જ્યોતિષ / શનિ જયંતિએ ઘરમાં બેઠાં જ શનિગ્રહ અને તેની સાથે જોડાયેલા ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકાય છે

shani dev  can be pleased with Saturn and its associated remedies while sitting at home on Shani Jayanti
X
shani dev  can be pleased with Saturn and its associated remedies while sitting at home on Shani Jayanti

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 09:46 AM IST

વૈશાખ વદ અમાસ, શુક્રવાર તા. 22/5/2020ના રોજ શનિ જયંતિ છે, આ દિવસ શ નિદેવને પ્રસન્ન કરવા માટે ઉત્તમ છે. જેમાં નાની કે મોટી પનોતી હોય, મહાદશા કે અંતરદશા હોય કે શનિ કુંડળીમાં કોઈપણ રીતે પ્રતિકૂળ તેમને ભક્તિ કરવી વધુ સારી કહી શકાય.શનિદેવને દંડનાયકની ઉપમા આપવામાં આવી છે જે સારા કે ખોટા કર્મ અનુસાર ફળ આપી સૃષ્ટિના નિયમનું પાલન કરે છે જો સારા કર્મ હશે તો સારું ફળ અવશ્ય મળશે તેવી રીતે અનીતિ કે કુકર્મ હશે તે દંડશે પણ ખરા. માટે ભય રાખીને નહીં ભક્તિ અને  કર્મમા ધ્યાન રાખવું .
અમદાવાદના જ્યોતિષાચાર્ય  ડો. હેમિલ પી લાઠીયા જણાવી રહ્યા છે શનિ કૃપા મેળવવા માટેના થોડા ઉપાય.

શનિભક્તો આ દિવસે શનિ મંદિરમાં જઈ ફૂલ, તલ, ગોળ વગેરે અર્પણ કરે છે શનિદેવને તેલ ચઢાવે છે તેમજ શનિ મંત્ર, શનિ ચાલીસ, સ્તોત્ર ઉપરાંત શિવ જાપ, હનુમાનજીના જાપ કે ચાલીસ પણ વાંચે છે, શનિ યંત્રની પણ ઘણા લોકો પૂજાભક્તિ કરતા હોય છે. ઘણા લોકો આ દિવસે પીપળાના વૃક્ષ નીચે સાત પ્રકારના અનાજ મૂકી, સરસવના તેલનો દીવો કરે છે, કેટલાક લોકો આ દિવસે અડદની કોઈ વાનગી કે વસ્તુ ગરીબને દાન કરતા હોય છે. શનિના ઉપાય અંગે વિવિધ કથાઓ પણ વિદ્વાનો પાસેથી જાણવા મળે છે.

શનિ ગ્રહ અને ઉપાય સંબંધિત કથા

1.) પીપલાદ ઋષિ અને શનિદેવ :
પીપલઋષિ  જે ઋષિપુત્ર અને એક મોટા તપસ્વી પણ હતા તેમના જન્મકાળ દરમિયાન તેમના પિતા મૃત્યુ પામ્યા હતા પિતાની ગેરહાજરીથી તેમને ઘણી વ્યથા વેઠવી પડી હતી એક વાર તેમને આ બાબતે તેમને દેવતાને પૂછ્યું કેમ બાલ્યા અવસ્થા પિતાની ગેર હાજરીથી પીડિત થઈ ત્યારે દેવતાઓ એ કહ્યું કે તેમને શનિની દ્રષ્ટિથી પીડિત થવાથી આમ બન્યું છે ત્યારે પીપલદ ઋષિ અતિ ગુસ્સાથી પોતાના તપોબળ ની દ્રષ્ટિથી આકાશ મંડળ સ્થિત શનિ ભ્રમણ પર દ્રષ્ટિ કરી જેના તપોબળથી શનિદેવ પડી ગયા અને એક પગે ઇજા થવાથી પંગુ પણ બન્યા, જ્યારે પીપલદ ઋષિ આવેશમાં આવીને શનિને શ્રાપ આપવા જાય છે ત્યારે બ્રહ્માજી પ્રગટ થાય છે અને પીપલદ ઋષિને શાંત પાડે છે અને સમજાવે છે કે શનિદેવ કર્મ આધારિત ફળ આપે છે તો પીપલદ ઋષિ શાંત થાય છે અને શનિદેવને કહે છે કે તમે કોઈપણ બાલ્ય અવસ્થા દરમિયાન આટલું વિકટ દંડ ના આપો ત્યારે શનિદેવ કહે છે કે હું કર્મ આધારે નીતિ અનુસરૂ છું પણ જો કોઈ આપના દ્વારે રચિત સ્તોત્ર પાઠનું પઠન કરશે તેને શનિનો પ્રકોપ પીડામાં રાહત થશે. પીપલદ ઋષિનો જન્મ પીપળાના વૃક્ષ નીચે થયેલો અને નાનપણમાં પીપળાના પાન ખાઈ તપ કરેલ જેથી પીપળાના વૃક્ષ ની પૂજાથી શનિ શાંત થાય છે.

(2.)  શનિદેવ અને ભગવાન શિવ :

એકવાર ભગવાન શિવ અને શનિ વચ્ચે યુદ્ધ થાય છે તે યુદ્ધ ભીષણ થતા શિવે શનિ પર તીક્ષ્ણ પ્રહાર કરતા શનિદેવ મૂર્છિત થાય છે જેથી શનિદેવના પિતા સૂર્યદેવ વ્યથિત થાય છે અને શંકર ભગવાનને પ્રાથના કરે છે ત્યારે શનિદેવ સ્વસ્થ થાય છે અને શંકર ભગવાનની માફી માંગે છે અને કહે છે કે હવે હું કોઈને પણ દંડ કરીશ ત્યારે તમને યાદ કરીશ અને વધુ કઠોર દંડ નહીં કરું ત્યારથી શનિની કોઈપણ પ્રકારની પ્રતિકૂળતા વખતે શિવભક્તિ યોગ્ય બને છે 

(3. )હનુમાનજી અને શનિદેવ :

એક વાર હનુમાનજી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ ત્યાં આવી ખલેલ પહોચાડતા હતા તેથી હનુમાજીએ તેમને રોક્યા પણ શનિદેવ ના માન્યા જેથી હનુમાનજીએ તેમને પોતાની પૂંછ વડે પકડી રાખી જમીનમાં પટકાવ્યા તેનાથી શનિદેવને પીડા થઈ જ્યારે હનુમાનજી પોતાના કામ માંથી નિવૃત થાય ત્યારે શનિદેવને મુક્ત કર્યા પણ શનિદેવ પીડિત થયેલા ત્યારે હનુમાનજીએ તેમને તેલ લગાવવા આપ્યું જેનાથી શનિદેવની પીડા શાંત થઈ ત્યારથી શનિદેવને તેલ અર્પણ કરાય છે .બીજી એક કથા મુજબ એકવાર લંકાના રાજા રાવણે શનિદેવને કેદ કર્યા હતા અને જ્યારે હનુમાનજી સીતાજી નો શોધમાં લંકા જાય છે ત્યારે શનિદેવ ને કેદ માંથી છોડાવે છે ત્યારે શનિદેવ પણ કહે છે કે જે લોકો હનુમાનજીની ભક્તિ કરશે તેને હું વધુ પીડિત નહીં કરું. તેથી શનિની પ્રતિકૂળતા માટે હનુમાજીની ભક્તિ કરાય છે

( 4.)  શનિ અને તેમની પત્ની : 

એકવાર શનિદેવ ધ્યાનમાં મગ્ન હતા ત્યારે તેમની પત્નીઓ ત્યાં આવી જાય છે પણ શનિદેવ તેમના પર કોઈ ધ્યાન ના આપ્યું જેથી પત્નીઓને લાગે છે કે શનિદેવ પોતાના તરફ દુર્વ્યવહાર કરે છે અને ગુસ્સામાં આવીને શનિદેવને શ્રાપ આપે છે કે તમે જેના પર દ્રષ્ટિ કરશો તેનો નાશ થશે. આ સાંભળી ભગવાન હજાર થાય અને તેને પરિસ્થિતિ થાળે પાડી ત્યારે ભગવાને આશીર્વાદ પણ આવ્યા કે જ્યારે શનિદેવ પ્રતિકૂળતા બતાવે ત્યારે જો શનિદેવની પત્નીઓના નામ સ્મરણ કરવામાં આવશેતો શનિની પ્રતિકૂળતા ઓછી થઈ જશે ત્યારથી મનુષ્ય શનિની પ્રતિકૂળતા વખતે શનિની પત્નીના નામ સ્મરણ કરવામાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી