વેશાખ મહિનાની અમાસ:10 જૂને શનિ જયંતિ અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 12માંથી 9 રાશિના જાતકોને લાભ આપી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શનિ જયંતિ અને સૂર્યગ્રહણ વૈજ્ઞાનીકો મુજબ ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ તે ધાર્મિક રૂપે શુભ માનવામાં આવતુ નથી
  • આ ગ્રહણ ભારતમાં ન દેખાય છતાં તેની અસર તમામ રાશિના જાતકો ઉપર પડતી જોવા મળશે

અગામી તા.10ને ગુરુવારે વૈશાખ માસની અમાસે વિ.સં.2077 પ્રથમ વર્ષનું સૂર્યગ્રહણ શનિ જયંતિ સાથે બપોરે 1.42 થી શરુ થઈને સાંજે 6.41 વાગ્યે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણનો સમયગાળો લગભગ 299 મિનિટ રહેશે જે લગભગ 3 કલાકનો રહેશે. આ સૂર્યગ્રહણ અરુણાચલ પ્રદેશ અને ભારતના લદ્દાખના કેટલાક વિસ્તારમાં દેખાશે. આ ઉપરાંત સૂર્યગ્રહણ આંશિક રીતે ઉત્તર-પૂર્વ અમેરિકા, યુરોપ, એશિયા, એટલાન્ટિક મહાસાગરના ઉત્તરીય ભાગમાં જોવા મળશે. જ્યારે ગ્રીનલેન્ડ, ઉત્તર કેનેડા અને રશિયા સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણનું ખૂબ મહત્વ છે. આ સમયમાં કોઈ શુભ કાર્યો કરવામાં આવતાં નથી. આ સૂર્યગ્રહણ ભારતમાં અંશત દેખાશે માટે ધાર્મિક રીતે પાળવાનું નથી. શનિ જયંતિ અને સૂર્યગ્રહણ વૈજ્ઞાનીકો મુજબ ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ તે ધાર્મિક રૂપે શુભ માનવામાં આવતુ નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ ભારતમાં ન દેખાય છતાં પણ તેની અસર તમામ રાશિના જાતકો ઉપર પડતી જોવા મળે છે. આ ગ્રહણ દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે આ અંગે જણાવતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર...

મેષઃ- પરિવારમાં વાદ-વિવાદ કરાવી શકે. માનસિક ઉદ્દવેગ અને અશાંતિ રહી શકે છે.

વૃષભઃ- આકસ્મિક ખોટા નિર્ણયો લેવાય. પ્રેમ-સ્નેહના પ્રસંગો બને.

મિથુનઃ- રોગ, ભય, ચિંતામાં વધારો થાય. નોકરીની કામગીરીમાં કાળજી રાખવી.

કર્કઃ- વડીલો દ્વારા લાભ થઈ શકે છે. સંતાનની સફળતાના સમાચાર મળે.

સિંહઃ- આયોજન પૂર્વક કામકાજ કરવાથી લાભ થઇ શકે. સરકારી બાકી કામો પૂર્ણ થાય.

કન્યાઃ- નાના ભાઈ દ્વારા શુભ સમાચાર મળી શકે છે. ધાર્મિક પ્રવાસનું આયોજન થાય.

તુલાઃ- જળધાતની સંભાવના જોવા મળી રહી છે. બગડેલા સંબંધો સુધરે.

વૃશ્ચિકઃ- લગ્રજીવનમાં મતમંતાર વધે. નવા-નવા કામો ફટાફટ પૂર્ણ થાય.

ધનઃ- શરદી ઉધરસ કે તાવ આવી શકે. વિદેશીથી ધન લાભ થઈ શકે.

મકર:- ગુપ્ત વિદ્યા જાણવા માટે રસ રૂચિ રહે. શેરબજારમાં ધન લાભની સંભાવના.

કુંભઃ- માતા સાથે મંતમંતાર થાય. કર્મક્ષેત્ર માટે શુભ દિવસ બની રહે.

મીનઃ- શુભ સમાચાર મળી શકે. આકસ્મિક દેવ આચાર્યોની મુલાકાત થઈ શકે.

શનિની સાડાસાતીથી પીડિત કુંભ, મકર, ધન રાશિના જાતકોએ શનિ દેવતાના દર્શન કે પૂજન કરવું જોઈએ
શનિની સાડાસાતીથી પીડિત કુંભ, મકર, ધન રાશિના જાતકોએ શનિ દેવતાના દર્શન કે પૂજન કરવું જોઈએ

શનિદેવના મંદિરે જઈને શનિદેવની પૂજામાં કાળું કપડું, સરસિયાનું તેલ, કાળા તલ, કાળા અડદ, લોખંડની વીંટી, વાદળી કે જાબલી રંગના ફૂલ, 27 લવિંગની પડીકી, લોખંડની વીંટી, બેતીયો પૈસો, મીઠું, દેશી ચણા, અડદના બનાવેલા વડા શનિ દેવને અર્પણ કરવાથી ન્યાય દેવતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને લાંબા સમયથી ચાલતી સમસ્યામાં કંઈક નીવેડો લાવે છે. તેમજ અસાધ્ય રોગોમાં કંઈક રાહતનો અહેસાસ શનિદેવ નિશ્ચિત આપે છે. જે વેપારી વર્ગને ધંધામાં બરકત આવતી ન હોય તેમણે શનિદેવનું પૂજન કર્યા પછી ભિક્ષુક લોકોને કાચી ખીચડીના પેકીંગ કરીને આપવાથી ખૂબ જ લાભપ્રદ બની રહેશે. આ દિવસે શનિ ચાલીસા, શનિ દેવના મંત્રો, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, બજરંગ બાણ વગેરે પણ કરવાથી વધારે શુભ ફળ પ્રાપ્તિ થઇ શકે છે. શનિની સાડાસાતીથી પીડિત કુંભ, મકર, ધન રાશિના જાતકોએ શનિ દેવતાના દર્શન કે પૂજન કરવું જોઈએ તેમજ જેમને નીલમનો નંગ પહેરવાની ઇચ્છા હોય તેવા જાતકો અવશ્ય અંગીકાર કરી શકે છે.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.