આ વર્ષે લગ્નનાં 51 મુહૂર્ત:વર્ષનું પહેલું લગ્ન-મુહૂર્ત 18 જાન્યુઆરીએ, ત્યાર બાદ 3 મહિના પછી માંગલિક કામ શરૂ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 14 જાન્યુઆરીએ ખરમાસ પૂર્ણ થયો, પરંતુ 19મીએ ગુરુ તારો અસ્ત થવાથી વસંતપાંચમ સુધી લગ્નના કોઈ મુહૂર્ત રહેશે નહીં

મકરસંક્રાંતિએ સૂર્યના ધન રાશિથી મકર રાશિમાં આવી જવાથી ખરમાસ પૂર્ણ થઈ જશે, જેથી માંગલિક કામની શરૂઆત થઇ જશે. એ પછી 18 જાન્યુઆરીએ વર્ષનું પહેલું લગ્ન-મુહૂર્ત રહેશે. એ પછીના જ દિવસે ગુરુ તારો અસ્ત થઇ જશે. એ 16 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે. એ પછી 16 ફેબ્રુઆરીએ જ શુક્ર પણ અસ્ત થઇ જશે. એ 17 એપ્રિલ સુધી અસ્ત રહેશે. આ બંનેના અસ્ત થઇ જવાથી કોઈ લગ્ન-મુહૂર્ત રહેશે નહીં. એટલે વર્ષનું પહેલું લગ્ન-મુહૂર્ત રહેશે, 22 એપ્રિલના રહેશે. જોકે 16 ફેબ્રુઆરીએ વસંતપાંચમનો દિવસ વણજોયું મુહૂર્ત કહેવાય છે, એટલા માટે એ દિવસે લગ્ન કરી શકાશે.

વસંતપંચમીના દિવસે લગ્ન થઇ શકશે નહીંઃ-

16 ફેબ્રુઆરીએ વસંતપંચમી છે. એને પણ લગ્ન માટે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, પરંતુ આ દિવસે સૂર્યોદય સાથે જ શુક્ર તારો અસ્ત થઈ જશે. આ કારણોસર પંચાંગમાં એને લગ્ન-મુહૂર્તમાં સામેલ કરવામાં આવ્યું નથી. જોકે લોકપરંપરા પ્રમાણે, ઉત્તરાખંડ સહિત દેશના અનેક ભાગોમાં વસંતપંચમીએ લગ્ન થાય છે.

2021માં લગ્ન માટે માત્ર 51 મુહૂર્તઃ-

2021માં લગ્ન માટે માત્ર 51 દિવસ રહેશે. 18 જાન્યુઆરીએ પહેલું મુહૂર્ત રહેશે. એ પછી ગુરુ અને શુક્ર ગ્રહના કારણે વર્ષના શરૂઆતના મહિનામાં લગ્ન થઇ શકશે નહીં. મકરસંક્રાંતિ પછી 19 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ગુરુ તારો અસ્ત રહેશે. પછી 16 ફેબ્રુઆરીથી જ શુક્ર તારો 17 એપ્રિલ સુધી અસ્ત રહેશે. આ કારણે લગ્નનું બીજું મુહૂર્ત 22 એપ્રિલના રોજ છે. એ પછી દેવશયન પહેલાં એટલે 15 જુલાઈ સુધી 37 દિવસ લગ્નનાં મુહૂર્ત છે. ત્યાં જ 15 નવેમ્બરના રોજ દેવઊઠની એકાદશીથી 13 ડિસેમ્બર સુધી લગ્ન માટે 13 દિવસ રહેશે.

14 મેના રોજ અખાત્રીજનું વણજોયું મુહૂર્તઃ-
આ વર્ષે લગ્નનું પહેલું શુભ મુહૂર્ત 22 એપ્રિલના રોજ રહેશે. એ પછી લગ્નનો સમયગાળો શરૂ થઇ જશે, પરંતુ 14 મેના રોજ વર્ષનું સૌથી મોટું મુહૂર્ત અખાત્રીજના રોજ વણજોયું મુહૂર્ત રહેશે. અખાત્રીજ સ્વયંસિદ્ધ મુહૂર્ત તરીકે રહેશે. ત્યાં જ 18 જુલાઈના રોજ પણ ભડલી નોમનો દિવસ વણજોયું મુહૂર્ત બની રહ્યો છે. એ જ નહીં, 15 નવેમ્બરના રોજ તુલસી એકાદશી કે દેવ પ્રબોધિની એકાદશીના રોજ પણ લગ્ન- મુહૂર્ત રહેશે.

વણજોયું મુહૂર્ત સ્વયં સિદ્ધ હોય છેઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, વણજોયું મુહૂર્ત સ્વયંસિદ્ધ હોય છે. આ દિવસોમાં ગુરુ, શુક્ર, સૂર્ય વગેરેના દોષનો પ્રભાવ ઓછો થઇ જાય છે, એટલે આ દિવસ લગ્ન વગેરે માટે યોગ્ય માનવામાં આવે છે.

2021નાં લગ્ન-મુહૂર્તઃ-