અને તુલા રાશિ ઉપર શનિની દૃષ્ટિ રહેશે. આ 3 રાશિઓએ પણ આ વર્ષે સાવધાન રહેવું પડશે. વિચારેલાં કાર્યો પૂર્ણ થવામાં સમય કરતાં વધારે મોડું થઇ શકે છે. મહેનત વધારે અને તેનો ફાયદો ઓછો મળશે. તણાવ અને દોડભાગ રહેશે. કામકાજમાં મુશ્કેલીઓ આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser