• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shani Margi Rashifal Saturn Horoscopes 11 October 2021 To 29 April 2022 | October Ka Rashifal For EVERY Zodiac Sign (Aries Mesh, Taurus Vrishab, Gemini Mithun, Cancer Karka) To Leo Libra Sagittarius Virgo

શનિની ચાલમાં ફેરફાર:શનિ હવે મકર રાશિમાં સીધી ચાલ ચાલશે, ઉદ્યોગ-ધંધામાં તેજી આવશે, મોટા રાજનૈતિક ફેરફારના યોગ બનશે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિના કારણે પેટ્રોલ અને સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતા, દેશની ન્યાય વ્યવસ્થા વધારે મજબૂત બની શકે છે

સોમવાર, 11 ઓક્ટોબરના રોજ શનિ મકર રાશિમાં માર્ગી થઈ ગયો છે. એટલે હવે સીધી ચાલ ચાલશે. તે પછી આવતા વર્ષે એપ્રિલ સુધી શનિની ચાલમાં ફેરફાર થશે નહીં. શનિની સીધી ચાલથી અનેક લોકોનો મુશ્કેલ સમય પૂર્ણ થઈ શકે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શનિની ચાલમાં ફેરફાર થવાથી દેશ-દુનિયાની આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિમાં ફેરફાર થાય છે. વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ બૃહત્સંહિતા પ્રમાણે શનિની ચાલમાં ફેરફાર થવાથી વૃશ્ચિક અને સિંહ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. આ સિવાય વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો માટે પણ સમય ઠીકઠાક રહેશે. ત્યાં જ, મેષ, મિથુન, કર્ક, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

શનિની ચાલમાં ફેરફારની શું અસર-
1) અર્થવ્યવસ્થાઃ
પેટ્રોલ, સોના, ચાંદી, લોખંડની કિંમત વધવાની શક્યતા છે. ઉદ્યોગ-ધંધામાં તેજી આવી શકે છે, પરંતુ નિર્માણ કાર્યોમાં મંદી જળવાયેલી રહેશે. કેમ કે કારખાના ઉપર શનિનો પ્રભાવ રહે છે. ખાદ્ય સામગ્રીના ભાવ ઘટી શકે છે. કૃષિ ક્ષેત્રમાં ઉન્નતિ અને નવા પ્રયોગ જોવા મળી શકે છે.

2) રાજનીતિઃ રાજનીતિ સાથે જોડાયેલાં લોકોમાં વિવાદ વધી શકે છે, પરંતુ અનેક ક્ષેત્રના દળમાં વર્ચસ્વ પણ વધી શકે છે. સીમા ઉપર તણાવ રહી શકે છે.

3) ન્યાય વ્યવસ્થાઃ શનિને ન્યાયાધીશનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે દેશની ન્યાય પ્રણાલી વધારે મજબૂત થઈ શકે છે. નવા નિર્ણય, નિયમ અને કાનૂન બનશે.

શનિના કારણે પેટ્રોલ અને સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતા, દેશની ન્યાય વ્યવસ્થા વધારે મજબૂત બની શકે છે
શનિના કારણે પેટ્રોલ અને સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતા, દેશની ન્યાય વ્યવસ્થા વધારે મજબૂત બની શકે છે

વૃશ્ચિક અને સિંહ રાશિના લોકો માટે સમય શુભ-
મકર રાશિમાં શનિના માર્ગી થવાથી વૃશ્ચિક અને સિંહ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. પ્રોપર્ટી કે આર્થિક મામલે ફાયદો મળી શકે છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે.

મકર સહિત 3 રાશિના લોકો માટે મિશ્રિત સમય-
શનિની ચાલમાં ફેરફાર થવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 3 રાશિના લોકોના કામ તો પૂર્ણ થશે પરંતુ મહેનત વધારે રહેશે. સાથે જ ધનલાભ પણ મળી શકે છે, પરંતુ ખર્ચ વધી શકે છે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ રહી શકે છે.

શનિની ચાલમાં ફેરફાર થવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 3 રાશિના લોકોના કામ તો પૂર્ણ થશે પરંતુ મહેનત વધારે રહેશે
શનિની ચાલમાં ફેરફાર થવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 3 રાશિના લોકોના કામ તો પૂર્ણ થશે પરંતુ મહેનત વધારે રહેશે

કુંભ સહિત 7 રાશિના લોકો માટે અશુભ સમય-
શનિની ચાલમાં ફેરફાર થવાથી મેષ, મિથુન, કર્ક, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ 4 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ થવાની શક્યતા છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ રહી શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું-
શનિ પોતાની જ રાશિ એટલે મકરમાં છે. શનિના અશુભ પ્રભાવથી બચવા માટે હનુમાનજીની પૂજા કરો. શનિદેવ અને હનુમાનજીના મંદિરમાં સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાનું દાન કરો. તેલ, તલ, કાળા કપડા, અડદ અને ચામડાની બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. શનિવારે શનિદેવને તલ ચઢાવો. શનિદેવની પૂજા કરતી સમયે ऊं प्रां प्रां प्रौं स: शनैश्चराय नम: મંત્રનો જાપ કરો.

અન્ય સમાચારો પણ છે...