તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂજા-પાઠ:ગુરુવારે શનિ જયંતી, બારેય રાશિના જાતકોએ શનિદેવને પ્રસન્ન કરવા રાશિ પ્રમાણે કામ કરવાં

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શનિદેવના ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો અને જરૂરિયાતમંદ લોકોને તલના તેલનું દાન કરો

ગુરુવાર, 10 જૂનના રોજ શનિ જયંતી ઊજવવામાં આવશે. આ દિવસે વૈશાખ મહિનાની અમાસ રહેશે. આ તિથિએ પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન અને તર્પણ વગેરે પુણ્ય કર્મ કરવા જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શનિ જયંતી અને અમાસના દિવસે ઇષ્ટદેવનું ધ્યાન કરો અને જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરો. શનિદેવ એવા લોકોથી પ્રસન્ન રહે છે, જેઓ ગરીબોની નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે.

આ દિવસે બારેય રાશિના લોકોએ ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો. ભોજનમાં તલ અને તેલથી બનેલાં ભોજનનો સમાવેશ કરો. હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. અહીં જાણો શનિ જયંતીએ રાશિ પ્રમાણે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ...

 • મેષ- અન્ય લોકોને પરેશાન કરવા નહીં. સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
 • વૃષભઃ- તમારા સ્વાર્થ માટે અન્ય લોકોને નુકસાન પહોંચાડશો નહીં. શનિના નામનો જાપ કરો.
 • મિથુનઃ- માતા-પિતાને પ્રણામ કરીને દિવસની શરૂઆત કરવી. શનિદેવને કાળા અડદ ચઢાવો.
 • કર્કઃ- ખોટું બોલવું નહીં. રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો.
 • સિંહઃ- વેપારમાં કોઇનો લાભ ઉઠાવવો નહીં. હનુમાનજીને ચોલા અર્પણ કરો.
 • કન્યાઃ- આ રાશિના લોકોએ ગુસ્સો કરવો નહીં. ઉપવાસ રાખો અને શનિદેવના મંત્રનો જાપ કરો.
 • તુલાઃ- આ લોકોએ નિસ્વાર્થ ભાવથી જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી જોઇએ. શનિદેવનો અભિષેક સરસિયાના તેલથી કરવો.
 • વૃશ્ચિકઃ- આળસથી બચવું અને મહેનત કરતાં રહો. હનુમાન ચાલીસાનો પાઠ કરો અને કીડીનો લોટ નાખો.
 • ધનઃ- વધારે ઉત્સાહથી બચવું. મન શાંત રાખીને કામ કરો. પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો.
 • મકરઃ- આ લોકએ ઘરમાં શાંતિ જાળવી રાખવી. શનિદેવના વૈદિક મંત્રનો જાપ કરો.
 • કુંભઃ- કોઇપણ પ્રકારની બેદરકારી કરશો નહીં. હનુમાનજીની ઉપાસના કરવી અને નીલમ રત્ન ધારણ કરો.
 • મીનઃ- અનાજનું દાન કરો. બજરંગ બાણનો પાઠ કરો અને ગરીબોની દરેક સંભવ મદદ કરો.