શનિની અસર:મિથુન-તુલા રાશિ પર શનિની ઢૈયા, ધન, મકર અને કુંભ પર સાડાસાતી રહેશે

2 વર્ષ પહેલા
  • 2021માં શનિનું રાશિ પરિવર્તન થશે નહીં, 23 મેના રોજ આ ગ્રહ વક્રી થઈ જશે

નવ ગ્રહોમાંથી એક શનિ આ વર્ષે રાશિ બદલશે નહીં. આખું વર્ષ આ ગ્રહ મકર રાશિમાં જ રહેશે. 23 મેના રોજ શનિ વક્રી થઇ જશે અને 11 ઓક્ટોબરને ફરીથી માર્ગી થઇ જશે. વક્રી એટલે શનિ ઊંધો ચાલવા લાગશે અને માર્ગી એટલે શનિની સીધી ચાલ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, મકર રાશિના શનિને કારણે મિથુન અને તુલા રાશિ ઉપર ઢૈયા રહેશે. ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી રહેશે. ઢૈયા અને સાડાસાતીની સ્થિતિમાં થોડા લોકોએ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે. શનિની અશુભ અસરથી બચવા માટે દર શનિવારે તેલનું દાન કરો અને શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો.

મિથુન અને તુલા ઉપર ઢૈયાની અસરઃ-
આ બંને રાશિના લોકોએ વધારે સાવધાની રાખવી જોઇએ, નહીંતર બેદરકારી થવાને કારણે નુકસાન થવાની સંભાવના છે. નાની-નાની વાતોમાં ગુસ્સો કરવાથી બચવું, નહીંતર કામ વધારે ખરાબ થઇ શકે છે. નોકરી કરનારા લોકોએ અધિકારીઓનો સાથ મળી શકે છે, આકરી મહેનત પછી પોઝિટિવ ફળ મળી શકે છે

ધન, મકર અને કુંભ રાશિ પર સાડાસાતીની અસરઃ-
ધન રાશિ પર શનિની સાડાસાતીની છેલ્લી ઢૈયા ચાલી રહી છે. આ લોકોને શનિને કારણે લાભ પણ મળી શકે છે. જૂની પરેશાનીઓ આ વર્ષે દૂર થઇ શકે છે. નક્કી કરેલી યોજનાઓ પર કામ શરૂ થઇ શકે છે. મકર રાશિ ઉપર સાડાસાતીની બીજી ઢૈયા છે. તેમના માટે સમય સામાન્ય રહેશે. સમજી-વિચારીને કામ કરશો તો લાભ પણ મળી શકે છે. કુંભ રાશિ પર સાડાસાતીની પહેલી ઢૈયા છે, તેમના માટે વધારે સાવધાની રાખીને કામ કરવાનો સમય છે. નોકરીમાં સાથીઓનો પૂર્ણ સહયોગ મળી શકશે નહીં.